ભગવાનની માનતા કરવાથી લગ્નના 15 વર્ષ પછી સંતાનનો જન્મ થયો પણ એક વર્ષ પછી એવું થયું જેની પરિવારે કલ્પના પણ નહોતી કરી, વાંચીને આંખ ભીની ન થાય તો કહેજો…

મોના બેન ના લગ્ન થયાને 15 વર્ષ થઈ ચૂક્યા હતા, તેનું દાંપત્યજીવન અત્યંત સુખદાયક હતું. પરંતુ તેઓને ત્યાં શેરમાટીની ખોટ હતી. દવા અને દુવા કરવામાં કોઇ પ્રયાસ બાકી નહોતા રાખ્યા. પછી કોઈએ તેને વાત કરતા તેઓ એક મંદિરે દર્શન કરવા ગયા.

ત્યાં જઈને માનતા રાખવાથી ઘણા લોકોને સંતાન આવ્યા હોવાથી રુપલ બેન તેના પતિ સાથે મંદિરે દર્શન કરવા ગયા અને માનતા કરી. અને અંદાજે એક વર્ષ પછી તેઓને ત્યાં આશીર્વાદ રૂપે એક દીકરીનો જન્મ થયો.

દીકરીનો જન્મ થવાથી પરિવાર આખો આનંદિત થઈ ગયો હતો. તેઓના દરેક સગા સંબંધીઓને અને મિત્રો ઓળખીતાઓ ને પેંડા વહેંચ્યા. આમ ને આમ દીકરી એક વર્ષની થઇ ચૂકી હતી, અને ઘરની તો લાડલી હતી જ પરંતુ તેની સોસાયટીમાં પણ બધા લોકો ની લાડલી આ દીકરી બની ચૂકી હતી.

દીકરીનો એક વર્ષ નો જન્મ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, ખૂબ જ મોટી પાર્ટી આયોજન કરીને દરેક લોકોને ભોજન કરાવવામાં આવ્યો. બધા લોકોએ પાર્ટીમાં ખૂબ જ આનંદ કર્યો.

બીજા દિવસે મોનાબેન ના પતિને ઓફિસે જવાનું સવારે મોડું થતું હોવાથી તેઓ ઉતાવળમાં હતા, તેઓ જ્યારે શુઝ પહેરી રહ્યા હતા ત્યારે તેની નજર ફીનાઇલ ના શીશા પર પડી અને તેની પત્નીને જતાં-જતાં કહેતા ગયા કે આશિષ નું ઢાંકણું બંધ કરી દેજો.

કારણ કે દીકરી આખા ઘરમાં, વોકર માં આંટા મારતી હતી. પતિ ના ગયા પછી મોનાબેન આપેલી સુચના નું પાલન કરવાનું ભૂલી ગયા અને ઘરકામમાં લાગી ગયા. થોડા સમય પછી દીકરી રમતી હતી. એવામાં બોટલ પડવાનો અવાજ આવ્યો.

અવાજ આવતા ની સાથે મોનાબેન તરત જ દોડીને જોવા ગયા કે આ શેનો અવાજ આવ્યો, અચાનક જ તેના મગજમાં તેના પતિ એ કહેલી વાત આવી અને યાદ આવ્યું કે ફિનાઇલ ની બોટલ ત્યાં પડી હતી. અત્યંત ગભરાઈ ગયેલા મોનાબેન દોડતા દોડતા હોલમાં આવ્યા.

આવીને તેને જોયું કે દીકરી ત્યાં શીશા ની બાજુમાં જ ઊભી હતી, અને તે શીશામાંથી ફીનાઇલ નીચે ઢોળાઈ ગયું હતું. જેનો ડર હતો તે જ થઈ ગયું. પરંતુ તાત્કાલિક હોસ્પિટલ જવા મોનાબેન નીકળી ગયા.

રસ્તામાં પતિને પણ ફોન કરીને કહ્યું કે આવું બન્યું છે, અને દીકરીના મોઢામાં પણ થોડું ફિનાઇલ જતું રહ્યું છે. તમે જલ્દીથી હોસ્પિટલ આવો. તરત જ પતિ હોસ્પિટલે આવવા માટે નીકળી ગયો.

મોનાબેન પણ હોસ્પિટલ પહોંચીને ડોક્ટર પાસે જાય છે, અને ઘરમાં બનેલી હકીકત જણાવે છે. ડોક્ટર તરત જ દીકરીની સારવાર ચાલુ કરે છે. દીકરીને લઈને રીક્ષા માં આવતા હતા ત્યારે દીકરી પણ બેભાન જેવી થઈ ચૂકી હતી, આથી મોનાબેન ની ગભરાહટ વધતી જતી હતી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel