દીકરીના લગ્ન માટે મકાન વેચવા મૂક્યું હતું, એક ગ્રાહક મકાન જોવા આવ્યા તો તેને જોઈને દીકરીની માતા ખુરશી પરથી ઉભા થઇ ગયા. દલાલે પૂછ્યું આ કોણ છે? તો દીકરીની માતાએ કહ્યું…

રમાબેન તેની દીકરી કવિતા સાથે ઘરમાં એકલાં જ રહેતાં હતાં, બેંકમાં ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈને તેઓ કવિતા સાથે ઘરમાં રહેતા હતા. તેના પતિનું મૃત્યુ ઘણા વર્ષો પહેલા લાંબી બીમારીથી થઈ ચૂક્યું હતું. દીકરી અને માતા બંને એકલા જ ઘરમાં રહેતા હતા.

તેઓ પાસે એક નાની દુકાન હતી પરંતુ તેના પતિની ખરાબ તબિયત ના હિસાબે તે પણ બંધ કરીને વેચી દેવી પડી હતી અને ઘરમાં રહેલી બધી બચત પણ બીમારીની સારવારમાં સાફ થઈ ચૂકી હતી. તેમ છતાં રમાબેન ને પેન્શનની આવક હોવાથી ઘરનું ગુજરાન થઈ જતું.

ધીમે ધીમે દીકરી મોટી થવા લાગી અને સહજ રીતે રમાબેન ને દીકરીના લગ્નની ચિંતા થવા લાગી, પોતાના પતિ પણ હાજર નહોતા અને દીકરીના લગ્ન કઈ રીતે કરવા આ બધી ચિંતા રમાબેન માથે આવી પડી હતી. દીકરીના લગ્નમાં જરૂરી રૂપિયાની સગવડ કરવા માટે તેઓએ પોતાનું મકાન વેચવા માટે મૂકી દીધું હતું.

પરંતુ બજારમાં મંદી ચાલતી હોવાથી ઘણા લોકો એ મકાન અડધા ભાવે વેચાતું લેવા માટે તૈયાર થઈ જતા કારણકે ઘણા લોકો જાણતા હતા કે રમાબેન ને પૈસાની જરૂરિયાત હોવાથી અંતે તેઓ કંટાળીને કોઈપણ ભાવે મકાન વેચવા માટે તૈયાર થઇ જશે.

એક દિવસ એક દલાલ મકાન જોવા માટે ગ્રાહકને લઈને રમાબેન ની ઘરે આવ્યા. જે ભાઈ મકાન જોવા આવ્યા તે ભાઈ ને જોઈને રમાબેન પોતાની ખુરશી પરથી ઉભા થઇ ગયા. કારણ કે જે માણસ મકાન જોવા આવ્યા હતા તેને ઓળખવામાં માત્ર રમાબેન ને 10 સેકન્ડનો જ સમય લાગ્યો.

દલાલે પણ પૂછ્યું કે અરે રમાબેન તમે આ રીતે અચાનક ઉભા કેમ થઇ ગયા? ત્યારે રમાબેને તેની ઓળખાણ આપતા દલાલ ને કહ્યું કે, આ બીજું કોઈ નહીં પરંતુ હું જ્યારે પહેલી નોકરીમાં લાગી હતી ત્યારે તેઓ તે બેંકમાં મેનેજર હતા.

આ વાતને 30 વર્ષ થઈ ચૂક્યા હતા, ૩૦ વર્ષ પછી તેઓ ફરી પાછા એકબીજાને મળ્યા. ત્રીસ વર્ષ પહેલા ઈમાનદારી અને નિષ્ઠા થી કરેલી નોકરી ના હિસાબે દોશી સાહેબે આજે પણ પુરા મન થી રમાબેન સાથે વાતચીત કરતા હતા.

મકાન જોયા પછી દોશી સાહેબ બેસી ને વાતચીત કરતા હતા, અને રમાબેન ને પૂછ્યું કે આવું સારું મકાન કેમ વેચવું છે? ત્યારે રમાબેને દીકરીના લગ્નની વાત કરી, એવામાં જ ત્યાં દીકરી કવિતા ચા નાસ્તો લઇ ને આવી. અને દોશી સાહેબ એ રમાબેન ને કહ્યું કે તમારે દીકરી ના લગ્ન કરવા માટે મકાન વેચવું છે, પણ તમને જો એવા સગા મળી જાય કે આ મકાન વેચવા વેચવું જ નો પડે તો?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel