આ ત્રણ લોકો હજુ પણ છે જીવીત, જાણીને નવાઈ પામશો!

આજે અમે તમને એવી વ્યક્તીઓ વીશે જણાવવાના છીએ કે જે અનાદીકાળ થી હજુ જીવીત છે!

૧. અશ્વત્થામા

ગુરુ દ્રોણાચાર્ય ના પુત્ર અશ્વત્થામાને ભગવાન શિવનો અવતાર મનાય છે. ગુરુ દ્રોણાચાર્ય ઈચ્છતા હતા કે એનો પુત્ર ભગવાન શિવની જેવો જ શક્તિશાળી હોય. આથી એને ભગવાન શિવનું ઘણાં વર્ષો સુધી ઘોર તપસ્યા કરી, ત્યારે જઈને અશ્વત્થામાનો જન્મ થયો. જે આગળ જઈને મહારથી બન્યા. અને મહાભારતમાં કૌરવો તરફથી લડ્યા. મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાએ પાંચેય પાંડવોને પોતાના બ્રહ્માસ્ત્રથી મારી નાખ્યા હતા. આ વાતથી ક્રોધિત થઈને ભગવાન કૃષ્ણએ અશ્વત્થામાને અનંતકાળ સુધી તડપતા રહેવાનો શ્રાપ આપ્યો. ત્યારથી એવું મનાય છે કે અશ્વત્થામા આજે પણ ધરતી ઉપર મોજુદ છે.

હાલ ક્યાં છે અશ્વત્થામા?

મધ્યપ્રદેશમાં બુરહાનપુર શહેરથી ૨૦ કિ.મી દૂર એક કિલ્લો આવેલો છે. જેને અસીરગઢનો કિલ્લો કહેવામાં આવે છે. આ કિલ્લામાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે. ત્યાના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ મંદિરમાં અશ્વત્થામા રોજ ભગવાન શિવની પૂજા કરવા આવે છે.

૨. પરશુરામ

પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ મનાય છે. પરશુરામ ભગવાન શિવના પરમ ભક્ત હતા. અને એને જ ભગવાન ગણેશનાં દાંત તોડયા હતા. એવું કહેવાય છે કે પરશુરામ આ ધરતી પર ઘણી વખત વિજયી થયા હતા. કલ્કિ પુરાણમાં લખાયું છે કે જ્યારે ધરતી નો અંત નજીક હશે ત્યારે એ પુનર્જિવિત થઇને કલ્કી અવતારના ગુરુ સ્વરૂપ માં આવશે. અને કલકીને નિર્દેશ આપશે કે ત્યારે માનવજીવન કઈ રીતે બચાવી શકાય.

૩. ભગવાન હનુમાન

આમ તો ભગવાન હનુમાન ના પરિચય આપવાની જરૂર નથી. રામાયણના યુદ્ધ પછી રામ ભગવાનને ઘણાં વર્ષો સુધી અયોધ્યા પર રાજ કર્યુ હતુ. જ્યારે રામ ભગવાન સ્વર્ગે સીધાવ્યા ત્યારે ભગવાન ને હનુમાન મહારાજે સ્વર્ગમાં આવવાની ના પાડી દીધી, એને રામ ભગવાન ને આગ્રહ કર્યો કે તે ધરતી પર ત્યાં સુધી રહેવા માંગે છે જ્યાં સુધી રામનામનો જાપ ચાલતો રહે અને એવું કહેવાય છે કે ૧૯૯૮ અને ગરમીઓમાં થોડાક લોકો માન સરોવરની તીર્થયાત્રામાં ગયેલા હતા. એવામાં તેની જોડે રહેલા એક વ્યક્તિએ જોયું કે એક ગુફામાંથી બહાર પ્રકાશ આવતો હતો. તો એ માણસે એ પ્રકાશનો ફોટો ખેંચી લીધો. પરંતુ જેવો એને ફોટો ખેંચ્યો એ ભેગા જ તેનું રહસ્યમય રીતે મોત નીપજ્યું. અને આ વાતની પુષ્ટી એની સાથે રહેલા ઘણા યાત્રીઓએ કરી હતી. એ સમયમાં રોલ વાળા કેમેરા હોવાથી જ્યારે યાત્રીઓએ પાછા ફરીને કેમેરાના રોલમાંથી ફોટા કઢાવ્યા ત્યારે આ એક ફોટો જોઈને બધા ચોંકી ગયા કારણકે એ ફોટામાં હનુમાનજી બેસીને ગ્રંથ વાંચી રહ્યાં હોય એવો ફોટો હતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel