એક પતિ પત્નીએ બાળક દત્તક લીધું, 20 વર્ષ પછી એવું બન્યું કે પતિ પત્ની બંને…

શેઠ અને શેઠાણી રડતાં રડતાં બાજુ ના રૂમ માં ચાલ્યા જાય છે. બે દિવસ થી કંઈ પણ ખાધા કે પાણી પીધા વગર રૂમ માં ગયા છે. બ્રિજેશ બધી રીતે પુરેપુરો સમજદાર હતો. જેથી બધી વાત તેના મનમાં આવી ગઈ, બ્રિજેશ કીર્તિ પાસે જઈને કહે છે કે જે થવાનું હતું તે થઈ ગયું. ભગવાન જાણે છે કે આમાં કોઈ પણ નો કોઈ વાંક નથી.

હવે પહેલા માતા અને પિતાજી ને જમાડવાનું કંઈક કરો, જેથી એની તબિયત વધારે બગડે નહિ. બહુ જ આજીજી કરતા માતા પિતા દરવાજો ખોલે છે, બે દિવસ માં તો દસ વર્ષ ની ઉમર વધી ગઈ હોય તેવું માં પિતાજી નું મોઢું થઈ ગયું હતું.

બધા લોકોને ચિંતા હતી કે હવે શું થશે? બ્રિજેશ કીર્તિ તેના માતા-પિતા બધા લોકો ઉદાસ હતા. માતા-પિતા સ્વસ્થ થયા પછી બ્રિજેશ ના અસલી માતા-પિતાને બોલાવવામાં આવે છે. બધા લોકો ભેગા મળીને બેસે છે અને નિર્ણય કરે છે.

બ્રિજેશ એ કહ્યું કે તે વર્ષોથી અહીંયા જ રહેતો આવ્યો છે એટલે હવે તે અહીંયા જ રહેવા માંગે છે. પરંતુ ધીરજલાલ શેઠ જાણતા હતા કે સંતાન હોવા છતાં સંતાન વગર ના થઈ જનાર તે માતા-પિતા ઉપર શું વીતતી હશે, તેને બ્રિજેશ ના અસલી માતા-પિતાને તેઓ સાથે રહેવા માટે કહ્યું અને તેઓની બધી જવાબદારી પણ બ્રિજેશ સંભાળી લેશે તેવું કહ્યું. બધા લોકો ભેગા જ રહેવા લાગ્યા.

શેઠ ની ઉંમર મોટી હોવાથી તેઓએ વારસામાં બધી સંપત્તિ બ્રિજેશ ને સોંપી હતી અને બ્રિજેશ ને કહ્યું હતું કે તું તારી બહેનને પણ તારી રીતે સંપત્તિની વહેંચણી કરી દેજે. પરંતુ બ્રિજેશ અત્યંત સમજદાર હતો.

થોડા વર્ષોમાં શેઠ-શેઠાણી બંને મૃત્યુ પામ્યા, હવે બ્રિજેશ તેની પત્ની તેના અસલી માતા પિતા અને કીર્તિ સાથે રહેવા લાગ્યા. પરંતુ શેઠ ના ગયા પછી બ્રિજેશ નું હવે આ ઘરમાં મન નહોતું લાગતું, તેને સંપત્તિનો બધો વારસો કીર્તિ ને આપી દીધો પોતાની પાસે અઢળક કપડા હોવા છતાં માત્ર ત્રણ ચાર જોડી કપડાં લઈને તે તેના પરિવાર સાથે બીજે રહેવા જતો રહ્યો.

થોડા સમય પછી સારું પાત્ર મળી જતા કીર્તિ ના લગ્ન પણ બ્રિજેશ એ ખૂબ ધામધૂમથી કરાવ્યા, કીર્તિ લગ્ન કરીને તેના પિતાના ધંધાના સામ્રાજ્ય નો બધો વારસો બ્રિજેશ ને આપવા માંગતી હતી. પરંતુ બ્રિજેશ એ કહ્યું કે તેને કોઈ પ્રકારની લાલચ નથી.

તેમ છતાં કીર્તિ એ ઘણી વખત આગ્રહ કરતા અંતે બ્રિજેશ ફરી પાછો ધંધો સંભાળવા લાગ્યો. પરંતુ તેને કીર્તિને ચોખ્ખું કહ્યું કે હું આ ધંધો સંભાળી ને તેમાંથી માત્ર જરૂર પૂરતો પગાર લઈને કામ કરીશ. અને આ ધંધાની બધી માલિકી હક્ક તેની નાની બહેન કીર્તિનો જ રહેશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel