એક દીકરીએ વિદાય સમયે સ્ટેજ પર આવીને તેના માતા પિતા વિશે એવું કહ્યું કે લગ્નમાં હાજર બધી સ્ત્રીઓ રડવા લાગી કારણ કે…

ગીરીશભાઈ અને તેના પત્ની હર્ષાબેનના ઘરે તેમની એક ની એક દીકરી ડોલી ના લગ્ન ની જોરશોર થી તૈયારી કરી રહ્યા હતા. લગ્ન નું ખુબ જ ખર્ચાળ અને ધમાકેદાર આયોજન ચાલી રહ્યું હતું. અને લગ્ન ને હવે આઠ દિવસ જ બાકી હતા.

જોતજોતા માં આઠ દિવસ દોડાદોડીમાં ચાલ્યા ગયા, અને આજે એ દિવસ આવી ગયો, તેમની દીકરી ડોલી ના લગ્નનો. ગીરીશભાઈ અને હર્ષાબેન ના લગ્ન જીવન માં બહુ ઓછા દિવસો એવા હતા, જેમાં બંને પતિ પત્ની પ્રેમ થી અને શાંતિ થી ઘર માં રહ્યા હોય. પણ આજે બંનેની આંખોમાં દીકરી પરણી ને જવાની હોવાથી થોડી થોડી વારે આસું આવી જતા હતા.

દીકરી ના લગ્નમાં જાન પણ ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવવાની હતી. ગીરીશભાઈ અને હર્ષાબેન તેના બધા સગાઓને કહેતા થાકતા નહોતા કે મારી દીકરી ને પરણવા માટે રાજકુમાર આવી રહ્યો છે. અને બોલીને રાજકુમારીની જેમ રાખશે.

ટૂંક સમયમાં જ મહેમાનો આવી ગયા, આવેલી જાનનુ અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઘરના દરવાજે ઢોલ ને શરણાઈ વાગી રહ્યા હતા. મહેમાનોની આગતાસ્વાગતા હજુ ચાલી રહી હતી.

ડોલી પણ તેના લગ્ન થી ખુબ જ ખુશ હતી. સાથે સાથે એ વાતનું દુઃખ પણ હતું કે આજે તે તેના માતા પિતા ને છોડી ને સાસરે જશે. કારણ કે પોતે એકની એક દીકરી હતી અને તેના પિતાજી ની લાડલી હતી, તેને કોઈ વાત ની કમી કોઈ દિવસ આવવા દીધી નહોતી. અને તેના પિતાજી તેના વગર કેમ રહી શકશે એ વિચાર થી તેના મન માં દુઃખ વધુ થતું હતું.

આનંદથી લગ્ન ની વિધિ ચાલી રહી હતી. જે પૂર્ણ થયા પછી અનેક જાતના વ્યંજન થી ભરપૂર જમણવાર. અને જમણવાર પૂરો થતા જ ડોલી તેના પતિ ને લઇ ને સ્ટેજ પર આવી અને માઈક હાથમાં લીધું. અને બોલી અહીંયા પ્રસંગ માં આવેલી દરેક વ્યક્તિ નો હું આભાર માનું છું.

પોતાની વાત આગળ વધારતાં તેને કહ્યું કે બધા આવેલા મહેમાનો ને હું વિનંતી કરું છું કે, મારા ગયા પછી મારા માતા પિતા નું ધ્યાન રાખજો. કારણ કે એ લોકો હવે એકલા થઇ જશે. આ વાક્ય બોલતા બોલતા તે થોડી ભાવુક થઈ ગઈ.

થોડા સમય પછી સ્વસ્થ થઈને તેને ફરી પાછું કહ્યું કે હું મારા પિતાજીને અને બધી છોકરીઓ કે જેના લગ્ન થઇ ગયા હોઈ કે બાકી હોય તેના પિતાજી ને પણ એક વાત કહેવા માંગુ છું, કે તમે તમારી દીકરીઓ ને બહુજ પ્રેમ થી અને લાગણી થી મોટી કરી છે. અને તેના લગ્ન કરવા માટે એવા પતિ ની શોધ કરો છો જે તમારી દીકરીઓ ને રાજકુમાર જેવો પતિ મળે. અને દીકરી ને રાજકુમારી ની જેમ રાખે આ બધી વાત પરીકથા જેવી લાગે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel