દીકરાના જન્મદિવસની બીજી સવારે પતિ અચાનક પૈસા લઈને ઘરેથી નીકળી ગયા થોડા સમય પછી પાછા આવ્યા તો પત્નીએ પૂછ્યું ક્યાં ગયા હતા? તો પતિએ કહ્યું કે…

ભાવેશભાઈ ના દીકરા નો જન્મદિવસ હોવાથી ખૂબ જ વિશાળ પાર્ટી યોજવામાં આવી હતી. તે પાર્ટી પૂરી થયા પછી વહેલી સવારે લગભગ ઘડિયાળમાં છ વાગ્યા હશે, કાયમ 10 વાગ્યા પછી જાગવા વાળા ભાવેશભાઈ આજે છ વાગે અચાનક જાગીને રસોડામાં જઈને એક થેલીમાં એક બોક્સ રાખ્યું અને ઘરેથી થોડા પૈસા લીધા અને ઘરેથી નીકળી ગયા.

બધા મહેમાન પણ જઇ ચૂક્યા હતા અને ઘરના બધા સભ્યો ઊંઘમાં હતા એટલે તે અવાજ કર્યા વગર ઘરેથી ગાડીની ચાવી લઈને નીકળી ગયા. ભાવેશભાઈ ને આખી રાત ઊંઘ નહોતી આવી, મનમાં એક જ વિચાર આવતો હતો કે ગઈકાલે જે થયું તે ખરેખર યોગ્ય હતું?

તે બિચારો ગરીબ માણસ હશે અને ગાડીના અરીસામાં તેનો ચહેરો જોયા પછી આખી રાત તેને જાણે તેનો ચહેરો જ સામે આવી જતો હતો. ગઈકાલે ઓફિસેથી નીકળવામાં મોડું થઈ ગયું હોવાથી ભાવેશભાઈ ઉતાવળમાં પોતાની ગાડી લઈને ઘરે જઈ રહ્યા હતા.

દીકરાનો જન્મ દિવસ હોવાથી દીકરાના મિત્ર આજુબાજુના પાડોશી વગેરે કુલ મળીને લગભગ 50 થી પણ વધુ લોકો ઘરે ભેગા થઈ ચૂક્યા હતા. નીકળતા નીકળતા મોડું થઈ ગયું હોવાથી જલ્દીથી ઘરે પહોંચવાની ઉતાવળમાં તે ગાડી ઉતાવળે હંકારી રહ્યા હતા.

એવામાં અચાનક રોડ ઉપર સાઈડમાં એક રેકડી લઈને ઊભા રહેલા ફ્રુટ વેચનારાની સાથે તેની ગાડી અથડાઈ ગઈ. અને અથડામણ થવાને કારણે રોડ ઉપર તેના બધા ફ્રુટ ઢોળાઈ ગયા, લગભગ બધો સામાન રોડ પર વિખેરાઈ ગયો હતો. પરંતુ ભાવેશભાઈ ઉતાવળમાં હોવાથી તેને ગાડી ઉભી નહોતી રાખી.

તેને અરીસામાં જોયું તો પાછળ તે ફ્રુટ ની રેગડી વાળા નું બધું ફ્રુટ નીચે ઢોળાઈ ગયું હતું અને તેનો ઉદાસ ચહેરો અરીસામાં દેખાઈ રહ્યો હતો. બસ આ જ ચહેરો તેને આખી રાત યાદ આવતો હતો અને તેની ઊંઘ પણ પૂરી નહોતી થઈ.

ગઈકાલે જે જગ્યા પર એકસીડન્ટ થયું હતું તે જગ્યાથી થોડે દૂર થોડી ઝુપડપટ્ટી વાળી એક નાનકડી વસ્તી હતી. થોડા સમય સુધી આમતેમ ફરીયા પછી એક ઝૂંપડપટ્ટી પાસે તે રેકડી જોઈ, જે રેકડી નું પૈડું નીકળી ગયું હતું અને રેકડી પણ એક્સિડન્ટ થઈ હોય તેમ લગભગ આખી ડેમેજ થઈ ચૂકી હતી.

ત્યાં જઈને તે ઝુંપડીનો દરવાજો ખટખટાવ્યો. થોડા સમય સુધી કોઈ અવાજ ન આવ્યો પરંતુ થોડા સમય પછી બીજી વખત ખટખટાવ્યું એટલે અંદરથી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો.

તે સ્ત્રીએ ખૂબ જ જૂની સાડી પહેરી હતી અને એ સાડી પણ જાણે ઘણા દિવસોથી પહેરી હોય તેવી ખરાબ અને જૂની દેખાતી હતી. ભાવેશભાઈએ અંદર જવા માટે કહ્યું કે શું હું અંદર આવી શકું ત્યારે તે સ્ત્રીએ ચહેરા પર આશ્ચર્ય સાથે હા તો પાડી દીધી. પરંતુ તેને એ વાતની ખબર ન હતી કે સામે ઉભેલ વ્યક્તિ કોણ છે.

સાથે સાથે તેને થોડી શરમ પણ આવી રહી હતી, અંદર જઈને આજુબાજુમાં જોયું તો ભાવેશભાઈ એ જોયું કે ઝુંપડી ની હાલત એકદમ ખરાબ હતી. એક નાનકડું લાકડાનું ટેબલ હતું. અને બાજુમાં ચૂલો હતો,. કદાચ તે ઝુંપડી થી વધારે મોટું તેના ઘરનું બાથરૂમ હશે.

એનાથી પણ વધારે મહત્વનું એ હતું કે બે બાળકો સાથે આંખો પરિવાર એટલી જ જગ્યામાં રહેતો હતો. તેના બાજુમાં એક નાનકડું વાસણ પડ્યું હતું જેમાં થોડા ફ્રુટ હતાં એ ફ્રુટ ગઈકાલના થોડા સારા બચ્યા હશે તે લઈ લીધા હોય તેવું લાગતું હતું.

તે અંદર ગયા એટલે ફ્રુટ વાળો પણ જાગી ગયો અને ભાવેશભાઈ ની સામે જોઈને તેને કહ્યું કે બોલોને સાહેબ શું કામ હતું,? સાથે સાથે આટલી વહેલી સવારે તેના ઘરે કોઈ આવ્યું હતું એટલે ખબર નહીં પરંતુ તેને ફરી પાછું ગભરાતા અવાજે પૂછ્યું કે શું સાહેબ અમારાથી કોઈ ભૂલ થઈ છે?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel