દીકરી લવમેરેજ કરીને આવી તો પિતાએ તેને ઘરમાંથી કાઢી મુકી, પણ વર્ષો પછી એવું બન્યું કે દીકરી…

તારી મમ્મીના જવાનું દુઃખ મને પણ એટલું જ હતું પરંતુ તને કાયમ હસી ને ખુશ રાખવાની કોશિશ કરતો કારણ કે જો હું જ રડીશ તો તારા માં કઈ રીતે હિંમત આવશે? એટલા માટે જ હું પણ તને હસ આવવાની કોશિશ કરતો. જેમ તેમ કરીને બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી બીજું બોર્ડ એટલે કે હાઇસ્કુલ આવી ત્યારે પણ આખી રાત તું ભણતી અને હું ગરમ નાસ્તો ચા વગેરે બનાવતો અને તારી સાથે જાગતો પણ ખરો. આવી કેટલીય વસ્તુ છે જે હું કશું જ બોલ્યા વગર સહન કરતો ગયો છું જેથી કરીને તારું ભવિષ્ય ન બગડે અને તો સરખી રીતે સારું ભણી શકે.

તારી નોકરી લાગ્યા પછી ઘણી વખત મોડી રાત્રે આવવાનું થતું, અને ઘણી વખત તને કોઈ છોકરાઓ પણ મુકવા આવતા પરંતુ મેં એ વાતો ઉપર કોઇ દિવસ ધ્યાન નથી આપ્યું. અને તું એક દિવસ અચાનક એક છોકરા સાથે લગ્ન કરીને આવી એ પણ એવા છોકરા સાથે જેના વિશે તું કશું જાણતી નથી.

એ છોકરા વિશે મેં બધી તપાસ કરાવી ત્યારે ખબર પડી કે પૈસા અને વાસના માટે થઈને ઘણી છોકરીઓને તે દગો આપી ચૂક્યો છે. હું તને એ વખતે ઘણું સમજાવાની કોશિશ કરતો પરંતુ પ્રેમમાં આંધળી થઈ ચૂકેલી તું કશું સમજી નહીં અને તે એક વખત પણ મને જરા પૂછ્યું નહીં અને સીધી લગ્ન કરીને જ આવી ગઈ.

એક પિતા ની દીકરી ના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવાની ઘણી ઇચ્છા હોય છે એમ મારા પણ ઘણા અરમાન હતા પરંતુ તે આવું કરીને મારા બધા સપના તોડી નાખ્યા. આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી પરંતુ હું એટલા માટે જણાવું છું કે જેથી કરીને તને ખબર પડે.

આ સિવાય ઘરના કબાટમાં સોનુ રાખેલું છે તે તારા લગ્ન માટે ખરીદેલું હતું એ સિવાય તારા મમ્મી નું પણ એમાં જ પડ્યું છે. ત્રણ ઘર અને બીજી જમીન વગેરે બધી તારા અને તારા બાળકોના નામે કરી છે અને બેંકમાં પણ થોડા પૈસા પડ્યા છે એ તારે જોઈતા હોય ત્યારે લઈ લેજે.

બસ હવે મારે એટલું જ કહેવું છે કે જો કદાચ તું મને વહેલો સમજી હોત તો હું તારો દુશ્મન નહીં પરંતુ તારો પિતા જ હતો. ઘણી વખત મને લોકોએ કહ્યું હતું કે તમે બીજા લગ્ન કરી લો પરંતુ માત્ર ને માત્ર તારા માટે તને બીજી માતાથી કોઈ તકલીફ ન થાય એ માટે મેં બીજા લગ્ન ન કર્યા.

અંતે બસ એટલું જ કહીશ કે જે દિવસે તું લગ્ન કરીને ઘરે આવી હતી, એ દિવસે તારા પિતા પહેલી વાર તુટી ગયા હતા. તારી માતા ના ગયા પછી પણ આટલો નથી રડયો જેટલો એ વખતે અને એ દિવસ પછી દરરોજ રડ્યો.

એટલા માટે નહીં કે સમાજ શું કહેશે, પરંતુ એટલા માટે કે જે દિકરી નાની હતી ત્યારે વોશરુમ જવું હોય તો પણ રાત્રે વારંવાર જગાડતી અથવા રોડ ક્રોસ કરતી વખતે પણ મને સાથે રાખતી એ દિકરીએ લગ્ન જેવડો મોટો નિર્ણય લઈ લીધો પરંતુ એક વખત પણ મને પુછવું યોગ્ય ન સમજ્યું.

હવે તો તું પોતે પણ માતા છે એટલે તને ખબર જ હશે કે બાળકોની ખુશી દુખ શુ હોય છે અને તેઓ જ્યારે આપણું દિલ તોડે છે ત્યારે કેવું મહેસુસ થાય છે.

મને એક ખરાબ પિતા સમજીને થઈ શકે તો માફ કરી દેજે, તારા પિતા સારા નહોતા એટલે તને આટલુ દુખ આપ્યું. હવે હું આગળ કશું લખી નહી શકું, પણ થઈ શકે તો મને માફ કરી દેજે.

ચીઠ્ઠી ની સાથે એક બીજો કાગળ હતો જેમાં સાક્ષીએ કરેલું એક ડ્રોઈંગ હતુ જે તેને નાનપણ માં બનાવ્યુ હતુ, જેમાં તેને લખ્યુ હતુ આઈ લવ યુ પપ્પા, તમે મારા હીરો છો, હું તમારી બધી વાત માનીશ.

સાક્ષી ચીઠ્ઠી અને ડ્રોઈંગ વાંચી, જોઈને રડી રહી હતી. આજે સાક્ષીને સમજાઈ ગયું કે સંતાનો ભલે ગમે તેટલા ખરાબ હોય, પણ મા બાપ ક્યારેય ખરાબ નથી હોતા અને સંતાનો ભલે માતા પિતા ને છોડીને જતા રહે પરંતુ માતા પિતા મર્યા પછી પણ પોતાના સંતાનોનું સારુ ઈચ્છીને તેને આશીર્વાદ આપતા હોય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel