આ વાંચીને તમે પણ કહેશો સાચી વાત છે, જિંદગી આવી જ છે…

પ્રાગજીભાઈ એક નાના ગામડામાં રહેતા હતા. અને તેની પાસે થોડી જમીન હતી. તેમાં ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ રોજ સવાર ના જાગે ત્યારે તેની ગાય ની સેવા કરે તેના ઘર પાસે જ બેસી રહેતા કુતરા ને રોટલી આપે અને તેના ફળીયા માં ઝાડ પર રહેતા કબૂતર ને ચણ આપે.

અને પછી પોતે કઈ ખાતા હતા અને પછી પોતાના ખેતરે ખેતી કરવા માટે જતા આ તેમનો વર્ષો જૂનો ક્રમ હતો પ્રાગજીભાઈ ખેતરે જતા ત્યારે કબૂતર ઉડી ને બધા દેવતા ની સભા માં જતા અને સાંજે આવે ત્યારે પ્રાગજીભાઈ ને દેવતાઓ ની વાત સંભળાવતા એક દિવસ કબૂતરે દેવતાઓ ની વાત સાંભળી.

અને સાંજે ઘરે આવી અને પ્રાગજીભાઈ ને કહ્યું કે આ વર્ષે વરસાદ થવાનો નથી દુકાળ પાડવાનો છે પણ દૂર ના વિસ્તાર માં વરસાદ પડશે જેથી તમારે ત્યાં જઈને ખેતી કરવી પડશે પ્રાગજીભાઈ તો ચિંતા માં પડી ગયા કે દૂર ના વિસ્તાર માં જઈ ને ખેતી કરવી અને ઘર આ ગામ માં છે.

અને અંતે તેને દૂર ના વિસ્તાર માં જમીન શોધી ને ત્યાં રહેવાનું ઝૂંપડું બનાવ્યું અને ત્યાં ની જમીન માં ખેતી કરવાની તૈયારી શરુ કરી ત્યારે ગામ માં રહેતા અન્ય લોકો તેની હાંસી ઉડાવવા લાગ્યા અને પ્રાગજીભાઈ ને મૂર્ખ માણસ કહેવા લાગ્યા.

અને એ વર્ષે પ્રાગજીભાઈ ના જુના ગામ માં જરા પણ વરસાદ પડ્યો નહિ પણ તે જ્યાં ખેતી કરવા માટે ગયા હતા તે વિસ્તાર માં એકદમ સારો વરસાદ પડ્યો અને પ્રાગજીભાઈ એ એટલું અનાજ ઉગાડ્યું કે આખા ગામ ને તેને મફત માં બાર મહિના ચાલે એટલું અનાજ આપ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel