એક અધૂરી લવસ્ટોરી, છેલ્લે સુધી વાંચજો જો આંસુ ન આવે તો…

આજે ઘણા સમય પછી માનવ ને તેની જૂની અંગ્રેજી ની નોટ બુક મળી ખોલીને જોઈ તો તેનો વીતી ગયેલો ભૂતકાળ ફરી યાદ આવી ગયો અને ચોધાર આંસુએ માનવ ફરી પાછો રડી પડ્યો. તેના શરીરમાં કંપન થવા લાગ્યું હતું.

આખરે એવું શું થયું હતું તેના ભૂતકાળમાં કે તેને યાદ કરીને તે ધ્રૂજતા ધ્રૂજતા રડી રહ્યો હતો.

વાત બારમા ધોરણની છે જ્યારે અગિયારમા ધોરણને પૂરું કર્યા પછી બીજી સ્કૂલમાં એડમિશન લીધું હતું, આ સ્કૂલ થોડી ઘરથી દૂર હોવાને કારણે સાયકલ લઈને સ્કૂલે જતો.

માનવનો આજે બારમા ધોરણમાં પહેલો દિવસ હતો, તેના કલાસમાં રહેલા વિદ્યાર્થીઓ હજુ તેના મિત્રો પણ બન્યા ન હતા. થોડો સમય ક્લાસમાં વિતાવ્યો પછી ધીમે ધીમે બધા ને ઓળખવા લાગ્યા.

તેના મિત્રો પણ અજીબ હતા, થોડા જ દિવસોમાં એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા. એક દિવસ માનવ સ્કુલે જઈ રહ્યો હતો અને થોડો મોડો પહોંચ્યો એટલે જેમ તેમ કરીને ક્લાસમાં તો પહોંચી ગયો પરંતુ ત્યાં અંદર પ્રવેશ્યો કે તરત જ તેના મિત્રો તેની સામું જોઈને બોલ્યા અરે તારી તો ચેન ખુલી છે. માનવ નું ધ્યાન તરત જ પોતાની ચેન તરફ જતું રહ્યું ત્યાં મિત્રોએ ફરી પાછું હસીને કહ્યું અરે તારા બેગની ચેન ખુલી છે. આખો ક્લાસ હસવા લાગ્યો.

આખા ક્લાસ ની સાથે સાથે તે પણ હસવા લાગી હતી, પરંતુ માનવ એ જેવું અપેક્ષાની સામે જોયું કે તરત જ તેને હસવાનું બંધ કરી દીધું. થોડા દિવસો તો આમનું આમ ચાલતું રહ્યું.

માનવ અને અપેક્ષા વચ્ચે કંઇક તો અલગ હતું એવું માનવમાં તો જ્યારે અપેક્ષા તેની સામે જોતી તો માનવ નજર નીચે કરી નાખતો અને જ્યારે માનવ તેની સામે જોતો તો તે પણ થોડી સ્માઇલ આપી દેતી. માનવ ને સ્કૂલમાં આ નાની એવી સ્માઇલથી જાણે જિંદગીભરની ખુશી મળતી હતી.

સ્કૂલમાં રજા પડ્યા પછી જ્યારે પણ ઘરે જતા હોય ત્યારે માનવ અપેક્ષાને જોયા વગર રહેતો નહીં, બંનેના ઘરનો રસ્તો થોડા સમય સુધી સાથે રહે તો પછી તે તેના રસ્તે જતી રહેતી.

વિજ્ઞાનના શિક્ષક આવ્યા હોય અને કોઈ અઘરો સવાલ પૂછે અને જો માનવ તેનો જવાબ આપવા લાગે તો આખો ક્લાસ તેની સામે જોવા લાગતો પરંતુ અપેક્ષા પણ તેની સામે જોઈને થોડું સ્માઇલ કરી દેતી. અપેક્ષાને હસાવવા માટે અથવા તેના મોઢા પર સ્માઈલ આવે તે માટે માનવ કંઈ ને કંઈ કરતો રહેતો પરંતુ તેને મોઢા ઉપર કહેવાની હિંમત હતી નહિ.

આખો ક્લાસ તો એવું જ વિચારતો કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને હવે માનવ પણ અપેક્ષા ને ખુબ જ પ્રેમ કરવા લાગ્યો છે તેવું તે વિચારતો, એક દિવસ અચાનક અપેક્ષા સ્કૂલ માં ગેરહાજર રહી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel