ગાયના મહત્વ ના શાસ્ત્રો માં ખુબ જ વખાણ થયેલા છે. ગાય ને માતા પણ કહેવા માં આવે છે. તો આવો આજે આપણે જાણીએ.
ગાય ના દૂધ ના ફાયદા તો બધા લોકો જાણે છે પણ એ સિવાય આપણને ગાય માંથી કેટલા ફાયદા થાય છે એ જાણીએ…
જે ઘર માં ગૌ મૂત્ર મેળવી ને લીપણ કરવામાં આવે ત્યાં ગરોળી મચ્છર માખી નો ઉપદ્રવ થતો નથી. ગૌ મૂત્ર ઝેરનાશક રોગનાશક છે, શરીર માં પડેલા ઘાવ માં રસી થઈ ગયા હોઈ તો રસી ને સુકાવે છે. એની સાથેસાથે વિટામિન B અને કાર્બોલિક એસિડ હોવાના કારણે શરીર માંથી રોગ ના જંતુઓ નો નાશ કરે છે.
કોઈ પણ સારવાર માં શરીર ની અંદર ગયેલી દવા ની માત્રા વધારે હોય તે બીમારી પછી પણ શરીર માં રહી ને કોઈ પણ પ્રકાર નો ઉપદ્રવ કરે છે, અને શરીર ને નુકશાન કરે છે. ત્યારે ગૌ મૂત્ર પોતાની વિષ નાશક શક્તિ ના કારણે દવા ની અસર કાઢી ને રોગી ને નિરોગી કરે છે.