એસિડિટીથી છુટકારો પામવા ઈચ્છો છો? કરો આ ઉપાયો

આપણા બધાને ચટાકેદાર ખાવાનો શોખ હોય જ છે. અને ચટાકેદાર ખાવા પછી ઘણાને એસિડીટીનો પ્રોબ્લેમ પણ રહે છે. જેના હિસાબે પેટમાં પણ દુઃખવાની તકલીફ થાય છે. એસિડિટીનું મુખ્ય કારણ તળેલો અથવા ચટાકેદાર ખોરાક હોઈ શકે છે. પરંતુ ઘણા લોકો એસિડિટી થવાની દવા લઈ લે છે. અને આપણે અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે વારંવાર દવા લેવી શરીર માટે હાનિકારક છે. જેથી અહીં અમે એસિડિટીના થોડા ઘરેલું ઉપાયો રજૂ કરીએ છીએ જે તમને કામ લાગશે.

અને આ સિવાય જો તમને આ ઉપાય સારા લાગે તો આગળ શેર કરવા માટે વિનંતી છે. કારણ કે જેટલા વધુ લોકો સુધી આ ઉપાયો પહોંચશે એટલા વધારે લોકો આનો ફાયદો લઈ શકે.

આમળા

આમળાનું સેવન કરવાથી એસિડિટીમાં છુટકારો મળી શકે છે.

આદુ

એસીડીટીમાં આદુ એ રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. આદુ નાંખીને ચા બનાવતી પણ ખૂબ જ ફાયદાકારી છે. એસીડીટી માટે એક ગ્લાસ પાણીમાં નાના નાના આદુના ટુકડા નાખી પાણી ગરમ કરીને ગાળી લો પછી આ પાણીનું સેવન કરવાથી એસિડિટી માંથી છુટકારો મળે છે.

એલોવેરાનું જ્યુસ

એલોવેરાનું જ્યૂસ પણ એસિડિટી અને પેટના દુખાવા માટે કારગર ઉપાય છે અને આનું સેવન રોજ કરવાથી એસીડીટી થી છુટકારો મળી જાય છે.

આ પણ કરી શકો છો ઉપાયોઃ

રાજીવ સરે કહ્યા પ્રમાણે ખાલી ૧૦ ગ્રામ કિસમિસના રાતના પાણીમાં પલાળીને સવારે ઊઠી નરણા કોઠે ખાઈ જવાથી એસિડિટીથી આરામ મળે છે.

બદામ પણ એસિડના નિયંત્રણ કરવાનું કામ કરે છે આથી પેટમાં જ્યારે બળતરા જેવું લાગે જ્યારે ત્રણ ચાર બદામ ખાવાથી પણ ઘણી રાહત રહે છે.

પેટમાં ગેસ રહેવાની સમસ્યામાં એલચી અને તુલસીના પાનનું સેવન કરવાથી ઘણો ફાયદો રહે છે.

જમ્યા પછી એસીડીટી રહેતી હોય તો જમીને એક ગ્લાસ ફુદીનાનાં પાનને ઉકાળીને પીવાથી એસિડિટી આરામ મળે છે.

error: Content is Protected!