દીકરાના જન્મદિવસની બીજી સવારે પતિ અચાનક પૈસા લઈને ઘરેથી નીકળી ગયા થોડા સમય પછી પાછા આવ્યા તો પત્નીએ પૂછ્યું ક્યાં ગયા હતા? તો પતિએ કહ્યું કે…

તેના હાથ ભાવેશભાઈએ પોતાના હાથમાં લઈને કહ્યું ભૂલ તમારાથી નહીં પરંતુ મારાથી થઈ હતી, એ પણ ગઈકાલે તમારી આખી ફ્રુટની રેકડી જે રસ્તા પર વિખેરાઈ ગઈ હતી તે મારા કારણે થયું હતું,. મને માફ કરી દો.

આ સાંભળીને ત્યાં જ ઊભેલી તે ફ્રુટ વાળાની પત્ની બોલી છે ઘણા બધા દિવસથી બીમાર થઈ ગયા હતા એ, અને ગઈકાલે જ ઘણા દિવસો પછી ફ્રુટની રેકડી લગાવી હતી. અમારી પાસે હમણાં જીવન જરૂરિયાતના પૈસા પણ નથી એવામાં આ રેકડી નું ટાયર કેવી રીતે બદલવું.

એટલું ઓછું હતું તો ગઈકાલે સવારે ₹2,000 વ્યાજ એ લઈને દુકાન પાછી ખોલી હતી પરંતુ આવું નસીબ નીકળશે તે ક્યાં ખબર હતી.

ભાવેશભાઈએ તરત જ તેના હાથમાં રહેલું બોક્સ ફ્રૂટ વાળા ભાઈને આપ્યું, અને કહ્યું કે ગઈકાલે મારા દીકરા નો જન્મ હોવાથી હું ઉતાવળમાં ચાલતો હતો અને અકસ્માત સર્જાયો હતો. હું ઉભો એટલા માટે રહ્યો ન હતો કે મારે ખૂબ જ ઉતાવળ હતી. પરંતુ આ હું થોડી મીઠાઈ લઈને આવ્યો છું આ રાખી લો.

ફ્રુટવાળા ભાઈએ ના પાડી ને કહ્યું કે ના સાહેબ અમારા આની શી જરૂર છે. ત્યારે ભાવેશભાઈએ તે મીઠાઈ નો ડબ્બો પરાણે આપીને કહ્યું કે આ મારી ભૂલ નું પ્રાયશ્ચિત છે તેમ સમજીને આને સ્વીકાર કરી લો. અને તે ફ્રુટ વાળાના બાળકના હાથમાં મીઠાઈના બોક્સની સાથે તેને 5000 રૂપિયા પણ આપ્યા.

એ નાનકડા બાળકે મીઠાઈ નામ સાંભળીને આંખમાં લાલચ સાથે લેવા માટે આગળ હાથ કર્યો પરંતુ સાથે સાથે શરમ પણ આવી રહી હતી, લેવું કે ન લેવું તે માટે તેના પિતા સામે જોયું અને પિતાએ હા પાડી એટલે તરત જ બોક્સ હાથમાં લઈને ખુશ થઈને મીઠાઈ ખાવા લાગ્યો.

ફ્રુટવાળાની પત્ની અને તે ભાઈબંધને ભાવેશભાઈ નો આભાર માનવા લાગ્યા. તે બંનેને હાથ જોડીને ભાવેશભાઈ ત્યાંથી નીકળી ગયા, અને ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચતા ની સાથે તેના દિલમાંથી જાણે મોટો બોજ ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

ઘરે જતા પહેલા સાથે ગરમા ગરમ ગાંઠિયા લઈને ગયા હતા. ઘરે પહોંચ્યા તો ગેટ પર પત્ની ઉભી હતી, તરત જ આવ્યા એટલે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? અને તમારો મોબાઈલ ક્યાં છે, સાથે ન લઈ જવાય?

ભાવેશભાઈએ ચહેરા પર સ્માઈલ સાથે કહ્યું કે અરે હું તો અહીં નાસ્તો લેવા ગયો હતો, નજીક જવું હોય તેમાં મોબાઈલ ની શી જરૂર? એટલે ભાવેશભાઈ ની પત્નીએ તેને કહ્યું કે જો તમારે નજીકમાં જ જવું હતું તો ગાડી લઈને કેમ ગયા? ચાલીને જતું રહેવાય ને?

અને ભાવેશભાઈ હસવા લાગ્યા, તેને હસતા જોઈને તેની પત્ની પણ હસવા લાગી અને કહ્યું લાવો નાસ્તો ચાલો આપણે બધા નાસ્તો કરી લઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel