કારણ કે દીપિકાએ પોતાના હાઈ હિલ વાળા ફુટવેર કાઢીને સ્પોર્ટ શૂઝ લીધા હતા. અને પછી તે પાર્ટીમાં ભરપૂર નાચી હતી. સાથે સાથે પોતાના ગાઉન નું ટ્રેંચ પણ કાઢી લીધું હતું પછી ત્યાં મોજૂદ ઘણા સ્ટાર સાથે ડાન્સ એન્જોય કરવા લાગી હતી. દીપિકાએ અમિતાભ બચ્ચન સાથે પણ ડાન્સ કર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.

જણાવી દઇએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. અને લાંબા સમયના પ્રેમપ્રકરણ બાદ તેઓએ હવે લગ્ન કરી લીધા છે, દીપિકા પાદુકોણે અમિતાભ બચ્ચન સાથે પીકુ ફિલ્મમાં કામ કર્યું હતું.
જેમાં અમિતાભ બચ્ચને દીપિકા ના પિતા ની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી.