એક કપલ ના લગ્ન થાય છે, પરંતુ લગ્નની પહેલી જ રાત્રે એવું બને છે કે તે બંનેનું આખુ જીવન...
એક માણસ ના લગ્ન થાય છે, તે માણસ નાનપણથી જ ઝઘડો કરવાની પ્રકૃતિ ધરાવતો હતો, સામાન્ય માણસમાં પણ ઝઘડો કરવાની પ્રકૃતિ હોય છે. માતા-પિતાએ વિચારીને તેના લગ્ન કરાવી દીધા કે કદાચ લગ્ન કર્યા પછી તેનો ગુસ્સો ઓછો થઈ જાય, થોડો પ્રેમ માં વ્યસ્ત થઈ જાય અને જીવનમાં ભૂલી જાય તો ઝઘડો ઓછો કરે.
લગ્ન થઈ ગયા અને તે માણસને જે રીતે ઝઘડો કરવાની ટેવ હતી એવી જ રીતે તેની પત્નીને પણ ઝઘડો કરવાની પ્રકૃતિ હતી. સ્ત્રીઓ માં પણ સામાન્ય રીતે ઝઘડો કરવાની પ્રકૃતિ જોવા મળતી હોય છે, એટલે તે છોકરીના માતાપિતાએ પણ એમ જ વિચાર્યું હતું કે લગ્ન થઈ જાય, પછી ઘર ગૃહસ્થી સંભાળે બાળક આવે અને સુવિધા થઈ જશે તો આપણી છોકરી ઝઘડો ઓછો કરી નાખશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ એક પતિ પણ ઝઘડો કરનારો અને પત્ની પણ ઝઘડો કરનારી એટલે સામસામે ખુબ જ ઝઘડો વધી શકે.
લગ્ન થયાને પહેલી જ રાતે બંને લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે તેઓને ગિફ્ટ માં શું આવ્યું છે, પહેલી ગીફ્ટ નો બોક્સ ત્યાં પડ્યું હતું તે ઉંચકયું અને પતિએ કહ્યું આમાં જોઈએ શું ભેટમાં મળ્યું છે. તે બોક્સ ત્યાં રાખીને ઉભો થઈને કહ્યું હું હમણાં ચાકુ લઈને આવું છું અને ચાકુથી જ ખોલવી પડશે.
પત્નીએ સામો જવાબ આપતા કહ્યું એક મિનિટ ઉભી જાવ, મારા ઘરમાં બહુ બધી ભેટ આવ્યા રાખે છે. અને અમે લોકો પણ બધા લોકોને ઘણી ભેટ આપતા રહીએ છીએ. તમે મને કોઈ લુચ્ચા લોકોના ઘરે થી આવનારી તો નથી સમજી રહ્યા ને? અને આવી સુંદર ભેટ ને ચાકુથી નહીં પરંતુ કાતરથી ખોલવી જોઇએ.
બંને વચ્ચે આ બાબત પર ઝઘડો શરૂ થઈ ગયો, લગ્નની પહેલી રાત એક બાજુ રહી ગઈ પરંતુ જાણે બંનેની ઈજ્જતનો સવાલ હોય તેમ આખી રાત તેઓ ઝગડતા રહ્યા અને ગીફ્ટ નું બોક્સ ખોલવામાં જ ન આવ્યું. અને વિવાદ આમ નામ ચાલતો રહ્યો કારણ કે બંનેના પરિવાર જાણે દાવ પર લાગી ગયા હોય ઍ રીતે પ્રતિષ્ઠાનો સવાલ હોય તેમ તેઓ ઝઘડો કરી રહ્યા હતા.
આ વાત ઘરમાં એટલી મોટી થતી ગઈ કે વર્ષો સુધી ઝઘડો આ વાત ઉપર તો કોઈ બીજી વાત પર થયેલ રાખતો, અને ચાકુ અને કા તો બંને ની વાત માં જાણે સિમ્બોલ બની ગયા કોઈ પણ ઝઘડો હોય તો મોટેથી પતિ રાડો પાડીને કહેતો કે ચાકુ અને પત્ની તરત જ સામે જવાબ આપીને કહેતી કે ચાકુ નહીં કાતર.
વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ બંને વચ્ચે ઝઘડો યથાવત્ રહ્યો, બંને ઝગડતા રહ્યા. અને પેલું ગિફ્ટ બોક્સ તો એમનેમ યથાવત ત્યાં ને ત્યાં ખુલ્યા વગર નું પડયું હતું કારણકે ત્યાં સુધી નક્કી જ ન થાય કે ચાકુથી ખોલીએ કાતરથી ત્યાં સુધી કેમ ખોલવું?
એક દિવસ ખૂબ વાત આગળ વધી ગઈ અને પતિ કંઈક સમજાવીને તેને કોઈ નદી કિનારે લઈ ગયો પછી બોટમાં બેસીને બંને ક્યાંક ઊંડુ પાણી હતું ત્યાં ચાલ્યા ગયા ત્યાં જઈને પતિ બોલ્યો કે હવે આ પાણી જોઈ લે. જો તું ડૂબી જશે તો તને કરતા નથી આવડતું હવે મને જવાબ આપ કે ચાકુ કે કાતર?
પત્નીએ તરત જ સામે જવાબ આપ્યો કાતર. તે પોતાના જીવ ની પણ પરવા કર્યા વિના પોતાની વાતને વળગી રહી. પતિએ પણ તેનો વિચાર બદલ્યો ન હતો તે પણ પોતાની વાતને વળગી રહ્યો હતો. એ બન્નેનું જીવન જ આખું આ વાત પર જાણે બરબાદ થઈ રહ્યું હતું.
પતિ એવું જ વિચારતો હતો કે પત્ની જીવન ખરાબ કરી રહી છે તે ક્યારેય એવું ન વિચારતો કે તે પોતે પણ ચાકુ ઉપર વળગેલો રહે છે. અને સામે પત્ની પણ એવું જ વિચારતી કે પતિ ના કારણે તેનું જીવન ખરાબ થઈ ગયું અને તે ક્યારેય ન વિચારતી કે તે પોતે પણ કાતર માં જ વળગી રહી છે.
પરંતુ તમે સાંભળ્યું હશે અને ઘણી વખત કહેવામાં પણ આવતું હોય છે કે પોતાનો દોષ હોય તો યુદ્ધના ક્ષણમાં, વિરોધના ક્ષણમાં અને ગુસ્સાના ક્ષણમાં દેખાતો નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલે કોઈને પણ પોતાના દોષ દેખાતો નથી ફરી પાછું બન્ને ઝઘડો કરવા લાગે છે. હોળીને ચલાવવાનું જે સાધન હોય તે સાધન વડે પતિ પત્ની ને ધક્કો મારે છે પત્ની નીચે પાણીમાં પડે છે. પાણીમાં ડૂબકી ખાઈને ફરી પાસે ઉપર આવે છે તો પતિ તેને પૂછે છે કે હવે છેલ્લી વખત જણાવી દે કાતર કે ચાકુ?
પત્ની બોલવાની હાલતમાં તો નથી હોતી પરંતુ હાથે થી ઈશારો કરી ને કાતર જવાબ આપે છે. અને આમને આમ બંને ની વાતો અને ઝઘડો ચાલ્યા રાખે છે પરંતુ કોઈ તેના નિર્ણય માંથી ફરવા માંગતો નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
શું તમે લોકોએ જીવનમાં ક્યારેય ધ્યાન આપ્યું છે કે આપણા જીવનમાં કેટલી નાની-નાની વાતો પર ઝઘડા થતા હોય છે? જાણે વાત તો એક બહાનું હોય છે પરંતુ આપણે જ ઝગડવા માંગતા હોઈએ એમ કોઈપણ બહાનું લઈને ઝગડતા હોઇએ છીએ.
યુદ્ધ માટે કોઈ મેદાન ની જરૂર નથી યુદ્ધ આપણા મનમાં જ છે. આ જીવન આપણને જીવવા માટે મળ્યું છે પરંતુ જીવવાની જગ્યાએ ઝઘડો કરતા રહીએ છીએ. જરૂરી નથી કે બધા લોકો ઝઘડો જ કરતા હોય છે પરંતુ સામાન્ય રીતે ઘણી વખત આવું જોવા મળતું હોય છે.
આ સ્ટોરી માંથી ઘણી શીખ લેવાની જરૂર છે કે નાની નાની વાતો કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકે અને તેનો અંજામ શું આવી શકે? જો આ સ્ટોરીનો મેસેજ તમને પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો.