એક દીકરીએ વિદાય સમયે સ્ટેજ પર આવીને તેના માતા પિતા વિશે એવું કહ્યું કે લગ્નમાં હાજર બધી સ્ત્રીઓ રડવા લાગી કારણ કે…

લગ્નમાં આવેલા બધા મહેમાનો સહિત ત્યાં હાજર રહેલા બધા લોકો એકદમ સ્તબ્ધ થઇ ગયા. એક સન્નાટો છવાઈ ગયો. બધા લોકો ડોલી ની સામે જોઈ રહ્યા હતા. આપ સૌ મહેમાનને હું એક વાત કહેવા માગું છું કે તમે જેની સાથે લગ્ન કર્યા છે, તેમાંથી કોઈએ પોતાની પત્નીને રાજકુમારી ની જેમ રાખી છે? શું તમે કોઈ એ તમારી પત્ની ને પરીકથા માં આવે છે, તેવું સુખ દીધું છે?

આપે બધા એ પત્ની સાથે લડાઈ ઝગડો કરવા સિવાય તેને એ સુખ કોઈ દિવસ આપ્યું? જે તેના માતા પિતા એ તેના લગ્ન કરતા સમયે કલ્પના કરી હતી. અને મારા માતા પિતા અત્યારે મારા માટે કરી રહ્યા છે, અને ભવિષ્ય માં બીજા પિતાઓ પોતાની લાડલી ને પરણાવશે ત્યારે કલ્પના કરશે.

ડોલીની માતા તથા ત્યાં હાજર રહેલી દરેક મહિલાઓ તે પછી તે જાન માં આવેલી હોય કે માંડવે બધી સ્ત્રીઓ રડી રહી હતી. અને દરેક પુરુષો ચુપચાપ, કાપો તો લોહી ના નીકળે તેવા સજ્જડ થઇ ગયા હતા.

વાત આગળ વધારતા ડોલી એ કહ્યું કે હજુ પણ આપણી પાસે સમય છે, મારા સાસરે ગયા પછી કે બાકી ની દીકરીઓ ના સાસરે ગયા પછી એટલીજ અપેક્ષા રાખો, જેટલી તમે તમારા ઘર માં આવેલી સ્ત્રીઓ ને દઈ શકો છો. અને તમારા ઘર માં આવેલી દીકરી ને માન સન્માન થી રાખશો તો તેના પિતા ને પણ શાંતિ મળશે અને એ ક્રમ ફરતો ફરતો આપણા ઘર સુધી આવશે.

એટલું કહી ને ડોલી દોડતી દોડતી તેના મમ્મી પપ્પા પાસે આવી અને બંને ને ભેટી પડી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડી.

એકવાર નક્કી કરજો ઘરમાં આવેલી વહુ કે જેને આપણે લક્ષ્મી કહીએ છીએ. તેને ઘર માં મન સન્માન મળશે તો તે આપણું ઘર જ સ્વર્ગ બનાવી દેશે, અને હા આવેલી દીકરી ની પણ ફરજ છે કે માન સન્માન મળે તેવી પાત્રતા પણ કેળવવી જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel