96 વર્ષના દાદાને જજ સાહેબે પૂછ્યું તમે ઝડપથી ગાડી કેમ ચલાવી રહ્યા હતા? ત્યારે દાદા નો જવાબ સાંભળીને અદાલતમાં હાજર રહેલા બધા લોકો...

વિદેશમાં બનેલી આ સત્ય ઘટના છે, છેલ્લે સુધી વાંચજો ખૂબ જ હૃદય સ્પર્શી છે... જજ સાહેબ દરરોજની જેમ આજે પણ અદાલતમાં આવ્યા અને તેના ટેબલ પર કેસના કાગળ પડ્યા હતા.

થોડા સમય પછી અદાલતમાં એક માણસ પ્રવેશ કરે છે. તે માણસના ચહેરા ઉપરથી તેની ઉંમરનો અંદાજ લગાવીએ તો અંદાજે 90 થી પણ વધારે ઉંમરના હશે અત્યંત વૃદ્ધ દેખાતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ માણસ જાણે એક એક પગલું ભરતાં ભરતાં એ જ વિચારી રહ્યો હતો કે મને અદાલતમાં શું કામ બોલાવવામાં આવ્યો હશે?

એ દાદા ત્યાં આવી અને પાસે રહેલી ખુરશીમાં બેસ્યા ત્યાર પછી જજ સાહેબ ની સામે જોયું. જજ સાહેબે તેની સામે સ્માઇલ કરીને તેને કહ્યું ગુડ મોર્નિંગ, સાહેબ.

તે દાદા પાછો જવાબ આપી અને કહ્યું ગુડ મોર્નિંગ જજ.

હવે તે દાદા પર જે ગુના માટે નો આરોપ નોંધાયો હતો તે જણાવવા માટે જજ સાહેબે તેના ટેબલ પરથી કાગળ હાથમાં લઈને વાંચવાનું શરૂ કર્યું. તેને કહ્યું દાદા તમારી ઉપર સ્કૂલ ઝોનમાં ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

દાદા ને સરખુ બરાબર સમજાયું નહીં એટલે તેને ફરી પાછું જજ સાહેબને પૂછ્યું શું?

જજ સાહેબે કહ્યું તમારી પર સ્કૂલ ઝોનમાં એટલે કે જે જગ્યાએ સ્કૂલ હતી તે જગ્યાએથી તમારી ગાડી બાંધેલી સ્પીડ લિમિટ કરતા વધારે સ્પીડ માં જઈ રહી હતી એટલે તમે સ્કૂલ ઝોનમાં મહત્તમ નોંધવામાં આવેલી સ્પીડ નું ઉલ્લંઘન કરેલું છે.

તે દાદાએ જજ સાહેબને જવાબ આપતા કહ્યું સાહેબ હું એટલું ઝડપથી ચલાવતો જ નથી. અને હું ગાડી કોઈ દિવસ ચલાવતો જ નથી. જ્યારે ચલાવવાની અતિશય જરૂર હોય ત્યારે જ હું ચલાવું છું.

દાદાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું... મારી ઉંમર 96 વર્ષની છે, એ દિવસે મારે લોહી ના કામ માટે જવાનું હતું. મારા દીકરા માટે હોસ્પિટલમાં લોહી નું કામ કરાવવાનું હતું.

જજ સાહેબ આશ્ચર્ય પામ્યા, તેને કહ્યું તમારી ઉંમર 96 વર્ષની છે અને તમે હજુ પણ તમારા દીકરા ને હોસ્પિટલ લઈને જાઓ છો, તમે હજુ પણ તેની સારસંભાળ લઈ રહ્યા છો?

(ભારતમાં મોટી ઉંમર હોવા છતાં દીકરા ની સાર સંભાળ લેતા ઘણા પિતા તેમજ વડીલો આપણે જોયા હશે પરંતુ વિદેશમાં કોઈ આવું કરે તો અલબત્ત નવાઈ જ લાગે કારણકે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હશે કે છોકરા હજુ પુખ્તવયના ન થયા હોય તે પહેલાં જ તેઓ માતા-પિતાના આશરે રહેતા હોતા નથી. અને પોતે જ પગભર થઈ ગયા હોય છે.)

તે દાદાએ જવાબ આપતા કહ્યું મારો દીકરો 63 વર્ષ નો છે, હું તેની સાર સંભાળ રાખું છું અને હાલમાં જ હોસ્પિટલમાં કામ હોવાથી તેને લઈને મારે હોસ્પિટલ જવાનું થયું હતું. મારા દીકરાને કેન્સર છે જેની સારવાર અર્થે મારે હોસ્પિટલ જવાનું હતું.

જજ સાહેબે કહ્યું તમે 96 વર્ષના છો તેમ છતાં હજુ પણ તમે તમારા દીકરાની સારવાર ની સાર સંભાળ લઈ રહયા છો, આ ખૂબ જ સારી બાબત છે.

આપણો દેશ આના માટે જ પ્રખ્યાત છે, પિતાજી આટલી મોટી ઉંમરમાં પણ તેના દીકરાની સાર સંભાળ લઈ રહયા છે. તમને ધન્ય છે.

જજ સાહેબે આટલું કહ્યું ત્યાં દાદા અત્યંત ભાવુક થઈ ગયા, કોર્ટમાં હાજર દરેક લોકો આ વાત સાંભળીને ભાવ થઈ ગયા.

એટલા માટે થોડો માહોલ હળવો કરવા માટે જજ સાહેબે ફરી પાછું દાદાને કહ્યું તમને એક વાત કહું? ત્યાં સામે જે જુવાન દીકરો બેઠો છે તે મારો દીકરો છે.

તમારી વાત સાંભળીને એ હવે મારી સામે જુએ છે અને જાણે મને કહી રહ્યો હોય કે તમારે પણ 90 વર્ષની ઉંમર થયા પછી મારી સારસંભાળ લેવાની છે. તમે મારા દીકરા માટે ખોટું ઉદાહરણ સેટ કરી રહ્યા છો, અને મારા માથે પણ જાણે જવાબદારી વધી રહી છે. આટલું બોલતા બોલતા જજ સાહેબ હસી પડ્યા અને આખી અદાલત હસવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જજ સાહેબના દીકરાએ પણ તેની વાતને સમર્થન આપતાં કહ્યું ચોક્કસ હું એવી આશા રાખીશ.

પછી જજ સાહેબે તે દાદા પર લાગેલા તમામ દંડ ને માફ કરી દીધા અને દાદાને કહ્યું હું તમારા દીકરા ની તબિયત માટે પ્રાર્થના કરીશ અને તમને બધું શ્રેષ્ઠ થઈ જાય એવી શુભકામનાઓ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પેલા દાદાએ ભાવુક થઈને કહ્યું તમારો આભાર સાહેબ.

અને જજ સાહેબે તેનો કેસ ડિસમિસ કરી ને તેને જવા માટે આદેશ આપ્યો. આ વિદેશ માં બનેલી સત્ય ઘટના માંથી પ્રેરિત થઈને લખવામાં આવેલી સ્ટોરી છે જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team