in

ભગવાન ક્યાં રહે છે? આ વાંચીને તમે પણ કહેશો કે આ સાચું છે…

એક વખત ભગવાન પોતે પણ વિચારમાં પડી ગયા કે માણસ જ્યારે મુસીબતમાં પડે છે ત્યારે ભગવાન પાસે દોડાદોડી કરીને આવે છે. અને માણસ પર પડેલી મુશ્કેલીઓ તેમજ આવેલી આફત જણાવવા લાગે છે. પણ પોતાને જ્યારે સુખ સુવિધા મળે છે ત્યારે તેને મળતી સુખ સુવિધા નું વર્ણન પણ કરતો નથી ને કંઈક ને કંઈક માંગવા લાગે છે.

માણસનું આવું વર્તન ને લઈને તેનો કંઈક રસ્તો કાઢવા માટે બધા દેવો એ મીટીંગ બોલાવી અને કહ્યું કે આ માણસની રચના કરી અને મુસીબતમાં પડી ગયો છે. દરેક સમયે કોઈને કોઈ મનુષ્ય કાયમ ફરિયાદ જ કરતો રહે છે. બધા જ માણસોને તેને તેના કર્મ અનુસાર બધું જ આપવામાં આવ્યું છે.

તેમ છતાં થોડી પણ તકલીફ નથી આવી કે તરત જ માણસ મારી પાસે ફરિયાદ કરવાનું ચાલુ કરી દે છે, તો હું તમને બધા દેવોને વિનંતી કરું છું કે મને કોઈ એવો રસ્તો બતાવો કે જેનાથી હું પણ શાંતિથી રહી શકું અને તમે લોકો મને એવું સ્થાન બતાવો જ્યાં મનુષ્ય ક્યારેય પણ પહોંચી શકે નહીં.

ભગવાને આવું કહ્યું એટલે બધા દેવો એ અલગ અલગ જવાબ આપ્યા, અને અલગ અલગ રસ્તા બતાવ્યા કોઈએ કહ્યું કે હિમાલય પર્વત પર જવાનું તો કોઈએ કહ્યું કે મહાસાગરના તળિયે જવાનું. તો કોઈએ સજેશન આપ્યું કે અંતરિક્ષમાં જવાનું પરંતુ મનુષ્ય બધી જગ્યાએ પહોંચી જાય.

એટલે ભગવાન નિરાશ થઈ ગયા અને કહ્યું કે એવું કોઈ સ્થાન જ નથી કે જ્યાં રહીને હું શાંતિ મેળવી શકું. બધાના સૂચનો પછી સૂર્યદેવ એ કહ્યું કે ભગવાન તમે મનુષ્યના હૃદયમાં બેસી જાઓ. મનુષ્ય ભલે દુનિયાભરમાં તમને શોધવા જાય કારણ કે માણસ બધી જગ્યાએ તમને શોધવા માટે જશે.