એક માણસને ભિક્ષા માંગતો જોઈ અર્જુને તેને સોનામહોરો આપી, પરંતુ તેને બીજા દિવસે પણ ભિક્ષા માગતો જોઈ અર્જુને કારણ પૂછ્યું તો જવાબ સાંભળી…

એક વખત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણ ઉપર નીકળ્યા તો તેઓએ રસ્તા પર એક નિર્ધન માણસને ભિક્ષા માગતા જોયો, અર્જુનને આ માણસ ઉપર દયા આવી ગઈ એટલે તે માણસને તેણે સોના મહોરો ભરેલી એક થેલી આપી દીધી. જે પામીને તે માણસ ખૂબ જ ખુશ થઇ ગયો અને પોતાનું ભવિષ્ય આવે કેવું ઉજળું થઇ જશે તે વિચાર કરતો કરતો ઘર તરફ રવાના થઇ રહ્યો હતો.

પરંતુ તેના ભાગ્ય ખરાબ ચાલી રહ્યા હતા એટલે રસ્તામાં એક લૂંટારાએ તેની પાસેથી તેની થેલી છીનવી લીધી, ઘણા સમય સુધી લૂંટારા નો પીછો પણ કર્યો પરંતુ તે હાથમાં આવ્યો નહીં અંતે પેલો માણસ કંટાળી ને દુઃખી થઈને ફરી પાછો ભિક્ષાવૃત્તિ માં લાગી ગયો.

બીજા દિવસે જ્યારે ફરી અર્જુનની નજર તે માણસ ઉપર પડી ત્યારે માણસ ભિક્ષા માંગી રહ્યો હતો, એટલા માટે તેને તે માણસને આનું કારણ પૂછ્યું.

પેલા માણસે ગઇકાલે બનેલી ઘટના નું વિવરણ અર્જુનને જણાવ્યું, તે માણસ ની વાત સાંભળીને અર્જુનને ફરી પાછી તે માણસ પર દયા આવી ગઈ તેણે હવે વિચાર કર્યો કે શું કરવું અને આ વખતે તે માણસને એક અતિ કિંમતી મણી આપ્યો. જેની કિંમત ખુબજ વધારે હતી.

પેલો માણસ તે લઈને ઘરે પહોંચ્યો અને આટલો બધો કીમતી મણી હોવાને કારણે ક્યાં રાખવો ક્યાં રાખવો તેની મૂંઝવણમાં હતો અંતે ઘરમાં એક જુનો ઘડો ઘણા સમયથી પડયો હતો જેને ક્યારેય વાપરવામાં આવતો ન હતો, એટલે કોઈ આવીને ચોરી ન કરી જાય એના ડરથી પેલા માણસે મળીને તે ઘડા માં છુપાવી દીધો.

પરંતુ તેના નસીબ તેનો સાથ આપી રહ્યા ન હતા, આખો દિવસ ચાલી ચાલી ને તેનું શરીર દુખે રહ્યું હતું એટલે તરત જ તેને નિંદર આવી ગઈ. અને પાછળથી તે માણસ ની પત્ની નદીમાં પાણી ભરવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ તે જે ઘડો લઈને ગઈ હતી તે નીચે પડી ગયો અને પડતાની સાથે જ તે તૂટી ગયો. એટલે તેણે વિચાર્યું કે ઘરમાં એક જે જુનો ઘડો પડ્યો છે તેને લઈને આવું છું, કર્યા પછી ફરીને તે જુનો ઘડો પડ્યો હતો તેને લઈને નીકળી પડી.

અને તે ગળામાં તો મણિ હતો, જેવો તે ઘણો તેને નદીએ જઈને નદીમાં પાણી ભરવા માટે ડૂબાડીને કે તરત જ તે મણિ પાણીના પ્રવાહ સાથે વહેવા લાગ્યો.

જ્યારે પેલા માણસને આ વાતની ખબર પડી કે પત્ની જુનો ઘડો લઈને પાણી ભરવા ગઈ હતી તે ફરી પાછો પોતાના નસીબને કોસવા લાગ્યો, અને આખરે દુઃખ સહન કરીને પણ તે ફરી ભિક્ષા વૃત્તિ માં લાગી ગયો.

ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન એ જ્યારે સતત ત્રીજા દિવસે પેલા માણસને ભિક્ષા માંગતો જોયો, તો તેને કારણ પૂછ્યું.

એટલે પેલા માણસે તેને બધી વાત જણાવી તો એ સાંભળીને અર્જુનને ઘણી હતાશા થઈ અને મનોમન વિચારવા લાગ્યો કે લાગે છે કે આ માણસ ના નસીબ જ એટલા ખરાબ છે કે આ માણસના જીવનમાં ક્યારેય સુખ આવી નહીં શકે.

હવે આ સમયથી જ ભગવાન ની લીલાનો પ્રારંભ થયો, તેને પેલા માણસને બે મુદ્રા દાનમાં આપી.

ત્યારે અર્જુને ભગવાન ને પૂછ્યું કે મેં આપેલી સોનામહોરો અને ખૂબ જ કીમતી મણી પણ આ અભાગિયા માણસની દરિદ્રતા મિટાવી ન શક્યા તો તમારી આપેલી આ બે મુદ્રાથી તો શું થઈ જવાનું હતું?

આ સાંભળીને ભગવાન હસી પડ્યા અને અર્જુનને તે માણસની પાછળ પાછળ જવા માટે કહ્યું. રસ્તામાં પેલો માણસ તો વિચારતો વિચારતો જઈ રહ્યો હતો કે ભગવાને મને બે મુદ્રા તો આપી પરંતુ આ બે મુદ્રા માંથી એક માણસ માટે ભોજન પણ નહીં આવી શકે, ભગવાને આપી આપીને મને આવું તુચ્છ દાન કેમ કર્યું? ભગવાનની આ તે વળી કેવી લીલા હશે?

આવા વિચાર કરતો કરતો તે માણસ જઈ રહ્યો હતો એવામાં તેની નજર એક માછીમાર ઉપર પડી જે માછીમાર એક માછલી ને પકડી રહ્યો હતો અને તે માછલી પકડમાં તો આવી ગઈ હતી પરંતુ તે માછલી છૂટવા માટે તડપી રહી હતી.

પેલા માણસને તે માછલી પર દયા આવી ગઈ, તે માણસે વિચાર્યું કે ભગવાને આપેલી બે મુદ્રાઓથી પેટની આગ તો સમાપ્ત નહીં થાય પરંતુ બે મુદ્રા જો હું માછીમારને આપી દઉં તો તે આ માછલીના પ્રાણ બક્ષી દેશે.

એ વિચારીને તે માણસે માછલીનો શોધો કરી લીધો અને બે મુદ્રા આપીને માછલીને છોડાવી અને તરત જ પોતાના કમંડળમાં તે માછલીને રાખી દીધી અને તરત જ કમંડળમાં પાણી ભર્યું અને તે માછલીને નદીમાં છોડવા માટે ચાલી નીકળ્યો.

તે માણસ નદીના રસ્તા બાજુ જઈ રહ્યો હતો એવામાં તેને મંડળમાંથી કશો અવાજ આવ્યો એટલે કમંડળમાં જોયું તો માછલી તેના મોઢામાંથી કંઈક કાઢ્યું હોય તેવું લાગ્યું. પહેલા માણસે નજીકથી જોયું તો તેમાં એ જ મણી પડ્યો હતો જે મણી તેને ઘડામાં છુપાવ્યો હતો. પેલો માણસ ની ખુશીનો પાર ન રહ્યો તે તરત જ ખુશ થઈને રાડો પાડીને બોલવા લાગ્યો મળી ગયો મળી ગયો મળી ગયો…

એવામાં જ તે જ્યારે મળી ગયો એવું રાડો પાડી રહ્યો હતો ત્યારે જ બરોબર પેલો લૂંટારો કે જેણે માણસની સોના મહોરો લૂંટીને હતી તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. લૂંટારાએ માણસને રાડો પાડતા સાંભળ્યો કે મળી ગયો મળી ગયો, પેલા માણસના મોઢે થી આવું સાંભળીને લૂંટારો એકદમ ભયભીત થઈ ગયો.

તેને ડર લાગવા લાગ્યો કે આ માણસ તો મને ઓળખી ગયો છે એટલે જ રાડો પાડી રહ્યો છે, હવે જો મારી ફરિયાદ રાજદરબારમાં કરશે તો હું શું કરીશ? તે એટલો બધો ભયભીત થઈ ગયો કે પેલાં માણસ પાસે જઈને રડવા લાગ્યો અને માફી માંગી અને કહ્યું ભૂલ થઈ ગઈ મેં તમારી સોનામહોરો લૂંટી હતી અને તરત જ પેલી થેલી પાછી આપી દીધી.

આ જોઈને અર્જુન ભગવાન સામે નતમસ્તક થઈને જોઈ રહ્યા થોડા સમય પછી કહ્યું ભગવાન આતે તમારી કેવી લીલા છે? જે કામ થેલી ભરીને આપેલી સોના મહોર અને અતિ કિંમતી મણી પણ ન કરી શક્યા, તે તમે આપેલી બે મુદ્રા એ કરાવી નાખ્યું.

એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું અર્જુન આ આપણા વિચાર નું અંતર છે, જ્યારે તે પેલા માણસને સોનામહોરો આપી હતી અને તેને મળી આપ્યો હતો ત્યારે તે માણસ માત્ર પોતાના સુખ વિષે વિચારી રહ્યો હતો.

પરંતુ મેં જ્યારે તેને માત્ર બે મુદ્રાઓ આપી ત્યારે તેણે બીજાના દુઃખ ના વિશે પણ વિચાર્યું અને એના માટે જ આ સત્ય વાત છે કે જ્યારે તમે બીજાના દુઃખ ના વિશે વિચારો છો ત્યારે તમે બીજા લોકોનું ભલું કરી રહ્યા હોવ છો. ત્યારે તમે ઈશ્વર નું કાર્ય કરી રહ્યા હો છો અને ત્યારે ખુદ ભગવાન પણ તમારી સાથે હોય છે.

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ લેખને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

error: Content is Protected!