દીકરાના ગુસ્સાને જળમૂળથી કાઢવા માટે પિતાએ એવું કર્યું કે દીકરાનો ગુસ્સો પહેલા કરતા…

એક પરિવારની આ વાત છે પરિવારમાં પતિ પત્ની અને તેનો એક છોકરો એમ ત્રણ જણા રહેતા હતા. છોકરો ભણવામાં અને બધી રીતે ખૂબ હોશિયાર હતો. પરંતુ તેનામાં સોશિયલ આવડતમાં ઉણપ હોય તેવું તેના માતા-પિતાને લાગ્યા કરતું.

તે હોશિયાર ખરો બધી વસ્તુની ખબર પણ પડે અને બધી વસ્તુ જાણે પણ પરંતુ વાતવાતમાં ખૂબ જ ગુસ્સે થઇ જતો, તેનું વર્તન અચાનક ખૂબ જ બદલાઈ જતું અને વાતો પણ તોછડાઇ ભરી કરી નાખતો. તેના વર્તન ને લઈને તેના માતા-પિતા તેને રોજ ખીજાતા અને સમજાવતા પણ ખરા પરંતુ તેના ઉપર કોઈ અસર થતી નહિ.

તેના પિતાએ વિચાર કર્યો કે દીકરા ની ઉંમર આમ તો એટલી બધી મોટી ન કહી શકાય પરંતુ તરુણ તો થઈ ચૂક્યો છે એટલે હવે તેને વાણી-વર્તનમાં સંયમ રાખતા શીખડાવવો જ પડશે.

પિતા એ નક્કી કરી લીધું કે તે તેના દીકરાને ગમે તે પરિસ્થિતિમાં સુધારીને જ રહેશે. તેને ખૂબ વિચાર કર્યો કે કઈ રીતે દીકરાને સમજાવવું કારણકે તેના માતા-પિતા તેને ઘણું સમજાવી ચૂક્યા હતા પરંતુ તેનામાં કોઈ ફેર પડતો ન હતો.

એવામાં પિતાને એક વિચાર આવ્યો અને તે તરત જ બજારમાં ગયા બજારમાં જઇને એક મોટી થેલી ભરીને ખીલી લઈ આવ્યા. આટલી બધી ખીલી લઈને આવ્યા એટલે ઘરે જ ગયા કે તરત જ પત્નીએ પૂછ્યું કે આ શું આટલી બધી ખીલ્લી કેમ લઈને આવ્યા છો?

તેના પતિએ કહ્યું કે તું બસ ખાલી જોતી જા આપણા દિકરાને હવે હું સુધારીને જ રહીશ. પતિ હવે શું કરશે એવો વિચાર પત્ની કરવા લાગી. દીકરો તેના રૂમમાં બેઠો હતો એટલે દીકરાના રૂમમાં જઇને તેના પિતાએ તેને ખીલ્લી ની થેલી આપી જેમાં આખી થેલીમાં બધી ખીલ્લી ભરી હતી. દીકરાએ પૂછ્યું કે પપ્પા આ ખીલ્લીઓ નું હું શું કરું?

તેના પપ્પાએ જવાબ આપ્યો કે જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે ત્યારે એક કામ કરવાનું આપણે ઘરની પાછળ જે વંડી આવેલી છે ત્યાં જઈને તેની દિવાલો ઉપર એક ખિલ્લી લગાવી દેવાની.

પછી ફરી પાછો ગુસ્સો આવે તો ફરી પાછું ત્યાં જઈને તારે બીજી ખીલ્લી લગાવી દેવાની, દિવસમાં ગમે તેટલી વખત ગુસ્સો આવે તારે ત્યાં જઈને એક ખિલ્લી લગાવી દેવાની. ગુસ્સામાં તને બોલવાનું ભાન ન રહે તો ચાલશે પરંતુ ખીલ્લી ભૂલ્યા વગર લગાવી દેજે. દીકરાને પણ પપ્પાની વાત સાંભળીને થોડી નવાઈ લાગી કે પપ્પાએ મને આવું કરવાનું શું કામ કહ્યું હશે?

બીજા દિવસથી પપ્પાએ કહ્યું એ પ્રમાણે દિવસ આખામાં જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તે ઊભો થઈ ઘરની પાછળ રહેલી વંડીની દિવાલ પર જઈને એક ખિલ્લી ખોડી આવતો. પહેલા દિવસમાં કેટલી ખીલ્લી ખોડી હશે? તેના પિતા ઘરે આવ્યા એટલે તેના દીકરાને પૂછ્યું શું સ્કોર છે આજનો બેટા?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel