દીકરાએ કહ્યું દાદીના ગયા પછી તમે મને લાડુડી કેમ નથી બનાવી આપતા? તો તેની માતાએ જવાબ આપતા કહ્યું…
શીતલ. બેટા ઘણા દિવસે દેખાઈ હમણાં ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે? શીતલના શેરીમાં રહેનારા પાડોશીએ તેને પૂછ્યું
ના માસી ટાઇમ જ નથી મળતો, શીતલ એ જવાબ આપતા કહ્યું…
એવામાં શીતલ ના પાડોશી નું ધ્યાન તેના હાથ પર ગયું અને તરત જ ટિપ્પણી કરતા કહ્યું શીતલ બેટા, આજે તો વ્રતનો દિવસ છે અને આમ તું ખાલી હાથે ફરી રહી છે?
હાથમાં મહેંદી પણ નથી લગાવી, પહેલા તો હંમેશા સૌથી સુંદર મહેંદી તારા હાથમાં લાગેલી જોવા મળતી અને એ તો બાજુ પર છોડ. આજે તે તું કાયમ પહેરતી તે લાલ લીલી સાડી પણ નથી પહેરી?
ત્યારે શીતલ જવાબ આપતા કહ્યું અરે માસી આજે બધું જલદી જલદી મા થયું એમાં હાથ ઉપર મહેંદી લગાવવાની યાદ જ ન આવી.
શીતલ તેના દીકરાને સ્કૂલે મૂકવા માટે જઈ રહી હતી પરંતુ રસ્તામાં જેટલા લોકો સામા મળે ખાસ કરીને જેટલી સ્ત્રીઓ વ્રત કરેલી સામે મળે કે તરત જ તેના હાથની મહેંદી જોઈ ને શીતલ જાણે વિચારોમાં ખોવાઈ જતી.
બધાના હાથોમાં અવનવી મહેંદી જોઈ ને આજે શીતલને તેના સાસુ ની ખૂબ જ યાદ આવતી હતી, કોઈપણ તહેવાર હોય તહેવારના પહેલા જ દિવસે સાસુ તેને તરત જ કહેતા કે વહુ બેટા આજે મહેંદી લગાવજો કારણ કે તહેવાર ઉપર તો ખાલી હાથ સારા ન લાગે.
એ સમયે સાસુ ની આ વાત ઉપર ખૂબ જ ગુસ્સો આવતો અને તરત જ સામે જવાબ પણ આપતી કે મમ્મી, હું ઘરનું કામ કરું કે પછી મહેંદી લગાવીને સુકાવા સુધી બેસી રહું? મારે ઘણા કામ પડ્યા છે…
સાસુ પણ જાણે શીતલના મનની વાત સમજી લેતા હોય એ રીતે કહેતા અરે બેટા અત્યારે તો તમારે તૈયાર મહેંદી ના કોન મળે છે પરંતુ અમારા જમાનામાં તો આવા તૈયાર મહેંદી ના કોન મળતાં અહીં અમારે જાતે જ બધું બનાવીને મહેંદી નો કોન બનાવવો પડતો. અને એમાં પણ ત્રણથી ચાર કલાક તો મહેંદીને સુકાવી રાખવી પડતી.
અને સાસુમા પોતાની વાત આગળ વધારતાં કહેતા કે ચા પાણી તો હું પણ કરી શકું તું મહેંદી લગાવી લે હવે તો અડધો-એક કલાકમાં મહેંદી તૈયાર થઈ જાય છે.
વારંવાર સાસુ શીતલને કહે રાખે એટલે અંતે શીતલ મહેંદી લગાવતી. અને થોડા કલાકો પછી જ્યારે પોતાના જ હાથ ઉપર એ મહેંદી નો કલર સરસ શોભી રહ્યો છે તેમ જોઈને થોડા જ સમય પછી ખુશ થઈ જતી અને જ્યારે પણ દીકરાને સ્કૂલે મુકવા જાય અથવા પછી બહાર જાય ત્યારે બધા પાડોશીઓની નજર તેના હાથ ઉપર પડતી અને બધા લોકો તેના મહેંદી ના વખાણ કરતા ત્યારે તેને પોતાની સાસુ ઉપર ખુબ જ પ્રેમ આવી પડતો.
શીતલ દીકરાને સ્કૂલે મૂકીને ફરી પાછી ઘરે આવી અને ફરી પાછી સાસુ ની યાદમાં ખોવાઈ ગઈ. શીતલ ના સાસુ ના ગયા પછી શીતલને ઘેરો આઘાત લાગ્યો હતો અને તે તેના સાસુ ને અવારનવાર યાદ કરતી રહેતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હજુ શીતલ જમી ન જમી ત્યાં દીકરાને સ્કૂલેથી તેડવા જવાનો ટાઈમ થઈ ગયો હતો. દીકરાને સ્કૂલે થી તેડીને આવતા આવતા પણ બધા લોકોના હાથમાં મહેંદી જોઈ ને શીતલને જૂના દિવસો યાદ આવતા.
શીતલ અને તેનો દીકરો બંને ઘરે પહોંચ્યા પછી થોડા જ સમય માટે ના દીકરાએ કહ્યું મમ્મી મને ભૂખ લાગી છે મને કંઈક ખાવા માટે આપ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
શીતલ એ તરત જ ત્યાં ડબ્બામાં પડેલા તૈયાર નાસ્તા ના પેકેટ દીકરા ની સામે રાખી દીધા અને કહ્યું તારે આમાંથી જે ખાવું હોય તે ખાઈ લે…
તરત જ દીકરાએ મોઢું બગાડીને કહ્યું મારે નથી કરવો આવો નાસ્તો પહેલા તો તમે કેવા મારા માટે ઘરે ફરસાણ બનાવતાં તેમજ સાથે મગજ ની લાડુડી તો કાયમ હોય પરંતુ દાદી ના ગયા પછી તમે એ લાડુળી બનાવતા જ નથી.
શીતલ એ તેના દીકરાને જવાબ આપતા કહ્યું, પણ બેટા… બસ આટલું જ કહી શકી અને પોતે ભાવુક થઈ ગઈ. શીતલ તેના દીકરાને કશું જવાબ ન આપી શકી અને ચૂપ થઈ ગઈ અને કહે પણ શું કારણ કે તેના દીકરાની વાત સાચી હતી. સાચે જ તેની સાસુ ના ગયા પછી શીતલ મગજ ની લાડુડી નહોતી બનાવી અને સાસુ તો કાયમ પાછળ પડી જતા કે શીતલ દીકરા ઘરમાં બનાવેલી વસ્તુઓ સારી રહે છે અને સાથે-સાથે છોકરાઓને ભાવે પણ છે.
એ સમયે શીતલને આ વાત જરા પણ ગમતી નહીં અને તરત જ પોતે જવાબ આપતી કે આજના મોર્ડન જમાનામાં તો હવે બધું રેડીમેડ મળી જાય છે. અથવા કોઈ બનાવી પણ આપે છે ઘરમાં જો આવું બનાવવા જઈએ તો આખો દિવસ નીકળી જાય છે અને કંઈ કામ પણ થતું નથી.
પરંતુ તેના સાસુ માનતા નહીં અને પોતે જ મગજ ની લાડુડી બનાવવા બેસી જતા. પછી શીતલ ઈચ્છતી ન હોવા છતાં તેને મદદ કરાવવા લાગી જતી.
આજે આ બધી વાતો યાદ કરીને તે ઉદાસ થઈ રહી હતી. ઘરના કામ કરતા કરતા કશું પોતાના શરીરનું ધ્યાન રાખવાનું યાદ જ ના રહેતું અને આજે વ્રત હોવા છતાં સવારથી કશું પાણી સિવાય પીધું ન હતું. ત્યારે ફરી પાછું તે ફ્લેશબેકમાં ચાલી ગઈ અને યાદ આવ્યું કે કેવા તેના સાસુ તેને કાયમ વ્રત ના દિવસે સવારના ફ્રૂટ ના જ્યુસ પીવડાવતા અને કહેતા કે પહેલા થોડું જ્યુસ પીધા પછી જ કામ કરજે નહીં તો ફરી પાછું માથું ફરવા લાગશે.
આજે એક પછી એક બધી વાતો શીતલને યાદ આવી રહી હતી. અને આ બધી વાતો તેના મનને દુઃખ પહોંચાડી રહી હતી. તેને તેના સાસુ કંઈ પણ કહે તે જરા પણ ગમતું નહીં અને અત્યારે તેને કોઈ કહેવા વાળું હતો જ નહીં તેમ છતાંય તે ખુશ નહોતી.
તેને ક્યાંય બહાર જવું હોય તો પણ વિચાર્યા વગર જવાતું નહીં કારણકે ઘરના બધા કામ બાકી હોય અને બહાર ન નીકળી શકાય. ઘરેથી બધા કામ કરીને બહાર ગયા હોય અને ફરી પાછું ઘરમાં આવીને તરત જ કામે લાગી જવાનું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ સિવાય બહાર ગયા હોય ત્યારે પણ ઘર વિશે અનેક ટેન્શન રહે જેમકે કોઈ બારણું ખુલ્લું તો નથી રહી ગયું ને તેમજ વરસાદ આવે તો કપડા બહાર તો નથી ને, ધાબા ઉપર ગાદલા ભીના ન થાય એ રીતે રાખ્યા છે કે નહીં વગેરે અનેક ચિંતાઓ મનમાં સતાવ્યા કરે બહાર ગયા હોવા છતાં મંત્ર ઘરે જ રહે. જ્યારે પહેલા આવું કશું વિચારવું ના પડતું. બહાર ગયા કે તરત જ પાછળથી ઘર સાસુ સાચવી લે.
આજે શીતલને બરાબર સમજાઈ ગયું હતું કે વડીલ હાજર હોય ત્યારે તેની છત્ર છાયા ની નીચે કાયમ આપણને રક્ષણ મળી રહે છે જાણે કે કોઈ કવચની નીચે હોય. પરંતુ એની હયાતીમાં આપણને તેનું મહત્વ સમજાતું નથી અથવા સમજાતું હોવા છતાં નજર અંદાજ કરતા હોઈએ છીએ પરંતુ એ આપણાથી દૂર જાય કે બીજી જ ક્ષણે એ ની ખામી નો અહેસાસ તમને પડે પડ થવા માંડે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને અચૂક જણાવજો.