21 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે આખા વિશ્વમાં વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે લગભગ ઘણા લોકો જાણતા હશે અલ્ઝાઇમર મગજની બીમારી છે જે ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં વધારે જોવામાં આવે છે. આ બીમારી એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે કાયમ વિકસિત થયા કરે છે અને આને રિવર્સ નથી કરી શકાતું એટલે કે આ બીમારી થાય તેઓની યાદશક્તિ કે મગજની ક્ષમતા ને પહેલાની જેમ સામાન્ય કરી શકાતી નથી.
પૃષ્ઠોઃ આગળ વાંચો