દીકરી તેની બહેન માટે ગિફ્ટ લેવા આવી, અને કહ્યું આ ગીફ્ટ મારા મમ્મી મારી બહેનને આપશે. તેને પૂછ્યું તું કેમ નહીં આપે? તો તે દીકરીએ રડતા રડતા કહ્યું…

હું ખરીદી કરવા ગયો હતો. ખરીદી કરી ને ઘરે પાછો આવતો હતો, ત્યાં જ મારી નજર એક રમકડાં ની દુકાન માં પડી. એટલે એમ થયું કે ચાલો એક નાનું રમકડું મારા પૌત્ર માટે લેતો જાવ. તે રાજી થશે હું દુકાન માં અંદર દાખલ થયો.

ત્યારે એક આઠેક વર્ષ ની દીકરી એક ઢીંગલી જોઈ રહી હતી. અને તેને પસંદ આવતા તેનો ભાવ પૂછી રહી હતી. દુકાનદારે ભાવ કહેતા તે તેની સાથે લાવેલું પરચુરણ કાઢી અને કાઉન્ટર ઉપર રાખ્યું. અને કહ્યું કે આટલા પૈસા માં આ ઢીંગલી આવી જશે ને દુકાનદારે ગણતરી કરી ને કહ્યું કે આ પૈસા પુરા નથી એટલે ઢીંગલી તેમાં નહિ આવે. બીજા પૈસા લઇ ને આવ. એટલે હું તને આ ઢીંગલી આપીશ.

ત્યારે એ દીકરી એ મારી સામે જોઈ ને કહ્યું કે તમે પૈસા ગણી ને મને કહો કે પૈસા પુરા છે કે નહિ ત્યારે મેં તેની પાસે જઈ ને પૂછ્યું કે તું આ ઢીંગલી તારા માટે ખરીદવા આવી છે ત્યારે તેને જવાબ આપતા કહ્યું કે ના આ ઢીંગલી હું મારી બેન માટે લેવા આવી છું. તેને આ ઢીંગલી બહુ પસંદ છે, અને હું તેના જન્મદિવસ ની ગિફ્ટ માટે ખરીદી કરવા આવી છું.

એટલે મેં તેને પૂછ્યું કે તું ગિફ્ટ દેવાની? તો જવાબ માં કહ્યું કે ના હું આ ગિફ્ટ મારી મમ્મી ને દેવાની અને મારી મમ્મી મારી બેન ને આપશે, મેં પૂછ્યું કે મમ્મી કેમ આપશે? તું પોતે નહીં આપે? આ સવાલ સાંભળીને તેના આંખ માં આંસુ આવી ગયા. અને કહ્યું કે મારી બેન ભગવાન ના ઘરે ગઈ છે. અને પપ્પા કહે છે કે તારી મમ્મી પણ જલ્દી તારી બેન પાસે એટલે કે ભગવાન ના ઘરે જવાની છે. તો મને વિચાર આવ્યો કે મારી બેન ને ગમતી ઢીંગલી હું મારી મમ્મી સાથે જ મોકલી આપું.

અને થોડા સમય માં બેન નો જન્મદિવસ પણ આવે છે પપ્પા કહે છે કે તારી નાની બેન એકલી છે તેને ત્યાં ગમતું નથી. એટલે ભગવાને તારી મમ્મી ને પણ બેન સાથે રોકાવવા બોલાવી છે. આટલું સાંભળતા જ મારો હાથ સીધો ખીસા માં ગયો અને તેના પૈસા પડ્યા હતા. તેની સાથે થોડા મેં પણ મૂકી દીધા તેને ખબર ના પડે એવી રીતે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel