ચોકીદારે પૂછ્યું શું કામ છે? તો ચોરે કહ્યું ચોરી કરવા આવ્યો છું, ચોકીદારને એમ કે મજાક કરે છે એટલે જવા દીધો… થોડા સમય પછી…

હવે ચોર અસમંજસ માં હતો કે ચોરી કરી લીધી છે. અને પોટલું પણ સાથે છે અને મેં રાજા નું નમક ખાધું છે એટલે હવે મારા થી રાજા નું અહિત થાય તેવું કામ કરાઈ નહિ હજુ વિચારતો હતો ત્યાં જ એક રસોયો બહાર થી અંદર આવ્યો અને ચોર ને દાગીના ભરેલા પોટલાં સાથે જોતા જ તે ત્યાંથી ભાગ્યો.

અને રસોયો તેની પાછળ પાછળ આવી રહ્યો હતો મહેલ ની બહાર આવતા જ દરવાને તેને ફરી પાછો રોક્યો અને કેમ શું થયું તું તો ચોરી કરવા માટે આવ્યો હતો ને ???ત્યારે ચોરે સાચું હતું તે કહી દીધું કે હું ચોરી કરવા માટે જ આવ્યો હતો અને ચોરી કરી પણ ખરી.

પણ પછી મેં રાજા નું નમક ખાધું જેથી ચોરી કરેલો માલ હું મહેલ માં જ મૂકી ને આવી ગયો ત્યાં જ રસોયો ત્યાં પહોંચી ગયો અને ચોરને પકડી રાખ્યો અને દરવાન ને કહ્યું કે આને પકડી લો આ ચોરી કરવા માટે મહેલમાં આવો હતો
દરવાને તેને પકડી ને રાજા ની સભા માં રજુ કર્યો.

રાજા એ તેને પ્રશ્ન કરતા તેને કહ્યું કે હુ ચોરી કરવા માટે અહીંયા આવતો હતો ત્યારે એક મહાત્મા ના ઉપદેશ માં મેં બે વાત સાંભળી હતી એક કોઈ દિવસ ખોટું બોલવું નહિ અને બીજું જેનું નમક ખાધું હોય તેનું ખરાબ કરવું નહિ એટલે માટે દરવાને મને પૂછ્યું ત્યારે મેં સાચુજ કહ્યું હતું કે હું ચોરી કરવા માટે અંદર જાવ છું.

અને મેં ચોરી કરી પણ મેં તમારું નમક પણ ખાધું તેથી બધો ચોરી કરેલો બધો માલ રસોઈઘર માં મૂકી ને ચાલ્યો ગયો કારણ કે મારા થી તમારું ખરાબ વિચારવું કે કરવું એ અશક્ય હતું રાજા તેના જવાબ થી ખુશ થઇ ને અને તેની ઈમાનદારી જોઈ ને તેને પોતાના મહેલ માં નોકરી આપી.

તે એકાદ મહિના પછી જયારે તેના ઘરે ગયો ત્યારે તેનો બાપ ચિંતા માં હતો કે છોકરો ક્યાંક ચોરી કરવા માં પકડાઈ ગયો હશે અને જેલ માં બંધ હશે પણ છોકરો આવતા તેનો બાપ તો તેને જોઈ ને દંગ થઇ ગયો માથા પણ સાફો સારા કપડાં અને મોજડી જાણે પરણવા જય રહ્યો હોય તેવો લાગતો હતો.

અને તેને તેના બાપ ને આવી ને કહ્યું કે એક સંત ની બે વાત સાંભળી ને તેનું અનુકરણ કર્યું આ તેનું પરિણામ છે અને તમે મને કાયમ માટે સંત મહાત્મા ની વાત સાંભળવાની ના પડતા હતા તમારી વાત માન્યો નહિ અને એક દિવસ મહાત્મા ની વાત માન્યો તેથી મને રાજદરબાર માં નોકરી મળી ગઈ છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel