એક અત્યંત સામાન્ય માણસ કે જે છાપા વેચતો, તેને એક દિવસ એક ગ્રાહકે એવું કહ્યું કે થોડા વર્ષોમાં તે છાપા વેચનાર વ્યક્તિ નું નસીબ...

નયનભાઈ નું 12 વર્ષ સુધીનું જીવન એકદમ સુખેથી પસાર થયું હતું. બાળપણથી જ સારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, ખૂબ જ સારું શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ અચાનક તેના પિતાને વેપારમાં ખૂબ જ મોટી નુકસાની આવી ગઈ હોવાથી તેની ભરપાઈ કરવા માટે ઘર દુકાન બધું વેચાઈ ગયું.

આર્થિક રીતે આખો પરિવાર બરબાદ થઈ ગયો અને સંજોગો અનુસાર નયનભાઈ નું ભણવાનું પણ બંધ થઈ ગયું, તેના પિતા કે જેનો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો હતો. એ પણ બધું છોડીને નોકરીએ લાગી ગયા અને અત્યારે શહેરના એક વિસ્તારમાં સૌથી ઓછા ભાડે મળે તેવી રૂમમાં બધા રહેવા લાગ્યા.

નયન ભાઈ પણ તેની નાની ઉંમરમાં પરિવારને સપોર્ટ કરવા ઇચ્છતા હતા, પોતે કામ મળે તે માટે ઘણું ફર્યા પરંતુ કામ શોધતા કાયમ તેને સાંભળવા મળતું કે તમારી ઉંમર નાની છે. અને બાર-તેર વર્ષના છોકરાને કોઈ કામ પણ આપે નહીં.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને તે સોળ વર્ષના થઈ ગયા, 16 વર્ષના થયા પછી નયનભાઈ એ ન્યુઝ પેપર વેચવાનું ચાલુ કર્યું. પણ તે કામ તો સવાર ના 4 વાગ્યા થી 9 વાગ્યા સુધી નું હતું. જેથી એક ઓફિસમાં 10 વાગ્યાથી સાંજ ના 6 વાગ્યા સુધી ની નોકરી શોધી લીધી.

અને ખુબ જ મહેનત થી અને ઈમાનદારી થી કામ કરવા લાગ્યા. હવે ઘર માં પણ થોડી રાહત રહેતી, સમય જતા નયનભાઈ ના લગ્ન થયા તેની પત્ની પણ એકદમ શાંત અને સમજુ હતી. તે પણ નયનભાઈ ને કામ માં મદદ કરી શકે તે માટે એક કારખાને થી સમાન પેકીંગ માટે લાવતા. અને ઘરે બેઠા જ મજૂરી કામ કરતા.

સમય જતા નયન ભાઈ ને ત્યાં એક દીકરો અને ત્યાર બાદ એક દીકરી નો જન્મ થયો, હવે ઘર ની જવાબદારી વધતી જતી હતી. નયનભાઈ પોતે કોઈ નાનો માણસ હોય કે મોટા શેઠ બધા ની સાથે પ્રેમથી અને શાંતિ થી વર્તન કરતા.

વર્ષો જૂનો ન્યૂઝ પેપર નો ધંધો હોવાથી ઘણા દુકાનદાર ની સાથે સારો અને નિસ્વાર્થ સંબંધ બાંધી લીધો હતો. અને સમય મળે ત્યારે તે બધા શેઠ ની પાસે જાય, અને તેની સાથે ની વાતચીતો માંથી તેને ઘણું બધું જાણવા પણ મળતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને બધા શેઠ પણ તેને માન થી બોલાવતા એક વખત એક શેઠ પાસે બેઠા હતા, ત્યારે નયનભાઈ એ શેઠને કહ્યું કે ઘર માં માતા પિતા અમે બે અને બે બાળકો છે. કામ કરું છું. અને નોકરી પણ કરું છું. તેમાં મારુ ઘર ચાલી જાય છે.

પણ હવે મને મારા બાળકો ની ચિંતા થાય છે મારે તેને ભણાવી ગણાવી ને આગળ લાવવા છે. કારણ કે મારા નાનપણ માં તો હું અમારી નબળી પરિસ્થિતિ ના કારણે ભણી શક્યો નથી. તેથી સારી આવક થાય તેવું કોઈ કામ મળતું નથી. અને મૂડી પણ નથી કે હું પોતાનું કામ ધંધો કરી શકું.

ત્યારે શેઠ ની પાસે શહેર ના બીજા વિસ્તાર માં દુકાન ખાલી પડી હતી અને નયનભાઈ ને કહ્યું કે તમે સંભાળો તો હું એ દુકાન માં માલ ભરી આપું પણ મારી એક શરત છે હું તમને પગાર ની બદલે ભાગ આપીશ. જેથી તમે ગ્રાહક સાથે જેટલો સારો વહેવાર કરશો. એટલા નવા ગ્રાહક આવશે. અને નફો વધશે તેમ તમારો ભાગ પણ વધશે.

નયન ભાઈ એ શરત મંજુર રાખી અને જૂની નોકરી છોડી ને પોતે દુકાન સાંભળવા લાગ્યા. એકાદ વર્ષ માં તો નયનભાઈ ના સારા સ્વભાવ અને શાંતિ થી વર્તન કરતા હોવાથી દુકાન નું નામ થઇ ગયું. અને બહુ સારી ચાલવા લાગી.

જેનો શેઠ ને અને નયનભાઈ ને બંને ને ફાયદો મળવા લાગ્યો. અને આવતા દસ બાર વર્ષ માં નયનભાઈ ના દીકરો એન્જીનીયર અને દીકરી ને ડોકટર બની ગયા, આજે નયનભાઈ ને સંતોષ એ વાત નો હતો કે પોતે ભણી શક્યા નહિ, પણ તેના સંતાનો ભણી ને આગળ આવી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

નયનભાઈ બેઠા બેઠા વિચારતા હતા કે નાના માં નાની પરિસ્થિતિ માંથી બાળકો ને મોટા કરવા અને ભણાવી ને આગળ લાવવા તે સમય અનુસાર ખુબજ કઠિન હતું. પણ ઈમાનદારી થી કરેલું કામ અને કોઈ પણ પરિસ્થિતિ માં બધા ની સાથે રાખેલો સારો સંબંધ હતો કે તેના દીકરો દીકરી ભણી ને આગળ આવી શક્યા.

આર્થિક પરિસ્થિતિ સારી કે ખરાબ હોય પણ માનસિક પરિસ્થિતિ આપણે સારી રાખી શકીયે તો કોઈ પણ કાર્ય માં સફળતા મળવાના ચાન્સ વધી જાય છે. અને નયનભાઈ નો દાખલો આપણી સામે છે. સારા સંસ્કાર સારો સ્વભાવ અને સારું વર્તન હશે તો ગમે તેવી ખરાબ પરિસ્થિતિ નું નિર્માણ થાય આપણી પાસે રૂપિયા ના હોય તો પણ આપણું કામ ભગવાન અટકવા દેતા નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team