છોકરાઓ વૃક્ષમાં પથ્થર મારીને ફળ ખાતા હતા, ભૂલથી એક છોકરાએ ફેંકેલો પથ્થર રાજાને લાગ્યો, તે છોકરાના પરિવારને ડર હતો કે રાજા મૃત્યુ દંડ આપશે, પરંતુ રાજાએ એવું કહ્યું કે...

મહારાજા રણજીતસિંહ એક દિવસ પોતાના નગર માં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે જ એક રસ્તા ના કિનારા પણ એક ઝાડ માંથી પથ્થર મારી અને છોકરાઓ ફળ પાડી રહ્યા હતા, અને ખાઈ રહ્યા હતા. અને મહારાજાને ત્યાં થી પસાર થવાનું થયું અને એક છોકરા એ ઝાડ પર પથ્થર ફેંક્યો.

પણ એ ઝાડ પર નહિ લાગતા સીધો મહારાજા રણજીતસિંહ ના માથા માં લાગ્યો અને મહારાજા ને લોહી નીકળવા લાગ્યું અને આજુ બાજુ માં ભારે અફડાતફડી મચી ગઈ અને તે છોકરા ને પકડી ને મહારાજા ના દરબાર માં લઇ જવામાં આવ્યો ત્યારે તેના માતાપિતા પણ દરબાર માં આવ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને મહારાજા ની માફી માંગવા લાગ્યા કે નાની ઉમર નો છોકરો છે, તેને કોઈ સજા નહીં આપો કારણ કે તેને ડર હતો કે હવે અમારા દીકરા ને મૃત્યુ દંડની સજા કરવામાં આવશે.

સમયસર મહારાજા રણજીતસિંહ દરબાર માં હાજર થઇ ગયા, અને તે છોકરા ને મહારાજા ની સામે રજુ કરવા માં આવ્યો, અને તેના માતા પિતા તે છોકરાની સાથે રડતા રડતા ઉભા રહી ગયા હતા, ત્યારે મહારાજા એ તે છોકરાને સવાલ કર્યો કે તે મને મારવા માટે પથ્થર ફેંક્યો હતો?

ત્યારે જવાબ આપતા છોકરાએ કહ્યું કે નહિ મહારાજ હું ત્યાં રહેલા બોર ના ઝાડ પર પથ્થર મારતો હતો કારણ કે એક પથ્થર લાગી જાય તો ઝાડ પરથી ચાર પાંચ બોર નીચે પડી જાય અને હું તેને ખાઈ શકું છોકરાનો જવાબ સાંભળી ને રાજાએ કહ્યું કે...

મંત્રીજી ને બોલાવો બધા લોકો ભયભીત હતા, કે મહારાજા આ છોકરા ની સાથે શું ન્યાય કરશે ?મંત્રીજી હાજર થતા જ મહારાજા રણજીતસિંહે હુકમ કર્યો કે લાહોર ની પૂર્વ દિશા માં આવેલા પાંચ ગામ આ છોકરાને ભેટ આપવામાં આવે... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને રાજદરબારમાં હાજર રહેલા બધા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા, ત્યારે મંત્રીજી એ મહારાજા ને પૂછ્યું કે આપને પથ્થર માર્યો તેમ છતાં આપ તેને પાંચ ગામ ભેટ માં આપવા માંગો છો? ત્યારે મહારાજા રંજીતસિંહે કહ્યું કે બોર ના ઝાડ ને પથ્થર મારવા છતાં તે છોકરાઓ ને બોર ખાવા માટે આપે છે,,,

તો મારી પાસે તો બોર નથી પરંતુ મને પથ્થર લાગ્યો તો હું આ છોકરાને પાંચ ગામ તો આપી શકું ને? અને એટલા માટે જ મેં પાંચ ગામ આપ્યા છે, હું બોર ના ઝાડ જેવો તો થઇ શકું ને ધાર્મિક વિચારો રાખવાવાળા મહારાજા રણજીતસિંહ જ આવા નિર્ણય લેવાની યોગ્યતા રાખે છે.

જે દેશ માં રજોગુણ વાળા રાજા અને પ્રજા પોતાના પદ નો અહંકાર ના કરતા કરુણા સમાનતા અને ન્યાયપ્રિયતા થી ભરેલ કર્મ કરતા હતા તેના વિશે આપણે બીજું કઈ વિચારી પણ શકીયે નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team