8 વર્ષનો દીકરો સાયકલ પરથી પડ્યો એટલે માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને ઘરમાં માતા એકલી જ હતી, પછી જે થયું તે જાણીને તમે પણ…

એક કપલની આ વાત છે ઘણા વર્ષો પહેલા તેઓના લગ્ન થયા હતા. સંતાનમાં તેઓને એકનો એક દીકરો હતો, તેઓને સંતાનમાં એક દીકરો જ હોવાથી તેઓએ તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો. ધીમે ધીમે દીકરા નું ભણતર પણ શરૂ થઈ ગયું હતું. દીકરો ધીમે ધીમે મોટો થતો ગયો.

દિકરાના ભણતર નો તેમજ ઘર ખર્ચ બધું તેના પિતા નોકરીમાંથી ચલાવતા. પિતાની નોકરી પણ સારી હોવાથી તેઓ નો ઘર ખર્ચ આસાની થી નીકળી જતો.

જોતજોતામાં દીકરો આઠ વર્ષનો થઈ ગયો. મોટો થયો એટલે તેને સાઈકલ ફેરવવા નું પણ ખૂબ જ મન થતું. એક દિવસ તેને તેના પપ્પાને પણ વાત કરી કે પપ્પા મારે હવે સાયકલ જોઈએ છે.

પપ્પાએ તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો એટલે સાયકલ લેવાની ના ન પાડી પરંતુ તેને દીકરાને કહ્યું કે દીકરા હું તારો જન્મદિવસ આવતા મહિને જ આવે છે ત્યારે હું તારા જન્મદિવસે તને સાઈકલ ભેટ તરીકે આપીશ.

દીકરો તો જાણે ખુશ ખુશાલ થઈ ગયો અને ક્યારે મારો જન્મદિવસ આવશે દરરોજ એનો વિચાર જ કરતો રહે. જોત જોતામાં એક મહિનો પસાર થઈ ગયો અને દીકરાનો જન્મ દિવસ પણ આવી ગયો. દીકરાના જન્મ દિવસે તેના પિતાએ દીકરાની મનપસંદ સાયકલ તેને ભેટમાં આપી.

દીકરાના મિત્રો પણ તેની આ સાઇકલ જોઈને ખુબ ખુશ થઇ ગયા. અને દીકરાને પણ સાઇકલ ખૂબ જ પસંદ આવી.

જ્યારે પણ દીકરો સ્કૂલેથી આવે ત્યારે તેના મિત્રો જોડે આસપાસમાં જ સાયકલ ફેરવતા અને બધા મિત્રો મનોરંજન કરતા.

એક દિવસની વાત છે દીકરો સ્કૂલેથી આવે છે તરત જ જમવા બેસે છે. તેના મિત્રો જોડે નક્કી કરીને આવ્યો હોય છે કે હું જમીને તરત જ સાઈકલ ફેરવવા માટે આવું છું તમે બધા પણ જલ્દી આવજો.

જમવાનું પણ ઉતાવળે જમીને બહાર ફળિયામાં પડેલી સાઇકલ નું લોક ખોલે છે. અંદર આવીને તેની મમ્મી ને જાણ કરે છે કે હું શેરીમાં સાઈકલ ફેરવવા માટે જઈ રહ્યો છું. મમ્મી પણ તેના કામમાં વ્યસ્ત હોવાથી અંદર રસોડામાંથી જ જવાબ આપીને કહે છે ઓકે બેટા સાચવજે.

દીકરાએ સાયકલ નો લોક ખોલી નાખ્યું હતું હવે ઘર નો ગેટ ખોલી ને દરરોજ સાઇકલને દોરી ને બહાર લઈ જતો પરંતુ આજે બીજો કોઈ વાહન ન હોવાથી તેણે વિચાર્યું કે હું સાયકલને અહીંથી જ ચલાવી ને બહાર લઈ જાઉં છું.

ઘરના ગેટ માં એક ઢાળ હોવાથી ત્યાંથી વાહન બહાર લઇ જવામાં અથવા ઘરમાં લઈ આવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડતું. પરંતુ દીકરો તો ખૂબ જ ઉતાવળમાં હોય એ રીતે ત્યાંથી નીકળવા ગયો અને તેનું બેલેન્સ થોડું બગડી ગયું એટલે સાઈકલ ગેટની બહાર નીકળે તે પહેલાં જ ત્યાં નમી ગઈ અને સાયકલ સહિત તે નીચે પડી ગયો.

ગેટ ખખડાવવાનો અને જોરદાર અથડામણ થઇ હોય એવો અંદર અવાજ આવ્યો એટલે અંદર રસોડામાં રહેલી માતા કે જે રસોઇ પૂરી કરી રહી હતી અને સાથે સાથે ભગવાનનું નામ પણ લઈ રહી હતી તરત જ અવાજ સાંભળીને દોડતી દોડતી બહાર આવી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel