એક માણસનું એક્સિડન્ટ થયું ત્યારે બધા પાસે મદદ માંગી રહ્યો હતો, કોઈ મદદે ન આવ્યું એટલે ભગવાનને યાદ કર્યા. પરંતુ બીજી જ ક્ષણે એવું બન્યું કે તે માણસ...

એક માણસ ખૂબ જ નાસ્તિક હતો તેને ભગવાન ઉપર જરા પણ વિશ્વાસ હતો. એક વખત જ્યારે તે મોટરસાયકલ લઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનું એકસીડન્ટ થઈ ગયું, તે રસ્તા ઉપર નીચે પડી ગયો અને ત્યાંથી પસાર થનારા લોકો પાસે મદદ માટે આજીજી કરી રહ્યો હતો.

પરંતુ કહેવાય છે કે કળિયુગ નો માં બીજા કોઈ માણસ માટે જલ્દીથી મદદ કરવા પણ નથી આવતો એવી રીતે તે લોકોને બોલાવી બોલાવીને થાકી ગયો પરંતુ તેની મદદ માટે કોઈ જ આવ્યું નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે જ તે નાસ્તિક હોવા છતાં તેના નાસ્તિક મનથી તેને ભગવાન શ્રીકૃષ્ણને હોકારો. લગાવ્યો, બરાબર એ જ સમયે ત્યાંથી એક શાક વાળો પસાર થઈ રહ્યો હતો તેને આ માણસને ઉપાડ્યો અને હોસ્પિટલ પહોંચાડી દીધો.

ત્યાં પહોંચીને હોસ્પિટલેથી તેના પરિવારવાળાઓને પણ ફોન કરીને હોસ્પિટલે બોલાવ્યા પરિવારના દરેક સભ્યો ત્યાં આવીને તે શાકવાળાને ધન્યવાદ આપવા લાગ્યા અને તેનું નામ પૂછવા લાગ્યા...

ત્યારે તે શાકવાળા એ પોતાનું નામ બાંકે બિહારી જણાવ્યું અને પરિવારના લોકોએ તેના ઘરનું સરનામું પણ લખાવ્યું અને તે માણસને કહ્યું કે જ્યારે આ ભાઈ સાજા થઈ જાય ત્યારે અમે બધા તમને મળવા માટે આવીશું.

થોડા દિવસો પછી તે માણસ સાજો થઈ ગયો અને પોતાના પરિવાર સાથે તે શાકવાળાના ઘરે તેને મળવા માટે નીકળી પડ્યો. આમ તેમ રસ્તામાં અનેક જગ્યાએ સરનામું પૂછવું અને નામ પૂછતા પૂછતા તે એ સરનામે નીકળી ગયો.

પરંતુ ત્યાં જઈને જોયું તો ત્યાં ભગવાનનું મંદિર હતું, એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમ છતાં તે મંદિરમાં અંદર ગયો અને તેને ત્યાં જઈને પૂજારીને નામ લઈને પૂછ્યું કે ભાઈ બાકે બિહારી ક્યાં મળશે? પૂજારી પણ તેની સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા થોડા સમય પછી હાથ જોડીને મંદિરમાં રહેલી મૂર્તિ તરફ ઈશારો કરીને કહ્યું કે આ જ છે તમારા બાંકે બિહારી.

પૂજારીએ જવાબ આપીને તે મંદિરમાં આવેલા માણસને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું ભાઈ તમે બાંકે બિહારીના મંદિરમાં આવ્યા છો અને અહીં આવીને એના વિશે જ કેમ પૂછી રહ્યા છો? ત્યારે તે માણસે તેની સાથે બનેલી આખી ઘટના જણાવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પૂજારીને તે ઘટના વર્ણવતા વર્ણવતા રડી પડ્યો તેની આંખમાં આંસુ આવી ગયા અને પોતાની આ ભૂલ ઉપર ક્ષમા માગવા લાગ્યો અને પ્રભુના દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આજે એક નાસ્તિક માણસ પણ પ્રભુનો સાચો થઈને મંદિરની બહાર નીકળી રહ્યો હતો પરંતુ ફરી પાછો તેની સાથે એક જાણે ચમત્કાર થયો કારણ કે તે જ્યારે મંદિરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને એક બોર્ડ દેખાયું જેમાં લખ્યું હતું કે માણસ જ માણસને કામ આવે છે. તેને પ્રેમ કરતા રહો હું તો તમને ખુદ મળી જઈશ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team