ડોક્ટરે કહ્યું શરીરમાં કોઈ દવા કામ નથી કરી રહી, હવે માત્ર સેવા કરો. નીતાબેન ઘરે આવ્યા પછી થોડા જ દિવસમાં એવો ચમત્કાર થઈ ગયો કે તેઓની તબિયત…

ઘણા સમયથી નીતાબહેન ની તબિયત ખરાબ રહેતી હતી. એટલા માટે જ નીતાબહેન ની સાર સંભાળ કરવા માટે ઘરે બે નર્સ હતી. ડોક્ટરોએ પણ જાણે પોતાના હાથ ઉંચા કરી લીધા હતા એમ કહીને કે તમારાથી જે સેવા થાય તે કરો, બાકી દવા હવે નીતાબેન ના શરીર માં કામ નથી કરી રહી.

ડોક્ટરના મોઢેથી આવું સાંભળ્યું હતું એટલે નીતાબેન ના દિકરા તેના બંને બાળકોને હોસ્ટેલમાંથી ઘરે બોલાવી લીધા. કારણકે હવે નીતાબેન પાસે વધારે સમય ન હતો અને બંને દીકરા સાથે પોતાનો છેલ્લો સમય વિતાવે તો નીતાબેન ને પણ ખુશી મળે એવું માનીને દીકરાએ છોકરાઓને હોસ્ટેલમાં થી પાછા બોલાવ્યા હતા.

નીતાબેન નો દિકરો અને તેની વહુ બંને નોકરી કરતા હતા એટલે સવારના જ બધું કામ કરીને બંને પતિ પત્ની નોકરી પર જતા રહેતા. પાછળથી ઘરમાં બે નર્સ, બંને બાળકો અને દાદી રહેતા. બંને બાળકો થોડી થોડી વારે દાદીના રૂમમાં આવીને દાદી ને જોતા દાદી જાગતા હોય તો તેની સાથે વાત કરી શકે.

error: Content is Protected!