છોકરાઓ વૃક્ષમાં પથ્થર મારીને ફળ ખાતા હતા, ભૂલથી એક છોકરાએ ફેંકેલો પથ્થર રાજાને લાગ્યો, તે છોકરાના પરિવારને ડર હતો કે રાજા મૃત્યુ દંડ આપશે, પરંતુ રાજાએ એવું કહ્યું કે…

મંત્રીજી ને બોલાવો બધા લોકો ભયભીત હતા, કે મહારાજા આ છોકરા ની સાથે શું ન્યાય કરશે ?મંત્રીજી હાજર થતા જ મહારાજા રણજીતસિંહે હુકમ કર્યો કે લાહોર ની પૂર્વ દિશા માં આવેલા પાંચ ગામ આ છોકરાને ભેટ આપવામાં આવે…

અને રાજદરબારમાં હાજર રહેલા બધા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા, ત્યારે મંત્રીજી એ મહારાજા ને પૂછ્યું કે આપને પથ્થર માર્યો તેમ છતાં આપ તેને પાંચ ગામ ભેટ માં આપવા માંગો છો? ત્યારે મહારાજા રંજીતસિંહે કહ્યું કે બોર ના ઝાડ ને પથ્થર મારવા છતાં તે છોકરાઓ ને બોર ખાવા માટે આપે છે,,,

તો મારી પાસે તો બોર નથી પરંતુ મને પથ્થર લાગ્યો તો હું આ છોકરાને પાંચ ગામ તો આપી શકું ને? અને એટલા માટે જ મેં પાંચ ગામ આપ્યા છે, હું બોર ના ઝાડ જેવો તો થઇ શકું ને ધાર્મિક વિચારો રાખવાવાળા મહારાજા રણજીતસિંહ જ આવા નિર્ણય લેવાની યોગ્યતા રાખે છે.

જે દેશ માં રજોગુણ વાળા રાજા અને પ્રજા પોતાના પદ નો અહંકાર ના કરતા કરુણા સમાનતા અને ન્યાયપ્રિયતા થી ભરેલ કર્મ કરતા હતા તેના વિશે આપણે બીજું કઈ વિચારી પણ શકીયે નહિ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel