એક અત્યંત સામાન્ય માણસ કે જે છાપા વેચતો, તેને એક દિવસ એક ગ્રાહકે એવું કહ્યું કે થોડા વર્ષોમાં તે છાપા વેચનાર વ્યક્તિ નું નસીબ…

પણ હવે મને મારા બાળકો ની ચિંતા થાય છે મારે તેને ભણાવી ગણાવી ને આગળ લાવવા છે. કારણ કે મારા નાનપણ માં તો હું અમારી નબળી પરિસ્થિતિ ના કારણે ભણી શક્યો નથી. તેથી સારી આવક થાય તેવું કોઈ કામ મળતું નથી. અને મૂડી પણ નથી કે હું પોતાનું કામ ધંધો કરી શકું.

ત્યારે શેઠ ની પાસે શહેર ના બીજા વિસ્તાર માં દુકાન ખાલી પડી હતી અને નયનભાઈ ને કહ્યું કે તમે સંભાળો તો હું એ દુકાન માં માલ ભરી આપું પણ મારી એક શરત છે હું તમને પગાર ની બદલે ભાગ આપીશ. જેથી તમે ગ્રાહક સાથે જેટલો સારો વહેવાર કરશો. એટલા નવા ગ્રાહક આવશે. અને નફો વધશે તેમ તમારો ભાગ પણ વધશે.

નયન ભાઈ એ શરત મંજુર રાખી અને જૂની નોકરી છોડી ને પોતે દુકાન સાંભળવા લાગ્યા. એકાદ વર્ષ માં તો નયનભાઈ ના સારા સ્વભાવ અને શાંતિ થી વર્તન કરતા હોવાથી દુકાન નું નામ થઇ ગયું. અને બહુ સારી ચાલવા લાગી.

જેનો શેઠ ને અને નયનભાઈ ને બંને ને ફાયદો મળવા લાગ્યો. અને આવતા દસ બાર વર્ષ માં નયનભાઈ ના દીકરો એન્જીનીયર અને દીકરી ને ડોકટર બની ગયા, આજે નયનભાઈ ને સંતોષ એ વાત નો હતો કે પોતે ભણી શક્યા નહિ, પણ તેના સંતાનો ભણી ને આગળ આવી ગયા.

નયનભાઈ બેઠા બેઠા વિચારતા હતા કે નાના માં નાની પરિસ્થિતિ માંથી બાળકો ને મોટા કરવા અને ભણાવી ને આગળ લાવવા તે સમય અનુસાર ખુબજ કઠિન હતું. પણ ઈમાનદારી થી કરેલું કામ અને કોઈ પણ પરિસ્થિતિ માં બધા ની સાથે રાખેલો સારો સંબંધ હતો કે તેના દીકરો દીકરી ભણી ને આગળ આવી શક્યા.

આર્થિક પરિસ્થિતિ સારી કે ખરાબ હોય પણ માનસિક પરિસ્થિતિ આપણે સારી રાખી શકીયે તો કોઈ પણ કાર્ય માં સફળતા મળવાના ચાન્સ વધી જાય છે. અને નયનભાઈ નો દાખલો આપણી સામે છે. સારા સંસ્કાર સારો સ્વભાવ અને સારું વર્તન હશે તો ગમે તેવી ખરાબ પરિસ્થિતિ નું નિર્માણ થાય આપણી પાસે રૂપિયા ના હોય તો પણ આપણું કામ ભગવાન અટકવા દેતા નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel