એક દીકરી ચોકલેટ આઇસ્ક્રીમ ખાવા હોટલમાં ગઈ ત્યારે તેની પાસે પૂરતા પૈસા હોવા છતાં તેને તેનાથી સસ્તો આઈસક્રીમ મંગાવ્યો. હોટલના માલિકે જ્યારે કારણ પૂછ્યું ત્યારે દીકરીએ એવું કહ્યું કે…

10 વર્ષ ની મોનિકા આજે ઘરે એકલી હતી. તેના મમ્મી પપ્પા લગ્ન પ્રસંગે સવાર થી બહાર ગયા હતા, મોનીકા ને સ્કૂલ માં વાર્ષિક પરીક્ષા આવતી હોવાથી તે લગ્ન માં નહોતી ગઈ. સવારે મમ્મી સાથે પાકો નાસ્તો કરી લીધો હતો. એટલે બહુ ભૂખ લાગી નહોતી.

પણ મમ્મી પપ્પા જતા જતા તેને પચાસ રૂપિયા આપતાં ગયાં તને ભૂખ લાગે તો સોસાયટી ની બહાર નાસ્તા વાળા ની દુકાને થી તારે જે ખાવું હોય તે લઇ ને ખાઈ લેજે અને ભણવામાં ધ્યાન આપજે ટીવી જોવા ના બેસતી.

બપોરે ત્રણ વાગ્યા એટલે મોનિકાને થોડી ભૂખ લાગે તેને વિચાર કર્યો કે કંઈક નાસ્તો લઈને આવું, એમ વિચારીને તે ઘરને તાળું મારીને બહાર ગઈ. આઇસક્રીમની દુકાન જોઇને તેને આઈસ્ક્રીમ ખાવાનો ખૂબ જ મન થઈ ગયું. અને નાસ્તાની બદલે તે આઈસક્રીમ ખાવા માટે તે દુકાને જતી રહી.

મેનુ કાર્ડ લઇને આઈસક્રીમના નામ અને ભાવ જોવા લાગી, ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનો ખૂબ જ હતું પરંતુ ચોકલેટ નો આઈસ્ક્રીમ ૫૦ રૂપિયાનો હતો. તેને વેઇટરને બોલાવી ને પૂછ્યું કે શું ચોકલેટ નો આઈસ્ક્રીમ નાની પ્લેટમાં મળી શકે?

આ સવાલ સાંભળીને વેઇટર જાણે જવાબ દઈ રહ્યો હોય તેમ તોછડાઈથી કહ્યું કે ના આવે અને આખી પ્લેટ નો ભાવ પચાસ રૂપિયા છે. ત્યાંથી જતો રહ્યો, અને મન માં ને મન માં બોલ્યો કે લોકો પણ પુરા પૈસા હોઈ નહિ અને. આવી જાય છે આઇસ્ક્રીમ ખાવા માટે…

થોડા સમય પછી મોનિકાએ ફરી પાછા વેઇટરને બોલાવ્યો અને કહ્યું મારા માટે એક વેનીલા આઇસક્રીમ ની પ્લેટ લઇ આવો. વેઇટર તરત જ વેનીલા આઈસ્ક્રીમ લઇ આવે છે અને મોનિકા નિરાંતે આઇસક્રીમ ખાઇને તેનું બીલ મંગાવે છે, વેનીલા આઈસ્ક્રીમ ના 35 રૂપિયા હોવાથી બિલ 35 રૂપિયા નું વેઇટર લઈને આવે છે.

મોનિકા એ પચાસ રૂપિયા ની નોટ મૂકી, વેઈટર બિલ એકાઉન્ટ માં જમા કરાવી ને પંદર રૂપિયા પાછા આપે છે. ત્યારે વેઈટર પણ વિચાર કરવા છે કે ચોકલેટ નો ભાવ જોઈ ને નાની પ્લેટ માંગી. અને વેનીલા ખાધી. પણ તેની પાસે તો ચોકલેટ ના રૂપિયા હતા, છતાં પણ તેને આવું કેમ કર્યું? વિચારતા વિચારતા તે મોનિકા ના ટેબલ પાસે આવે છે. અને તેને પંદર રૂપિયા ટેબલ પર રાખે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel