એક માણસને દુનિયામાં બધા લોકો ખરાબ લાગતા એટલે ગુરુજી પાસે જઈને આનું સમાધાન પૂછ્યું તો ગુરુજીએ એવું કહ્યું કે તે માણસ...

પ્રકાશ પોતાના પરિવાર ના સભ્યો, પાડોશીઓ, તેના મિત્રો તેમજ જ્યાં કામ કરતો હતો તે કારખાનાના સહ કર્મચારીઓ બધા લોકો થી નારાજ હતો. તેને કોઈ પણ સાથે ભળે નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેથી કંટાળી ને એક દિવસ પોતાના ગુરુ પાસે જઈ ને વાત કરી કે ગુરુજી મને આ દુનિયામાં બધા લોકો સ્વાર્થી લાગે છે... શું કરવું?  આ વાત કરી ત્યારે ગુરુ એ કહ્યું કે તારી વાત જરા વધારે અટપટી છે એટલે મને એક દિવસનો સમય આપ હું તને તારા સવાલનો જવાબ આવતી કાલે આપીશ.

આમ કહીને ગુરુજીએ પ્રકાશ ને ત્યાં રોકાવા માટે કહી દીધું એટલે પ્રકાશ આશ્રમમાં રોકાઈ ગયો. આખી રાત આશ્રમમાં રોકાયા અને બીજા દિવસે સવારે ગુરુ ને મળવા માટે ગુરુની પૂજા પાઠ ની વિધિ પૂરી થયા પછી તેની પાસે ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે ગયો ત્યારે ગુરુજી પાસે ત્રણથી ચાર લોકો બેઠા હતા તે બધાનું કામ પૂરું થયા પછી તેના ગુરુજીએ પ્રકાશ ને બોલાવીને કહ્યું અહીં સામે આવતો રે. હજુ ગુરુ કંઈ બીજું બોલે તે પહેલાં જ પ્રકાશે કહ્યું કે તમારા આશ્રમમાં તમે કેવા લોકોને રાખ્યા છે, આ બધા સાધુઓ કેવા છે, એમ કહીને દરેક લોકોની નિંદા કરવા માંડ્યો.

ગુરુ એ પ્રકાશ ની વાત શાંતિપૂર્વક અને ગંભીરતા થી સાંભળી અને જવાબ આપ્યો કે પ્રકાશ હું તને એક વાર્તા સાંભળવું જેની અંદર તારી વાત નો જવાબ છુપાયેલો છે આમ કહી ને ગુરુ એ વાર્તા કહેવાનું શરુ કર્યું...

એક નાનકડું ગામ હતું. જેમાં ગામ લોકો એ મળી ને એક રૂમ બનાવ્યો હતો.

જેમાં એક હજાર અરીસા મુકવામાં આવ્યા હતા, બધા ને એ રૂમ માં જવાની છૂટ હતી. એક વખત એક નાની દીકરી ત્યાં ગઈ. અને રમવા લાગી ત્યારે એ દીકરી એ જોયું કે તેની સાથે બીજી એક હજાર દીકરીઓ રમવા લાગી ગઈ. જયારે એ દીકરી પોતાના હાથ થી એક તાલી વગાડે અને સામે એક હાજર દીકરી તાલિ વગાડતી દીકરી ને તો મજા આવી ગઈ. અને તેને તેના પિતાને કહ્યું કે આ તો દુનિયા ની સારા માં સારી જગ્યા છે જ્યાં હું રોજે રોજ આવીશ.

દીકરી ત્યાંથી ગઈ, ત્યાર પછી થોડીવારે ત્યાં એક ઉદાસ માણસ આવી ને બેસે છે. તેને જોયું તો તેની આજુબાજુ માં બધા ઉદાસ જ ભેગા થયા હતા. તે એક વ્યક્તિ ને ધક્કો મારે તો બાકી ના એક હજાર લોકો તેને ધક્કો મારે, બહાર નીકળતા નીકળતા તેને કહ્યું કે આ દુનિયા ની ખરાબ માં ખરાબ જગ્યા છે હું કદી પણ અહીંયા આવવા માંગતો નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ગુરુએ કહ્યું કે બસ આવી રીતે આ દુનિયા પણ આવો જ રૂમ છે જેમાં આવા અરીસા લાગેલ છે, આપણા મન માં જે પણ હોઈ પ્રકૃતિ આપણને એ જ વસ્તુ આપે છે. એટલા માટે મન ને સ્વરછ રાખી ને જીવન જીવો તો તમને અહીંયા જ સ્વર્ગ નો અનુભવ થશે, દુનિયા નો વાંક કાઢવા કરતા પહેલા આપણે આપણી જાત ને સુધારીએ અને આપણે જયારે સુધરી જઈશુ ત્યારે દુનિયા આપો આપ સુધરેલી દેખાશે.

પ્રકાશ ગુરુજીના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. પછી કહ્યું કે ગુરુજી હવે તમે ઉપદેશ આપ્યો એ પ્રમાણે જીવવાની કોશિશ કરીશ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team