દીકરી લવમેરેજ કરીને આવી તો પિતાએ તેને ઘરમાંથી કાઢી મુકી, પણ વર્ષો પછી એવું બન્યું કે દીકરી…

સાક્ષી તેના પિતાની એકની એક દીકરી હતી અને સાક્ષી જ્યારે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ તેના માતા અવસાન પામ્યા હતા, એટલે ઘરમાં સાક્ષી અને તેના પિતા બંને એકલા જ રહેતા હતા. તેની માતા ના ગયા પછી પણ પિતાએ તેને દીકરીને મોટી કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખેલી.

દીકરીને ભણાવી ગણાવીને આગળ લઈ આવ્યા દીકરી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહી હતી, અને બધું સારું ચાલી રહ્યું હતું. એક દિવસ અચાનક સાક્ષી તેના પિતા પાસે આવી અને તેની સાથે એક છોકરો પણ હતો, તે તેના પિતા પાસે લવમેરેજ કરીને આવી હતી. આવીને તેના પિતા ને કહેવા લાગી કે પપ્પા મેં મારા પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે.

તેના પિતા આ બધું જોઈને અત્યંત ગુસ્સે થઈ ગયા. પરંતુ તે ખૂબ જ સમજદાર વ્યક્તિ હોવાને કારણે તેને તેની દીકરીને માત્ર એટલું જ કહ્યું મારા ઘરમાંથી નીકળી જાઓ.

સાક્ષીએ જવાબ આપતા કહ્યું પણ પપ્પા, અમને આશીર્વાદ આપો. અને થોડા દિવસ માટે અહીં રહેવા દો પછી અમે બંને કોઈપણ જગ્યાએ જગ્યા મળે ત્યાં રહેવા જતા રહીશું.

પરંતુ સાક્ષીના પિતા એ દીકરીના એક વચન ન સાંભળ્યા અને દીકરીને ઘરની બહાર કાઢી મૂકી. આ વાતને પણ ધીમે ધીમે સમય થતો ગયો. વર્ષો વીતી ગયા, એ વર્ષોમાં પણ ઘણું બદલાઈ ચૂક્યું હતું.

સાક્ષીના પિતા આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા અને સાક્ષીએ જે છોકરા સાથે લગ્ન કર્યા હતા દુર્ભાગ્ય વશ એ છોકરો પણ તેને દગો આપીને ચાલ્યો ગયો, સાક્ષી હવે તેના બંને સંતાનો સાથે એકલી જ રહેતી હતી. અને એક કંપનીમાં સાધારણ નોકરી કરી રહી હતી જેમાંથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ સાક્ષીને જ્યારે ખબર પડી કે તેના પપ્પા આ દુનિયામાં નથી રહ્યા ત્યારે તેને મનમાં વિચાર્યું જે થયું સારું થયું કારણકે એને પણ મને ઘરમાંથી કાઢી મુકી હતી, અને મને રસ્તામાં ભટકતી છોડી હતી મારો પતિ પણ મને દગો લઈને ચાલ્યો ગયો તેમ છતાં મને ઘરે રહેવા માટે ન બોલાવી, મારે એ ઘરે જવું જ નથી અને તેની અંતિમ યાત્રામાં પણ જવું નથી.

પરંતુ સાક્ષીને આ સમાચાર આપવા આવેલી તેની કઝિન બહેને કહ્યું સાક્ષી જવા વાળા વ્યક્તિ તો ચાલ્યા ગયા છે હવે એની સાથે કેવી દુશ્મની? પહેલા સાક્ષી ના પાડતી રહી પરંતુ થોડા સમય પછી તેને કહ્યું કે ચલો હું અંતિમયાત્રામાં આવીશ માત્ર એ જોવા માટે કે જે માણસે મને ઠુકરાવી તે માણસ ને મર્યા પછી કઈ રીતે શાંતિ મળે છે?

સાક્ષી જ્યારે ઘરે પહોંચી ત્યારે અંતિમ યાત્રાની તૈયારી થઈ ચૂકી હતી બધા લોકો ત્યાં હાજર હતા બધા લોકો સાક્ષીના પિતા ના જતા રહેવા થી રડી રહ્યા હતા પરંતુ સાક્ષી એક ખૂણામાં એમને એમ ઊભી હતી, તેના ચહેરા ઉપર જરા પણ દુઃખ નહોતું તે માત્ર તેની કઝિન બહેનના બોલાવવાના કારણે આવી હતી.

બધી વિધિ પૂરી થઈ ગયા પછી બધા લોકો તેના પિતા નું તેરમું હતું તેની માટે ભેગા થયા હતા. તેની કઝિન બહેન પણ આવી હતી, બધી વિધિ પૂરી થઈ ગયા પછી સાક્ષીની કઝિન બહેન તેની પાસે આવી અને એક કવર આપતા આપતા તેને કહ્યું આ કવર તારા પિતાએ મને આપ્યું હતું અને તને આપવા માટે કહ્યું હતું આમાં એક ચિઠ્ઠી છે. જો વાંચી શકાય તો વાંચી લેજે… આટલું કહીને તેની બહેન પણ જતી રહી.

બધા મહેમાન વિધિ પૂરી થયા પછી ઘરે જતા રહ્યા અને સાક્ષી તેની કઝિન બહેને આપેલી ચિઠ્ઠી વાંચવા લાગી. ચિઠ્ઠીમાં પહેલું વાક્ય વાંચીને તેનો બધો ગુસ્સો ઠંડો પડી ગયો,

ચિઠ્ઠીમાં લખ્યું હતું મારી પ્રેમાળ દીકરી સાક્ષી, મને ખબર છે કે તું મારાથી નારાજ અને ગુસ્સામાં બંને છો. પરંતુ જો થઈ શકે તો તારા પિતાને માફ કરી દેજે હું જાણું છું કે મેં તને ઘરમાંથી કાઢી મુકી હતી, તારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી અને અહીંથી ત્યાં ધક્કા ખાઈ રહી હતી પરંતુ હું પણ ઉદાસ હતો, તને હું કઈ રીતે સમજાવી શકું?

તને યાદ હોય તો જ્યારે તું દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે તારી માતા આપણને છોડીને ચાલી ગઈ હતી, એ સમયે તો ખૂબ જ રડતી હતી. આખી આખી રાત જાગતી હતી, અને દસમાની પરીક્ષા આપવાની પણ તે ના પાડી હતી. પરંતુ તારું ભવિષ્ય ન બગડે એ માટે થઈને હું પણ તારી સાથે આખી રાત જાગતો, તને રાતના વાંચતી હોય ત્યારે જે નાસ્તો કરવો હોય તે નાસ્તો પણ બનાવી દેતો, અને તને અમુક વસ્તુ મારા હાથની ન ભાવતી તેમ છતાં હું ફરી પ્રયત્ન કરીને એને નવી બનાવતો કારણકે જેથી તારું જમવાનું ન બગડે.

તારી મમ્મીના જવાનું દુઃખ મને પણ એટલું જ હતું પરંતુ તને કાયમ હસી ને ખુશ રાખવાની કોશિશ કરતો કારણ કે જો હું જ રડીશ તો તારા માં કઈ રીતે હિંમત આવશે? એટલા માટે જ હું પણ તને હસ આવવાની કોશિશ કરતો. જેમ તેમ કરીને બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી બીજું બોર્ડ એટલે કે હાઇસ્કુલ આવી ત્યારે પણ આખી રાત તું ભણતી અને હું ગરમ નાસ્તો ચા વગેરે બનાવતો અને તારી સાથે જાગતો પણ ખરો. આવી કેટલીય વસ્તુ છે જે હું કશું જ બોલ્યા વગર સહન કરતો ગયો છું જેથી કરીને તારું ભવિષ્ય ન બગડે અને તો સરખી રીતે સારું ભણી શકે.

તારી નોકરી લાગ્યા પછી ઘણી વખત મોડી રાત્રે આવવાનું થતું, અને ઘણી વખત તને કોઈ છોકરાઓ પણ મુકવા આવતા પરંતુ મેં એ વાતો ઉપર કોઇ દિવસ ધ્યાન નથી આપ્યું. અને તું એક દિવસ અચાનક એક છોકરા સાથે લગ્ન કરીને આવી એ પણ એવા છોકરા સાથે જેના વિશે તું કશું જાણતી નથી.

એ છોકરા વિશે મેં બધી તપાસ કરાવી ત્યારે ખબર પડી કે પૈસા અને વાસના માટે થઈને ઘણી છોકરીઓને તે દગો આપી ચૂક્યો છે. હું તને એ વખતે ઘણું સમજાવાની કોશિશ કરતો પરંતુ પ્રેમમાં આંધળી થઈ ચૂકેલી તું કશું સમજી નહીં અને તે એક વખત પણ મને જરા પૂછ્યું નહીં અને સીધી લગ્ન કરીને જ આવી ગઈ.

એક પિતા ની દીકરી ના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવાની ઘણી ઇચ્છા હોય છે એમ મારા પણ ઘણા અરમાન હતા પરંતુ તે આવું કરીને મારા બધા સપના તોડી નાખ્યા. આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી પરંતુ હું એટલા માટે જણાવું છું કે જેથી કરીને તને ખબર પડે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ સિવાય ઘરના કબાટમાં સોનુ રાખેલું છે તે તારા લગ્ન માટે ખરીદેલું હતું એ સિવાય તારા મમ્મી નું પણ એમાં જ પડ્યું છે. ત્રણ ઘર અને બીજી જમીન વગેરે બધી તારા અને તારા બાળકોના નામે કરી છે અને બેંકમાં પણ થોડા પૈસા પડ્યા છે એ તારે જોઈતા હોય ત્યારે લઈ લેજે.

બસ હવે મારે એટલું જ કહેવું છે કે જો કદાચ તું મને વહેલો સમજી હોત તો હું તારો દુશ્મન નહીં પરંતુ તારો પિતા જ હતો. ઘણી વખત મને લોકોએ કહ્યું હતું કે તમે બીજા લગ્ન કરી લો પરંતુ માત્ર ને માત્ર તારા માટે તને બીજી માતાથી કોઈ તકલીફ ન થાય એ માટે મેં બીજા લગ્ન ન કર્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અંતે બસ એટલું જ કહીશ કે જે દિવસે તું લગ્ન કરીને ઘરે આવી હતી, એ દિવસે તારા પિતા પહેલી વાર તુટી ગયા હતા. તારી માતા ના ગયા પછી પણ આટલો નથી રડયો જેટલો એ વખતે અને એ દિવસ પછી દરરોજ રડ્યો.

એટલા માટે નહીં કે સમાજ શું કહેશે, પરંતુ એટલા માટે કે જે દિકરી નાની હતી ત્યારે વોશરુમ જવું હોય તો પણ રાત્રે વારંવાર જગાડતી અથવા રોડ ક્રોસ કરતી વખતે પણ મને સાથે રાખતી એ દિકરીએ લગ્ન જેવડો મોટો નિર્ણય લઈ લીધો પરંતુ એક વખત પણ મને પુછવું યોગ્ય ન સમજ્યું.

હવે તો તું પોતે પણ માતા છે એટલે તને ખબર જ હશે કે બાળકોની ખુશી દુખ શુ હોય છે અને તેઓ જ્યારે આપણું દિલ તોડે છે ત્યારે કેવું મહેસુસ થાય છે.

મને એક ખરાબ પિતા સમજીને થઈ શકે તો માફ કરી દેજે, તારા પિતા સારા નહોતા એટલે તને આટલુ દુખ આપ્યું. હવે હું આગળ કશું લખી નહી શકું, પણ થઈ શકે તો મને માફ કરી દેજે.

ચીઠ્ઠી ની સાથે એક બીજો કાગળ હતો જેમાં સાક્ષીએ કરેલું એક ડ્રોઈંગ હતુ જે તેને નાનપણ માં બનાવ્યુ હતુ, જેમાં તેને લખ્યુ હતુ આઈ લવ યુ પપ્પા, તમે મારા હીરો છો, હું તમારી બધી વાત માનીશ.

સાક્ષી ચીઠ્ઠી અને ડ્રોઈંગ વાંચી, જોઈને રડી રહી હતી. આજે સાક્ષીને સમજાઈ ગયું કે સંતાનો ભલે ગમે તેટલા ખરાબ હોય, પણ મા બાપ ક્યારેય ખરાબ નથી હોતા અને સંતાનો ભલે માતા પિતા ને છોડીને જતા રહે પરંતુ માતા પિતા મર્યા પછી પણ પોતાના સંતાનોનું સારુ ઈચ્છીને તેને આશીર્વાદ આપતા હોય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team