છોકરીએ દરવાજો ખોલ્યો તો સામે ઉભેલા માણસે પૂછ્યું કંઈ સામાન લેવાનો છે? છોકરીએ ના પાડી પછી છોકરાએ કહ્યું…

આમ ને આમ ભણી ને આગળ આવતા મનોજ વિદેશ માં ડોકટર બની અને પાછો આવી ગયો હતો. અને કેન્સર ની બીમારી ની સર્જરી માં તેનું નામ રોશન કર્યું હતું. મનોજ ને ત્યાં બીજા ડોક્ટરે એક મહિલા ને તાત્કાલિક સારવાર માં મોકલી અને તેનું ઓપરેશન કરવું પડે તેમ હતું.

મનોજે તે મહિલા ને ચેક કરી અને તે ઓળખી ગયો કે આ એ જ મહિલા છે જેને મને પાણી માંગતા દૂધ પીવડાવ્યું હતું. અને નક્કી કર્યું કે ભલે ગમે તેટલો ખર્ચ થાય કે મારે ગમે તેટલી મહેનત કરવી પડે હું એ છોકરી કે જે અત્યારે મહિલા છે. તેને બચાવી ને જ જંપીશ બે મહિના સુધી સારવાર ચાલી.

અને તે મહિલા નો જીવ બચી ગયો, આજે તેને હોસ્પિટલે થી છુટ્ટી મળવાની હતી. એટલે ડોક્ટર મનોજ તેનું બિલ તૈયાર કરી અને નર્સ ના દ્વારા તે બિલ મોકલી આપ્યું. ત્યારે તે મહિલા બિલ જોઈ ને જ ગભરાઈ ગઈ કે કેટલા રૂપિયા ચૂકવવાના હશે?

કારણ કે તે બીમારી થી તો બચી ગઈ, પરંતુ હવે તેનું બિલ ક્યાંક તેને મારી ના નાખે ડરતા ડરતા તેને બિલ ખોલી ને જોયું ત્યારે બિલ માં છેલ્લે લખેલું હતું કે ઘણા વર્ષો પહેલા એક ગ્લાસ દૂધ થી આ બિલ ચૂકવાય ગયું. મહિલા ને યાદ આવતા તે પણ રડવા લાગી. અને ભગવાન નો આભાર માનવા લાગી.

આપણે જયારે કોઈ ને મદદ કરતા હોય, ત્યારે આપણને પણ કોઈ મદદ કરવા માટે તૈયાર થઇ રહ્યું હોય છે. તે આપણી સામે બે મિનિટ માં પણ આવી શકે કે બે દિવસ બે મહિના કે બે વર્ષ પણ આપણે જે વાવીએ તે જરૂર થી ઉગે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel