in

દીકરાએ કહ્યું દાદીના ગયા પછી તમે મને લાડુડી કેમ નથી બનાવી આપતા? તો તેની માતાએ જવાબ આપતા કહ્યું…

શીતલ અને તેનો દીકરો બંને ઘરે પહોંચ્યા પછી થોડા જ સમય માટે ના દીકરાએ કહ્યું મમ્મી મને ભૂખ લાગી છે મને કંઈક ખાવા માટે આપ.

શીતલ એ તરત જ ત્યાં ડબ્બામાં પડેલા તૈયાર નાસ્તા ના પેકેટ દીકરા ની સામે રાખી દીધા અને કહ્યું તારે આમાંથી જે ખાવું હોય તે ખાઈ લે…

તરત જ દીકરાએ મોઢું બગાડીને કહ્યું મારે નથી કરવો આવો નાસ્તો પહેલા તો તમે કેવા મારા માટે ઘરે ફરસાણ બનાવતાં તેમજ સાથે મગજ ની લાડુડી તો કાયમ હોય પરંતુ દાદી ના ગયા પછી તમે એ લાડુળી બનાવતા જ નથી.

શીતલ એ તેના દીકરાને જવાબ આપતા કહ્યું, પણ બેટા… બસ આટલું જ કહી શકી અને પોતે ભાવુક થઈ ગઈ. શીતલ તેના દીકરાને કશું જવાબ ન આપી શકી અને ચૂપ થઈ ગઈ અને કહે પણ શું કારણ કે તેના દીકરાની વાત સાચી હતી. સાચે જ તેની સાસુ ના ગયા પછી શીતલ મગજ ની લાડુડી નહોતી બનાવી અને સાસુ તો કાયમ પાછળ પડી જતા કે શીતલ દીકરા ઘરમાં બનાવેલી વસ્તુઓ સારી રહે છે અને સાથે-સાથે છોકરાઓને ભાવે પણ છે.

એ સમયે શીતલને આ વાત જરા પણ ગમતી નહીં અને તરત જ પોતે જવાબ આપતી કે આજના મોર્ડન જમાનામાં તો હવે બધું રેડીમેડ મળી જાય છે. અથવા કોઈ બનાવી પણ આપે છે ઘરમાં જો આવું બનાવવા જઈએ તો આખો દિવસ નીકળી જાય છે અને કંઈ કામ પણ થતું નથી.

પરંતુ તેના સાસુ માનતા નહીં અને પોતે જ મગજ ની લાડુડી બનાવવા બેસી જતા. પછી શીતલ ઈચ્છતી ન હોવા છતાં તેને મદદ કરાવવા લાગી જતી.

આજે આ બધી વાતો યાદ કરીને તે ઉદાસ થઈ રહી હતી. ઘરના કામ કરતા કરતા કશું પોતાના શરીરનું ધ્યાન રાખવાનું યાદ જ ના રહેતું અને આજે વ્રત હોવા છતાં સવારથી કશું પાણી સિવાય પીધું ન હતું. ત્યારે ફરી પાછું તે ફ્લેશબેકમાં ચાલી ગઈ અને યાદ આવ્યું કે કેવા તેના સાસુ તેને કાયમ વ્રત ના દિવસે સવારના ફ્રૂટ ના જ્યુસ પીવડાવતા અને કહેતા કે પહેલા થોડું જ્યુસ પીધા પછી જ કામ કરજે નહીં તો ફરી પાછું માથું ફરવા લાગશે.

આજે એક પછી એક બધી વાતો શીતલને યાદ આવી રહી હતી. અને આ બધી વાતો તેના મનને દુઃખ પહોંચાડી રહી હતી. તેને તેના સાસુ કંઈ પણ કહે તે જરા પણ ગમતું નહીં અને અત્યારે તેને કોઈ કહેવા વાળું હતો જ નહીં તેમ છતાંય તે ખુશ નહોતી.

તેને ક્યાંય બહાર જવું હોય તો પણ વિચાર્યા વગર જવાતું નહીં કારણકે ઘરના બધા કામ બાકી હોય અને બહાર ન નીકળી શકાય. ઘરેથી બધા કામ કરીને બહાર ગયા હોય અને ફરી પાછું ઘરમાં આવીને તરત જ કામે લાગી જવાનું.

આ સિવાય બહાર ગયા હોય ત્યારે પણ ઘર વિશે અનેક ટેન્શન રહે જેમકે કોઈ બારણું ખુલ્લું તો નથી રહી ગયું ને તેમજ વરસાદ આવે તો કપડા બહાર તો નથી ને, ધાબા ઉપર ગાદલા ભીના ન થાય એ રીતે રાખ્યા છે કે નહીં વગેરે અનેક ચિંતાઓ મનમાં સતાવ્યા કરે બહાર ગયા હોવા છતાં મંત્ર ઘરે જ રહે. જ્યારે પહેલા આવું કશું વિચારવું ના પડતું. બહાર ગયા કે તરત જ પાછળથી ઘર સાસુ સાચવી લે.

આજે શીતલને બરાબર સમજાઈ ગયું હતું કે વડીલ હાજર હોય ત્યારે તેની છત્ર છાયા ની નીચે કાયમ આપણને રક્ષણ મળી રહે છે જાણે કે કોઈ કવચની નીચે હોય. પરંતુ એની હયાતીમાં આપણને તેનું મહત્વ સમજાતું નથી અથવા સમજાતું હોવા છતાં નજર અંદાજ કરતા હોઈએ છીએ પરંતુ એ આપણાથી દૂર જાય કે બીજી જ ક્ષણે એ ની ખામી નો અહેસાસ તમને પડે પડ થવા માંડે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને અચૂક જણાવજો.