ભગવાન પર વિશ્વાસ કોને કહેવાય? આ વાંચી લો પછી તમારી બધી માન્યતાઓ તૂટી જશે...

એક પૂજારી એક વખત જહાજ માં સમુદ્ર માં સફર કરી રહ્યા હતા એ સમયે રસ્તા માં સમુદ્ર માં તોફાન આવતા જહાજ માં નુકશાન થયું અને નજીક માં આવતા ટાપુ ઉપર પ્રવાસી ને ઉતારી ને જહાજ નું લંગર નાખી ને રીપેર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી ત્યારે બધા મુસાફરો ને બે દિવસ તે ટાપુ ઉપર રહેવાનું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પંડિતજી એ વિચાર્યું કે ટાપુ માં ટહેલતા ટહેલતા સમય પસાર કરીયે અને કંઈ જાણવાનું મળે તો જાણીએ. પંડિતજી જહાજ ના કપ્તાન ને જાણ કરી અને નીકળી પડ્યા અને નાનકડા ટાપુ પર તેને ઘણા માણસો ની એક વસ્તી મળી. જે હજારો વર્ષ થી તે ટાપુ પર જ વસવાટ કરી રહ્યા હતા.

ત્યારે પંડિતજી એ તેની પાસે જઈ ને જોયું તો તે લોકો પોતાના ભગવાન ની પૂજા કરી રહ્યા હતા તેની અલગ રીત ની પૂજા જોઈ ને પંડિતજી એ કહ્યું કે તમે લોકો પૂજા કરો છો પણ તમારી પૂજા કરવાની રીતભાત બિલકુલ ખોટી છે આમ કહી અને પંડિતજી એ પોતે જે રીતે ભગવાન ની પૂજા કરતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે રીતભાત શીખવાડી અને ઘણા બધા ધાર્મિક પુસ્તકો વાંચવા માટે આપ્યા. બે દિવસ પુરા થતા જહાજ રીપેર થઇ ગયું હતું અને કપ્તાન એ પંડિતજી ને માણસ મોકલી ને બોલાવ્યા અને જહાજ ચાલવા લાગ્યું અને પંડિતજી તો પોતાની સફર માં આગળ ચાલવા લાગ્યા બે દિવસ થી જહાજ સતત ચાલી રહ્યું હતું.

ત્યારે પંડિતજી જહાજ ની અગાસી પર ચક્કર લગાવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ટાપુ ના નિવાસી લોકો પાણી પર દોડતા દોડતા તેના જહાજ ની પાછળ આવી રહ્યા હતા પંડિતજી તો એકદમ આશ્ચર્ય પામ્યા અને જહાજ રોકવી અને ટાપુ ના નિવાસી લોકો ને જહાજ ઉપર ચડાવ્યા અને પૂછ્યું.

કે તમે લોકો મારી પાછળ કેમ આવ્યા અને આ દરિયા ના પાણી ઉપર તમે લોકો કેવી રીતે દોડી શકો છો ?ત્યારે ટાપુ ના નિવાસી લોકો એ કહ્યું કે તમે શીખડાવેલી પૂજા ની રીતભાત અમે લોકો ભૂલી ગયા તેથી અમે ફરીથી શીખવાડો.

ત્યારે પંડિતજી એ કહ્યું કે એ તો બધું બરાબર પણ મને પહેલા તો એ કહો કે થી તમે લોકો પાણી પર દોડતા દોડતા અહીંયા સુધી પહોંચ્યા ટાણું રહસ્ય શું છે? ત્યારે ટાપુ ના નિવાસીઓ એ કહ્યું કે અમે લોકો તમારી પાસે ઝડપથી પહોંચવા માંગતા હતા એટલે અમે અમારા દેવ ને પ્રાર્થના કરી.

અને મદદ માંગી કે હે દેવ અમે દોડતા દોડતા પંડિતજી પાસે તો પહોંચી જઈશું પણ તમે અમને રસ્તા માં ડૂબવા કે પડવા દેતા નહિ અને અમે બધા આટલી પ્રાર્થના કરી અને પાણી ઉપર દોડવા લાગ્યા ટાપુ ના નિવાસી ની વાત સાંભળી ને પંડિતજી એ કહ્યું કે ભગવાન ઉપર તમારો વિશ્વાસ મારા કરતા પણ અનેક ગણો વધારે છે.

ધન્ય છો તમે લોકો અને રહી પૂજા કરવાની રીતભાત ની તો તમારે હવે કોઈ જાત ની રીતભાત શીખવાની જરૂર નથી તમે જે પણ રીતે તમારા દેવ ની પૂજા કરતા હોય એ જ ચાલુ રાખો કારણ કે ભગવાન પર નો વિશ્વાસ તેની પૂજા કરવાની રીતભાત કરતા મહત્વ નો છે અને પૂજારી એ તે લોકો ને વંદન કરી અને તેના ટાપુ પર પાછા મોકલ્યા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team