એક મોટી હોટેલમાં જઈને પિતા તેના દિકરા માટે એક થાળી મંગાવે છે, પોતે કશું નથી મંગાવતા… તો હોટેલના માલિક તેના ટેબલ પાસે આવીને કહે છે કે…

ધીરે-ધીરે સમય પસાર થતો ગયો, દીકરો પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો તે ભણી ગણીને મોટો અધિકારી બની ગયો. અને થોડા સમય પછી દીકરો પોતાના શહેરમાં કલેકટર તરીકે આવ્યો. તેણે આવીને સૌથી પહેલા એ હોટલમાં સંદેશ પાઠવ્યો કે કલેકટર સાહેબ આજે રાત્રે આ હોટલમાં જમવા માટે આવશે.

હોટેલના માલિક આ વાત સાંભળીને ખુશ થઈ ગયા અને તરત જ એક ટેબલ ને ખુબ જ સરસ રીતે શણગારી દીધું. અને કલેકટર સાહેબ રાત્રિનું ભોજન આ હોટલમાં કરવાના છે આ સમાચાર મળતા જ તે હોટલ ગ્રાહકોથી ભરાઈ ગઈ હતી.

પરંતુ કલેકટર સાહેબ માટે એક ટેબલ ખાલી રાખવામાં આવ્યું હતું, પોતાના સમય અનુસાર કલેકટર સાહેબ તેના માતા-પિતા સાથે હોટલ પહોંચ્યા એટલે હોટલના માલિક સહિત હોટેલના તમામ સ્ટાફ કલેકટર સાહેબ નો સન્માન કરવા માટે ઉભો થયો.

હોટલના માલિક ખુદ તેના ટેબલ પર આવ્યા અને તેને પુષ્પગુચ્છ આપીને તેને ઓર્ડર આપવા માટે વિનંતી કરી.

ત્યારે એ નવયુવાન કલેકટર એ પોતાની જગ્યા પરથી ઊભો થઈને હોટલના માલિક તેમજ વેઈટર સામે નમી ગયા, અને કહ્યું કદાચ તમે બંને લોકો મને નહીં ઓળખી શક્યા હોય પરંતુ હું એ જ છોકરો છું જેના પિતાએ એક થાળી નો ઓર્ડર તો કર્યો હતો પરંતુ બીજી થાળી લેવા માટે પૈસા નહોતા અને એ સમયે તમે બંને માનવતા નો સાચો દાખલો રજૂ કરીને મારા દસમા ધોરણમાં પાસ થવાની ખુશીમાં મને એક અદભુત પાર્ટી આપી હતી અને તમે મને હોટલની સ્પેશિયલ થાળી પાર્સલ કરીને પણ આપી હતી.

આજે હું કલેક્ટર બની ગયો છું પરંતુ એ રાત્રી મને આજે પણ યાદ છે, અને આજે હું તમને બધાને પાર્ટી આપું છું અહીં જેટલા ગ્રાહકો છે તેમજ જેટલો સ્ટાફ છે તે બધા લોકોના બિલ આજે હું આપીશ. અને તમને એક બેસ્ટ સીટીઝન થી સન્માનિત પણ કરવામાં આવશે.

વાત માત્ર થાળીની નથી, આ વાત તમારી સાથે શેર કરી છે તેમહત્વનો ઉપદેશ આપીને જાય છે કે આપણે જે સમાજમાંથી આવ્યા છીએ એ સમાજ મા ઘણા એવા લોકો છે જે ગરીબ લાચાર પણ છે. અને આ ગરીબ અને લાચાર વ્યક્તિઓને ક્યારેય મજાક ઉડાવવી ન જોઈએ પરંતુ ઊલટું તેની પ્રતિભાને માન આપવું જોઈએ, અને તેને પ્રોત્સાહન આપવું જોઇએ.

તમારી નાની એક પહેલ ને લીધે એવું પણ શક્ય બને કે તમારી ઉદારતાને લીધે કોઈપણ છોકરો કે છોકરી આગળ વધીને તેના લક્ષ્ય સુધી પહોંચે તો આપણા સમગ્ર સમાજને લાભ કરી શકે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…

 

Subscribe to us on youtube.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel