ડોક્ટરે કહ્યું શરીરમાં કોઈ દવા કામ નથી કરી રહી, હવે માત્ર સેવા કરો. નીતાબેન ઘરે આવ્યા પછી થોડા જ દિવસમાં એવો ચમત્કાર થઈ ગયો કે તેઓની તબિયત…

દાદીની આંખ જેવી ખુલી કે તરત જ બંને બાળકો તેને ભેટી પડ્યા, બાળકો એ કહ્યું દાદી પપ્પા કહેતા હતા કે તમે ખૂબ જ સારું ખાવાનું બનાવો છો, અમે હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે અમને હોસ્ટેલનું ખાવાનું જરા પણ સારું નથી લાગતું. શું તમે અમારા માટે ખાવાનું બનાવી આપશો?

દાદી અને તેના દીકરાના બાળકો વચ્ચે આ વાર્તાલાપ સાંભળી ને નર્સ બંને બાળકોને ખીજાવા લાગી અને બંનેને રૂમમાંથી બહાર જવાનું કહ્યું… નર્સે બાળકોને એટલા માટે રૂમની બહાર કાઢ્યા કે દાદી ને આરામની સખત જરૂર હતી અને એવામાં બાળકો તેને જમવાનું બનાવવાનું કહી રહ્યા હતા.

પરંતુ નર્સ ના આશ્ચર્યની વચ્ચે નીતાબેન પોતાના પલંગ પર થી ઉભા થઈને નર્સને ખીજવવા લાગ્યા, અને કહ્યું તમે બંને અહીંથી જતી રહો, તમને મારા બાળકોને ખીજાવાનો અધિકાર કોને આપ્યો છે? ખબરદાર જો મારા બાળકોને ખીજાવાની કોશિશ કરી છે તો…

error: Content is Protected!