દીકરાના ગુસ્સાને જળમૂળથી કાઢવા માટે પિતાએ એવું કર્યું કે દીકરાનો ગુસ્સો પહેલા કરતા…

દીકરાએ થોડું મોઢું નીચે કરીને જવાબ આપ્યો, આજે મે 45 ખીલી હથેળી વડે દિવાલમાં લગાવી દીધી. તેના પિતા હસવા માંડ્યા, તો દીકરાને ફરી પાછો ગુસ્સો આવી ગયો અને તરત જ 45 હતી તે સંખ્યામાં એકનો ઉમેરો થઈ ગયો.

બીજા દિવસે પણ આવું ચાલ્યું ધીમે ધીમે ખીલ્લી ની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો. દીકરાને પણ હવે સમજાવવા લાગ્યું હતું કે ઘરની પાછળ રહેલી દીવાલ મજબૂત હતી એ દિવાલમાં ખીલ્લી લગાવવા વખતે તેને મહેનત બહુ કરવી પડતી, એટલે તેને હવે સમજાવવા લાગ્યું હતું કે ખીલ્લી લગાવવાની મહેનત કરવા કરતાં તો ગુસ્સાને કાબૂમાં લેવો તે વધારે સહેલું છે.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને આખરે એ દિવસ પણ આવી ગયો ત્યારે દીકરાએ પોતાનું મગજ જરા પણ ગુમાવ્યું નહીં, દરરોજની જેમ જ તેની સામે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તે ગુસ્સે થઇ જતો એની જગ્યાએ ગુસ્સાને કાબૂમાં રાખતા શીખી લીધું.

એવામાં તેના પિતા આવ્યા અને તેને જોયું કે આજે એક પણ ખીલી નથી એટલે તેને કહ્યું કે હવે તને જ્યારે ગુસ્સો આવે અને તું તેને કાબુમાં કરી શકે, ત્યારે ત્યારે પેલી દીવાલ પાસે જઈને દીવાલમાંથી ખીલીને ખેંચી લેવાની.

નવા સૂચન પછી પણ ઘણા દિવસો વીતી ગયા ધીમે ધીમે એક પછી એક બધી ખીલ્લી દિવાલ પરથી નીકળી ગઈ.

દીકરાના વર્તન વ્યવહારમાં પણ ઘણો ફેરફાર જોવા મળતો હતો. એક દિવસ પિતા તેને સાથે લઈને પેલી વંડી પાસે લઈ ગયા અને કહ્યું તે ખૂબ જ સારું કામ કર્યું છે બેટા પણ તું જોઈ શકે છે કે દિવાલ ઉપર જે કાણા પડી ગયા છે તેનાથી દિવાલ કેવી ખરાબ લાગી રહી છે. હું સાચો છું કે ખોટો? જ્યારે પણ તું ગુસ્સામાં હોય અને બીજા લોકો સાથે ખરાબ રીતે વાત કરે છે ત્યારે તારું વર્તન એ લોકોને આ ઘટનાની જેમ હૃદયમાં એક જખમ છોડી જાય છે. તું કોઈપણ ને માર મારી ને ગમે તેટલી વખત સોરી કહ્યા કરે તેનો કોઈ અર્થ નથી. કારણકે ઇજા તો તેને પહોંચી ચૂકી છે. અને શારીરિક ઈજા તો હજુ પણ રૂઝાઈ જાય છે પરંતુ અમુક વખત આપણા દ્વારા બોલવામાં આવેલા ખરાબ શબ્દોથી સામેના લોકોના હૃદયમાં જે જખમ પહોંચે છે તે ખૂબ ઊંડા ઘા છોડી જતા હોય છે.

દીકરાને બધી વાત સમજાઈ ગઈ, પોતાના પિતાને ભેટી પડ્યો અને પાછલા ઘણા સમયથી ગુસ્સામાં આવીને મા-બાપને જેમ તેમ કહી દેતો તેની બંને પાસેથી માફી માંગી. અને કહ્યું કે હવે હું કોઈ દિવસ ગુસ્સો નહીં કરું.

આ તો માત્ર એક છોકરા ની વાત હતી પરંતુ આપણા જીવન સાથે સરખામણી કરીએ તો આપણા જીવનમાં ગુસ્સે થવાના ઘણા પ્રસંગ બનતા હોય છે પત્નીએ બનાવેલું શાક હોય મીઠું ઓછું પડ્યું હોય અને કંઈક બોલાઈ જાય તો મામલો બગડી જાય. તમે કદાચ નોટિસ કર્યું હશે કે મોટા ભાગે ઘણી વખત એવું બને છે કે વાત ખૂબ જ મામૂલી હોય છે પરંતુ જ્યારે એમાં ગુસ્સો અને ઉગ્રતા ભળી જાય એટલે ન થવાનું થવા લાગે છે. આપણા જ પરિવાર વચ્ચે દરેક સભ્ય વચ્ચે મન ઉપર રહેવા માંડે, મિત્રો સાથે સંબંધ બગડી જાય, કામ ધંધા માં ફેરફાર પડી જાય અને સાથે સાથે આ સમાજ આપણી ઉપર લાગણી વિનાનો, અસભ્ય, અને કઠોળ વગેરે જેવા કેટલાય ધબા લગાડે એ બધું લટકામાં. આ બધાને લીધે સ્ટ્રેસ પણ થઈ શકે.

ગુસ્સાને કાબૂમાં કરવો તે અઘરું જરૂર છે પરંતુ અશક્ય નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને ખાસ કરીને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel