રિસેપ્શનની પાર્ટીમાં High Heels ઉતારીને બીગ બી સાથે નાચી દીપિકા, જુઓ ફોટા

આ વર્ષમાં બોલિવૂડમાં ઘણાં લગ્ન થયા છે, એમાંથી સૌથી વધુ ચર્ચિત લગ્નની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન પણ તેમાં સામેલ છે. ઈટાલીમાં થોડા દિવસો પહેલા ડેસ્ટિનેશન વેડિંગ કરનાર કપલ ભારત પરત આવી ગયું છે પરંતુ ભારતમાં પણ તેઓએ રિસેપ્શન યોજ્યા હતા. જેમાં અનેક હસ્તીઓ જોડાઈ હતી.

ઇટાલીના લગ્નથી લઈને રિસેપ્શનની પાર્ટીમાં રણવીર અને દીપિકા નો રોયલ અંદાજ પણ જોવા મળ્યો હતો. પાર્ટીમાં તેઓ બંને ઘણું એન્જોય કર્યું હતું.

Source: Instagram

પહેલાં આ બંને પ્રસંગમાં દીપિકા ટ્રેડિશનલ લુકમાં નજરે આવી હતી, જ્યારે મુંબઇ ખાતે રાખેલ રિસેપ્શનમાં દીપિકાનો વેસ્ટન અંદાજ જોવા મળ્યો હતો. જ્યાં તેને લાલ કલરનું ગાઉન અને હાઈ હિલ્સ પહેરી હતી. પરંતુ પાર્ટીમાં દીપીકા મસ્તીના મૂડમાં જોવા મળી ત્યારે તેનો એક અનોખો અંદાજ લોકોને જોવા મળ્યો.

Source: Instagram

કારણ કે દીપિકાએ પોતાના હાઈ હિલ વાળા ફુટવેર કાઢીને સ્પોર્ટ શૂઝ લીધા હતા. અને પછી તે પાર્ટીમાં ભરપૂર નાચી હતી. સાથે સાથે પોતાના ગાઉન નું ટ્રેંચ પણ કાઢી લીધું હતું પછી ત્યાં મોજૂદ ઘણા સ્ટાર સાથે ડાન્સ એન્જોય કરવા લાગી હતી. દીપિકાએ અમિતાભ બચ્ચન સાથે પણ ડાન્સ કર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.

Source: Instagram

જણાવી દઇએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. અને લાંબા સમયના પ્રેમપ્રકરણ બાદ તેઓએ હવે લગ્ન કરી લીધા છે, દીપિકા પાદુકોણે અમિતાભ બચ્ચન સાથે પીકુ ફિલ્મમાં કામ કર્યું હતું.

જેમાં અમિતાભ બચ્ચને દીપિકા ના પિતા ની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી.