ભગવાનની માનતા કરવાથી લગ્નના 15 વર્ષ પછી સંતાનનો જન્મ થયો પણ એક વર્ષ પછી એવું થયું જેની પરિવારે કલ્પના પણ નહોતી કરી, વાંચીને આંખ ભીની ન થાય તો કહેજો…

ડોક્ટર ઈમરજન્સીમાં દીકરીની સારવાર ચાલુ કરી દીધી અને થોડા જ સમયમાં દીકરીના પિતા પણ ત્યાં આવી ગયા, તેને જોયું કે સારવાર ચાલુ થઈ ચૂકી છે. અને મોનાબેન પોતાની ભૂલ નો ખૂબ જ પસ્તાવો કરી રહ્યા હતા.

હોસ્પિટલના ખૂણામાં બેસીને તે અત્યંત રડી રહ્યા હતા, અને પતિ સામે આંખ પણ નહોતા મિલાવી શકતા ત્યારે પતિ તેની પાસે ગયો અને કહ્યું કે તું કોઈ જાતની ચિંતા ન કર, આપણી દીકરી ને કંઈ જ નહીં થાય. એમ કહીને આશ્વાસન આપવા લાગ્યા.

બે દિવસ સુધી સારવાર ચાલી અને દીકરી બચી ગઈ, હોસ્પિટલેથી રજા પણ મળી ગઈ. બે દિવસ સુધી સતત ચિંતામાં રહેલા મોનાબેન હવે થોડી હળવાશ અનુભવી રહ્યા હતા. થોડા સમય પછી બંને ઘરે આવી ગયા. દિકરી પણ ફરી પાછી પહેલાની જેમ જ હસતી રમતી થઇ ગઈ.

થોડા સમય પછી મોનાબેન એ તેના પતિને પૂછ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે, તમે મને જ્યારે કહીને ગયા કે આ બોટલ નું ઢાંકણું બંધ કરી દેજે, અને હું મારી ભૂલ ના કારણે કરી નહોતી શકી. એના હિસાબે આવું પરિણામ આવ્યું, તેમ છતાં હોસ્પિટલ આવીને તમે કેમ મારા પર ગુસ્સો ન કર્યો?

મને કંઈ જ કહ્યું નહીં, અને એટલું જ નહીં ઉપરથી તમે મને થેન્ક્યુ પણ કહ્યું? આનું શું કારણ? સવાલ સાંભળીને જવાબ આપતા તેના પતિએ કહ્યું કે, એ દિવસે તું ઘરકામમાં મશગુલ હતી, હું પણ ઉતાવળમાં હતો. પરંતુ દીકરી ને જો સમયસર સારવાર ન મળી હોત તો કદાચ…

અને તે દીકરીને સમયસર હોસ્પિટલ દાખલ કરાવી જેના કારણે તેનો જીવ બચી ગયો એટલા માટે મેં તને થેન્ક્યુ કર્યું હતું. અને તું ગુસ્સો કરવાની વાત કરે છે પરંતુ હું હોસ્પિટલમાં આવ્યો ત્યારે તું ખૂણામાં બેસી ને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી.

શું થશે તેના ભયથી તું પહેલેથી જ ધ્રુજી રહી હતી, જો એમાં ઉપર હું ગુસ્સો કરું તો તને પણ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હોત! ઘણી વખત આપણે ફક્ત એ પૂછવામાં જ સમય બગાડી નાખતા હોઈએ છીએ કે જવાબદાર કોણ? એ પછી ઘર ની વાત હોય કે બહાર ની કોઈ ની પણ વાત હોય.

એનાથી સારું એ છે કે એકબીજાને સમજીને થનારા જિંદગીના અનુભવોમાંથી આપણે કંઈક શીખ મેળવીને આગળ વધતા રહીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel