ચોકીદારે પૂછ્યું શું કામ છે? તો ચોરે કહ્યું ચોરી કરવા આવ્યો છું, ચોકીદારને એમ કે મજાક કરે છે એટલે જવા દીધો... થોડા સમય પછી...
એક મોટા શહેર માં એક ચોર રહેતો હતો જે હવે વૃદ્ધ થઇ ગયો હતો તેથી તેના દીકરા ને ચોરો કરવાની કુટેવ ની રીતભાત શીખડાવી હતી જેથી હવે તેનો દીકરો ચોરી કરવા લાગ્યો હતો અને બાપ દીકરો આરામ થી રહેતા હતા વૃદ્ધ ચોર તેના દીકરા ને કાયમ માટે એક વાત કહેતો હતો.
કે તું કોઈ પણ જગ્યાએ થી પસાર થઇ રહ્યો હોય અને કોઈ સાધુ સંત કે મહાત્મા માણસો ને ઉપદેશ આપતા હોય ત્યારે તારે તારા બંને કાન બંધ કરી અને ત્યાંથી દૂર ચાલ્યું જવું. અને તેની કોઈ જાત નો ઉપદેશ સાંભળવો નહિ થોડા દિવસ પછી તેના છોકરા એ વિચાર્યું કે નાની મોટી ચોરી કરી ને હવે હું કંટાળી ગયો છું.
હવે તો એક એવી મોટી ચોરી કરવી છે કે આખું જીવન મોજમજા થી પસાર થઇ જાય અને તેને રાજા ના મહેલ માં ચોરી કરવાનું નક્કી કર્યું. અને ઘરે થી નીકળ્યો ચોર ચાલી ને જતો હતો ત્યાં રસ્તા માં માણસો ની ભીડ જોઈ ને તેને પૂછ્યું કે અહીંયા શું થયું છે ???
ત્યારે એક વ્યક્તિ એ કહ્યું કે અહીંયા એક મહાત્મા તેનો ઉપદેશ આપવાના છે એટલે માણસો તેની રાહ જોઈ રહ્યા છે તેથી તેના બાપ ની સલાહ મુજબ તે ઉપદેશ શરુ થતા ત્યાં થી પોતાના બંને કાનમાં આંગળી નાખી ને ચાલતો થયો પણ બે ત્રણ ડગલાં ચાલતા જ રસ્તા માં પડેલા એક પથ્થર ની ઠેશ આવતા તે ત્યાં ફસડાઈ ને પડ્યો.
અને તેના હાથ કાન માંથી આંગળી નીકળી ગઈ અને મહાત્મા ના ઉપદેશ ના શબ્દો તેના કાન માં પડ્યા કે ગમે તેવો કઠિન સમય હોય ક્યારેય ખોટું બોલી ને કોઈ ની ધન સંપત્તિ લેવી નહિ અને જેનું નમક ખાધું હોય તેનું જીવન ભર ખરાબ વિચારવું કે ખરાબ કરવું નહિ આવું કરવા વાળા જીવનભર સુખી થતા નથી.
અને આ ઉપદેશ નું જે પાલન કરે છે તે ક્યારેય દુઃખી થતા નથી ભગવાન સદાય તેની સહાય કરે છે ચોર પણ વિચાર કરતો હતો કે બાપ કહે તે સાચું કે આ મહાત્મા કહે તે સાચું ?? આજે મહાત્મા કહે એ રીતે વર્તન કરી ને અનુભવ કરવો જોઈએ અને તે આગળ ચાલતા ચાલતા રાજા ના મહેલ ના દરવાજા પાસે પહોંચી ગયો.
મહેલ ના દરવાજે ઉભેલા દરવાને ચોર ને રોકી અને પૂછ્યું કે તારે ક્યાં જવું છે અને તું કોણ છો ? ચોર ને તરતજ તે મહાત્મા ના શબ્દો યાદ આવ્યા અને દરવાન ને કહ્યું કે હું ચોર છું અને ચોરી કરવા માટે અંદર જાવ છું રાજમહેલ ના દરવાન ને થયું કે મહેલ નો કોઈ કર્મચારી હશે અને મારી સાથે મજાક કરે છે.
એટલે તેને કહ્યું કે જાવ મહેલ માં ચોર તો સીધો રાની ના રૂમ દાખલ થયો અને એક મોટું પોટલું ભરી અને હીરા જવેરાત થી ભરપૂર સોના ના દાગીના હતા. તેનું પોટલું ભર્યું ત્યાંથી તે ચાલતો થયો અને વચ્ચે રાજા નું રસોઈઘર આવ્યું અંદર થી એકદમ સ્વાદિષ્ટ રસોઈ ની સુગંધ આવતી હતી અને ચોર થી રહેવાયું નહિ.
અને તે રસોઈઘર માં ગયો અને અનેક જાત ની ખાવાની વસ્તુ બનાવેલી તૈયાર પડી હતી અને નિરાંતે પેટ ભરીને ખાધું પરંતુ પાણી પી રહ્યો હતો ત્યાં તેને મહાત્મા ના ઉપદેશ ના શબ્દો યાદ આવ્યા કે જેનું નમક ખાધું હોય તેનું ક્યારેય ખરાબ કરવું નહિ અને વિચારવું પણ નહિ.
હવે ચોર અસમંજસ માં હતો કે ચોરી કરી લીધી છે. અને પોટલું પણ સાથે છે અને મેં રાજા નું નમક ખાધું છે એટલે હવે મારા થી રાજા નું અહિત થાય તેવું કામ કરાઈ નહિ હજુ વિચારતો હતો ત્યાં જ એક રસોયો બહાર થી અંદર આવ્યો અને ચોર ને દાગીના ભરેલા પોટલાં સાથે જોતા જ તે ત્યાંથી ભાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને રસોયો તેની પાછળ પાછળ આવી રહ્યો હતો મહેલ ની બહાર આવતા જ દરવાને તેને ફરી પાછો રોક્યો અને કેમ શું થયું તું તો ચોરી કરવા માટે આવ્યો હતો ને ???ત્યારે ચોરે સાચું હતું તે કહી દીધું કે હું ચોરી કરવા માટે જ આવ્યો હતો અને ચોરી કરી પણ ખરી.
પણ પછી મેં રાજા નું નમક ખાધું જેથી ચોરી કરેલો માલ હું મહેલ માં જ મૂકી ને આવી ગયો ત્યાં જ રસોયો ત્યાં પહોંચી ગયો અને ચોરને પકડી રાખ્યો અને દરવાન ને કહ્યું કે આને પકડી લો આ ચોરી કરવા માટે મહેલમાં આવો હતો
દરવાને તેને પકડી ને રાજા ની સભા માં રજુ કર્યો.
રાજા એ તેને પ્રશ્ન કરતા તેને કહ્યું કે હુ ચોરી કરવા માટે અહીંયા આવતો હતો ત્યારે એક મહાત્મા ના ઉપદેશ માં મેં બે વાત સાંભળી હતી એક કોઈ દિવસ ખોટું બોલવું નહિ અને બીજું જેનું નમક ખાધું હોય તેનું ખરાબ કરવું નહિ એટલે માટે દરવાને મને પૂછ્યું ત્યારે મેં સાચુજ કહ્યું હતું કે હું ચોરી કરવા માટે અંદર જાવ છું.
અને મેં ચોરી કરી પણ મેં તમારું નમક પણ ખાધું તેથી બધો ચોરી કરેલો બધો માલ રસોઈઘર માં મૂકી ને ચાલ્યો ગયો કારણ કે મારા થી તમારું ખરાબ વિચારવું કે કરવું એ અશક્ય હતું રાજા તેના જવાબ થી ખુશ થઇ ને અને તેની ઈમાનદારી જોઈ ને તેને પોતાના મહેલ માં નોકરી આપી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તે એકાદ મહિના પછી જયારે તેના ઘરે ગયો ત્યારે તેનો બાપ ચિંતા માં હતો કે છોકરો ક્યાંક ચોરી કરવા માં પકડાઈ ગયો હશે અને જેલ માં બંધ હશે પણ છોકરો આવતા તેનો બાપ તો તેને જોઈ ને દંગ થઇ ગયો માથા પણ સાફો સારા કપડાં અને મોજડી જાણે પરણવા જય રહ્યો હોય તેવો લાગતો હતો.
અને તેને તેના બાપ ને આવી ને કહ્યું કે એક સંત ની બે વાત સાંભળી ને તેનું અનુકરણ કર્યું આ તેનું પરિણામ છે અને તમે મને કાયમ માટે સંત મહાત્મા ની વાત સાંભળવાની ના પડતા હતા તમારી વાત માન્યો નહિ અને એક દિવસ મહાત્મા ની વાત માન્યો તેથી મને રાજદરબાર માં નોકરી મળી ગઈ છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.