96 વર્ષના દાદાને જજ સાહેબે પૂછ્યું તમે ઝડપથી ગાડી કેમ ચલાવી રહ્યા હતા? ત્યારે દાદા નો જવાબ સાંભળીને અદાલતમાં હાજર રહેલા બધા લોકો…

જજ સાહેબ આશ્ચર્ય પામ્યા, તેને કહ્યું તમારી ઉંમર 96 વર્ષની છે અને તમે હજુ પણ તમારા દીકરા ને હોસ્પિટલ લઈને જાઓ છો, તમે હજુ પણ તેની સારસંભાળ લઈ રહ્યા છો?

(ભારતમાં મોટી ઉંમર હોવા છતાં દીકરા ની સાર સંભાળ લેતા ઘણા પિતા તેમજ વડીલો આપણે જોયા હશે પરંતુ વિદેશમાં કોઈ આવું કરે તો અલબત્ત નવાઈ જ લાગે કારણકે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હશે કે છોકરા હજુ પુખ્તવયના ન થયા હોય તે પહેલાં જ તેઓ માતા-પિતાના આશરે રહેતા હોતા નથી. અને પોતે જ પગભર થઈ ગયા હોય છે.)

તે દાદાએ જવાબ આપતા કહ્યું મારો દીકરો 63 વર્ષ નો છે, હું તેની સાર સંભાળ રાખું છું અને હાલમાં જ હોસ્પિટલમાં કામ હોવાથી તેને લઈને મારે હોસ્પિટલ જવાનું થયું હતું. મારા દીકરાને કેન્સર છે જેની સારવાર અર્થે મારે હોસ્પિટલ જવાનું હતું.

જજ સાહેબે કહ્યું તમે 96 વર્ષના છો તેમ છતાં હજુ પણ તમે તમારા દીકરાની સારવાર ની સાર સંભાળ લઈ રહયા છો, આ ખૂબ જ સારી બાબત છે.

આપણો દેશ આના માટે જ પ્રખ્યાત છે, પિતાજી આટલી મોટી ઉંમરમાં પણ તેના દીકરાની સાર સંભાળ લઈ રહયા છે. તમને ધન્ય છે.

જજ સાહેબે આટલું કહ્યું ત્યાં દાદા અત્યંત ભાવુક થઈ ગયા, કોર્ટમાં હાજર દરેક લોકો આ વાત સાંભળીને ભાવ થઈ ગયા.

એટલા માટે થોડો માહોલ હળવો કરવા માટે જજ સાહેબે ફરી પાછું દાદાને કહ્યું તમને એક વાત કહું? ત્યાં સામે જે જુવાન દીકરો બેઠો છે તે મારો દીકરો છે.

તમારી વાત સાંભળીને એ હવે મારી સામે જુએ છે અને જાણે મને કહી રહ્યો હોય કે તમારે પણ 90 વર્ષની ઉંમર થયા પછી મારી સારસંભાળ લેવાની છે. તમે મારા દીકરા માટે ખોટું ઉદાહરણ સેટ કરી રહ્યા છો, અને મારા માથે પણ જાણે જવાબદારી વધી રહી છે. આટલું બોલતા બોલતા જજ સાહેબ હસી પડ્યા અને આખી અદાલત હસવા લાગી.

error: Content is Protected!