છોકરીએ દરવાજો ખોલ્યો તો સામે ઉભેલા માણસે પૂછ્યું કંઈ સામાન લેવાનો છે? છોકરીએ ના પાડી પછી છોકરાએ કહ્યું...
મનોજ એક ગરીબ ઘરનો પંદર વર્ષ નો છોકરો હતો. પણ તેને ભણી ને આગળ આવવા માટે તે સ્કૂલે થી છુટ્ટી મળે કે તરત જ કઈ ને કઈ સમાન ખરીદી અને ઘરે ઘરે વેચવા માટે નીકળી જતો. અને તેમાંથી મળતા રૂપિયા માંથી પોતાનો ભણવાનો ખર્ચો કાઢી લેતો.
આજે મનોજ રસોડામાં વપરાતી પ્લાસ્ટિક ની ચીજ વસ્તુ ખરીદી અને વેચવા માટે નીકળ્યો હતો. ઉનાળા ની બપોર નો તડકો માથે પડી રહ્યો હતો. અને મનોજ ને ભૂખ પણ ખુબ જ લાગી હતી. પણ આજે એક પણ રૂપિયા નો વેપાર થયો નહોતો. તેથી તેને નક્કી કર્યું કે હવે જે ઘરે જવાનું થાય ત્યાં થી થોડું ખાવાનું માંગી લઈશ તેને આગળ આવેલા ઘર નો દરવાજો ખખડાવતા પૂછ્યું કે કઈ સમાન ની જરૂરત છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે ઘર નો દરવાજો એક છોકરી એ ખોલ્યો અને કહ્યું કે ના કઈ સમાન લેવાનો નથી, એટલે મનોજે નક્કી કર્યું હતું કે કઈ ખાવાનું માંગી લઈશ. પણ તેની સામે એક છોકરી આવવાથી બોલી શક્યો નહિ. અને તેને પાણી માંગી લીધું. પણ તે છોકરી પણ મનોજ ની દશા જોઈ ને સમજી ગઈ કે તડકા નો રખડે છે.
અને ભૂખ્યો છે, એટલે તે પાણી ના બદલે દૂધ નો એક ગ્લાસ ભરી અને આવી અને મનોજ ને આપ્યું અને મનોજ ધીરે ધીરે દૂધ પી ગયો. હવે તેના પેટ માં થોડી શાંતિ થઇ અને કહ્યું કે બેન તમે કંઈક વસ્તુ લઇ લો એટલે મારા પર તમારું કર્જ રહે નહિ.
ત્યારે એ છોકરી એ કહ્યું કે અમે આંગણે આવેલ વ્યક્તિ પાસેથી બદલા ની અપેક્ષા રાખી અને કઈ કામ કરતા નથી. મનોજ તે છોકરી ની સામે જોઈ જ રહ્યો અને તેના શબ્દો તેના મગજ માં ઘૂમરાવા લાગ્યા. મનોજ તે છોકરી નો આભાર માની અને આગળ ચાલ્યો. હવે તેને દૂધ પીવાથી ભૂખ પણ શાંત થઇ ગઈ હતી.
આમ ને આમ ભણી ને આગળ આવતા મનોજ વિદેશ માં ડોકટર બની અને પાછો આવી ગયો હતો. અને કેન્સર ની બીમારી ની સર્જરી માં તેનું નામ રોશન કર્યું હતું. મનોજ ને ત્યાં બીજા ડોક્ટરે એક મહિલા ને તાત્કાલિક સારવાર માં મોકલી અને તેનું ઓપરેશન કરવું પડે તેમ હતું.
મનોજે તે મહિલા ને ચેક કરી અને તે ઓળખી ગયો કે આ એ જ મહિલા છે જેને મને પાણી માંગતા દૂધ પીવડાવ્યું હતું. અને નક્કી કર્યું કે ભલે ગમે તેટલો ખર્ચ થાય કે મારે ગમે તેટલી મહેનત કરવી પડે હું એ છોકરી કે જે અત્યારે મહિલા છે. તેને બચાવી ને જ જંપીશ બે મહિના સુધી સારવાર ચાલી.
અને તે મહિલા નો જીવ બચી ગયો, આજે તેને હોસ્પિટલે થી છુટ્ટી મળવાની હતી. એટલે ડોક્ટર મનોજ તેનું બિલ તૈયાર કરી અને નર્સ ના દ્વારા તે બિલ મોકલી આપ્યું. ત્યારે તે મહિલા બિલ જોઈ ને જ ગભરાઈ ગઈ કે કેટલા રૂપિયા ચૂકવવાના હશે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કારણ કે તે બીમારી થી તો બચી ગઈ, પરંતુ હવે તેનું બિલ ક્યાંક તેને મારી ના નાખે ડરતા ડરતા તેને બિલ ખોલી ને જોયું ત્યારે બિલ માં છેલ્લે લખેલું હતું કે ઘણા વર્ષો પહેલા એક ગ્લાસ દૂધ થી આ બિલ ચૂકવાય ગયું. મહિલા ને યાદ આવતા તે પણ રડવા લાગી. અને ભગવાન નો આભાર માનવા લાગી.
આપણે જયારે કોઈ ને મદદ કરતા હોય, ત્યારે આપણને પણ કોઈ મદદ કરવા માટે તૈયાર થઇ રહ્યું હોય છે. તે આપણી સામે બે મિનિટ માં પણ આવી શકે કે બે દિવસ બે મહિના કે બે વર્ષ પણ આપણે જે વાવીએ તે જરૂર થી ઉગે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.