એક મોટી હોટેલમાં જઈને પિતા તેના દિકરા માટે એક થાળી મંગાવે છે, પોતે કશું નથી મંગાવતા… તો હોટેલના માલિક તેના ટેબલ પાસે આવીને કહે છે કે…

એક સામાન્ય પેન્ટ અને શર્ટ પહેરીને એક વ્યક્તિ તેના લગભગ ૧૫ થી ૧૬ વર્ષના દીકરા સાથે મોટી હોટલમાં પ્રવેશ કરે છે. બંને જગ્યા જોઈ ને ખુરશી પર બેસે છે. ખુરશી પર બેસે છે એટલે તેને જોઈને એક વેઈટર તેઓ પાસે જાય છે અને એકદમ સ્વચ્છ પાણીના બે ગ્લાસ તેમની સામે રાખે છે અને તેઓને પૂછે છે નમસ્કાર સાહેબ, તમારા માટે શું લાવું?

તે માણસ એ જવાબ આપ્યો કે મેં મારા દીકરાને વચન આપ્યું હતું કે જો તો દસમાં ધોરણમાં સારા માર્કે પાસ થઈ જઈશ તો હું તને મોટી હોટલમાં જમવા માટે લઈ જઈશ. આજે મારા દીકરા એ એનું વચન પૂર્ણ કર્યું છે, અને તે માત્ર દસમા ધોરણમાં ઉત્તીર્ણ નથી થયો તે તેનો બોર્ડમાં પણ નંબર આવ્યો છે. એટલે તમે કૃપા કરીને તેના માટે અહીંની સ્પેશિયલ થાળી લઈને આવો.

વેઈટરે પૂછ્યું, ઓકે તમારા દીકરા માટે હું અહીં ની સ્પેશિયલ પંજાબી થાળી લઈને આવું છું, તમારા માટે શું લઈને આવું? તે માણસ ફક્ત ઈશારો કરીને કશું નહીં લાવવા માટે વિનંતી કરી.

વેઇટર નું ધ્યાન તે માણસ એ પહેલા શર્ટ માં પડ્યું, શર્ટનો કોલર ઘસાઈ ઘસાઈને સહેજ ફાટી ગયો હતો. વેઇટરને એ ભાઈ ના કપડા તેમજ તેની વાતો સાંભળીને એવું જ લાગ્યું કે તે ભાઈ ની આર્થિક પરિસ્થિતિ નબળી હશે તેમ છતાં દીકરા માટે થઈને તેઓ મોટી હોટલમાં દીકરાને જમાડવા માટે આવ્યા હતા.

આ દ્રશ્ય જોઈને વેઈટર ભાવુક થઈ ગયો અને તે હોટેલના માલિક પાસે ગયો અને આખી વાત માલિકને જણાવી, સામાન્ય રીતે કોઈ મોટા હોટલમાં ડિસ્કાઉન્ટ પણ નથી હોતું એવામાં આ હોટલના માલિકે તે વેઈટર ની વાત સાંભળીને કંઇક અલગ પ્રકારનો જ નિર્ણય લીધો.

તેને વેઇટરને કહ્યું, હમણાં એ ટેબલના ઓર્ડરને લઈને ટેબલ પર ન જઈશ, અને તે ટેબલ પર એક કેક લઇને પહોંચ એટલામાં હું પણ ત્યાં આવું છું.

અચાનક જ વેઈટર ટેબલ પર કેક લઈને જાય છે એટલે પેલા માણસે આશ્ચર્યચકિત થઇને વેઇટરને કહ્યું અમે આ કેક નો ઓર્ડર નથી કર્યો તમારી કંઈક ભૂલ થતી લાગે છે.

એવામાં જ હોટલના માલિક આવ્યા અને તેને જણાવ્યું સાહેબ આમાં અમારી કંઈ જ ભૂલ નથી થતી, તમારા દીકરાની ઉપલબ્ધિ વિશે મને વેઈટરે બધી વાત જણાવી એટલે આ કેક તેમજ આજની આ સાંજ અમે તમારા માટે યાદગાર બનાવીશું. કેક આવ્યાના થોડા જ સમય પછી ટેબલ શણગારી દીધું, અને દીકરા ની સફળતાની ઉજવણી કરી.

પછી હોટલના માલિકે પૂછ્યું, તમારા ઘરેથી બીજું કોઈ નથી આવ્યું? પેલા માણસે કહ્યું મારી પત્ની ઘરે છે.

હોટલના માલિકે તે માણસને હોટલની સ્પેશિયલ થાળી પાર્સલ કરી અને મોટી મોટી ત્રણ થેલીઓ આપી તેમજ સાથે દીકરાને એક સુંદર મજાની સોગાદ પણ આપી. દીકરો આ બધું જોઇને એકદમ ખુશ થઈ ગયો. અને તે હરખના આંસુ સાથે ઘરે ગયો, ઘરે ગયા પછી દીકરો અને તેના માતા-પિતાએ સાથે મળીને ભોજન કર્યું બધા લોકો એકદમ ખુશ થઈ ગયા હતા.

ખાસ કરીને હોટલના માલિકનું આવું અભૂતપૂર્વ વર્તન જોઈને દીકરો ખૂબ રાજી થઈ ગયો હતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel