એક દીકરી ચોકલેટ આઇસ્ક્રીમ ખાવા હોટલમાં ગઈ ત્યારે તેની પાસે પૂરતા પૈસા હોવા છતાં તેને તેનાથી સસ્તો આઈસક્રીમ મંગાવ્યો. હોટલના માલિકે જ્યારે કારણ પૂછ્યું ત્યારે દીકરીએ એવું કહ્યું કે…

મોનિકા તેની જગ્યાએથી ઊભા થતા કહે છે કે, અંકલ આ તમારી ટીપ ના રૂપિયા છે. ત્યારે વેઈટર ને પણ લાગી આવ્યું કે મને ટીપ દેવા માટે તેને ભાવતો ચોકલેટ નો આઈસ્ક્રીમ ખાધો નહિ. અને મને ટીપ આપી.

તેને તરત જ તેને શેઠ પાસે જઈ ને આ વાત કરી ત્યારે શેઠ પણ તેનાથી ખુબ જ પ્રભાવિત થયા. અને તેને મોનિકા ને પોતાની પાસે બોલાવી ને પૂછ્યું કે તારી પાસે ચોકલેટ નો આઈસ્ક્રીમ ના રૂપિયા હતા. તો પણ તે ટીપ આપવા માટે વેનીલા નો આઈસ્ક્રીમ કેમ ખાધો?

ત્યારે મોનિકા એ જવાબ આપતા કહ્યું કે મારા પપ્પા જ્યારે પણ બહાર હોટેલ માં જાય, ત્યારે ટીપ આપતા. એક વખત મેં તેને પૂછ્યું કે પપ્પા આ શેના માટે આપો છો? આપણે બિલ તો આપી દીધું…

ત્યારે મારા પપ્પા એ કહ્યું કે વેઈટર ના ઘરે પણ તારા જેવા નાના બાળકો હોય તેના માટે આપણે આ રૂપિયા તેને આપીએ છીએ, જેનાથી તે પણ તેના બાળકો ને તે મોજશોખ ની કે ભણવાની ચીજવસ્તુ લઇ શકે.

કારણ કે તેના પગાર માં તો તેનું ઘર જ માંડ માંડ ચાલતું હોય. આ સાંભળી ને હોટલ નો માલિક ખુશ થઇ ગયો. અને એક ચોકલેટ નો આઈસ્ક્રીમ તેને તરફથી મોનિકા ને ગિફ્ટ માં આપ્યો. મોનિકા પણ તેનો મનપસંદ આઈસક્રીમ મેળવીને ખુશ થઈ ગઈ.

ઘરે જઈને જ્યારે માતા પિતા પાછા આવ્યા ત્યારે તેને બધી વાત કરી, ત્યારે તેના માતા-પિતા પણ ભાવુક થઈ ગયા. કારણકે તેઓ પણ વિચારવા લાગ્યા કે આપણે કહેલા થોડા શબ્દો ની બાળકો ઉપર કેવી ગંભીર અસર થાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel