8 વર્ષનો દીકરો સાયકલ પરથી પડ્યો એટલે માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને ઘરમાં માતા એકલી જ હતી, પછી જે થયું તે જાણીને તમે પણ…

જોયું તો તેનો દીકરો ફળિયા થી થોડો બહાર નીચે ઢળી પડ્યો હતો માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું. માતાના હૃદય જાણે ધબકારો ચૂકી ગયો હોય એ રીતના શું થઈ રહ્યું છે તેની કંઈ જ ભાન ન રહી. દીકરા ના પિતા પણ નોકરીના કામથી બહાર ગામ ગયા હતા અને ત્રણ દિવસ પછી આવવાના હતા.

ઘર માં પોતે એકલી હતી. ખૂબ જ રડવું આવી રહ્યું હતું પરંતુ રડીને પણ કોને બોલાવે? દીકરાને પણ લોહી વહી રહ્યું હતું. તેમ છતાં દીકરો મમ્મી મમ્મી એમ ચીસ પાડી રહ્યો હતો.

ઘરમાં બીજું કોઈ વાહન ન હતું કે દીકરાને તે વાહનમાં લઈને હોસ્પિટલ સુધી લઈ જાય. શું કરવું તેની કંઈ સમજ ન આવી રહી હતી. અચાનક જ દીકરાને બંને હાથેથી ઉપાડી લીધો. અને પગમાં કશું પહેર્યું છે કે નહી તેની પણ ખબર નહી તરત જ તે ત્યાંથી નજીક આવેલી હોસ્પિટલ તરફ દોડવા લાગી. વાહનમાં હોસ્પિટલ નજીક હતી પરંતુ જો ચાલીને જઈએ તો ઓછામાં ઓછો પાંચ મિનિટ નો રસ્તો.

એમાં પણ તેનો દીકરો ખોળામાં હતો એટલે બહાર પણ વધારે હતો તેમ છતાં દોડતી દોડતી તે હોસ્પિટલ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. રસ્તામાં ભગવાનને ખીજાતી રહી કે હે ભગવાન મેં તારું શું બગાડયું છે, તે મારા બાળકને જ આવું થયું…

માંડ માંડ હોસ્પિટલ પહોંચીને ત્યાં પૂછ્યું કે ડોક્ટર સાહેબ છે. ડોક્ટર સાહેબ ક્યાં હાજર જ હોવાથી તરત જ તેના દીકરાને સારવાર મળી ગઈ અને સમયસર તેનો ઇલાજ પણ થઈ ગયો. ઈચ્છા ખૂબ જ ઊંડી ન હોવાથી બીજી કોઈ વધારે પડતી મુશ્કેલીઓ ઉભી ન થઈ.

ઈલાજ સંપૂર્ણપણે પૂરો થયા પછી તે તેના દીકરાને લઈને ઘરે આવી અને દીકરાને ટીવી ચાલુ કરીને તેનો મનપસંદ કાર્યક્રમ ચાલુ કરી દીધો અને તે પણ બાજુમાં બેસી ગઈ પરંતુ તેનું ધ્યાન ટીવી માં નહિ. તેનું ધ્યાન હજુ કંઈક બીજું જ હતું. ભગવાન સાથે જાણે કંઈ થયું હોય એમ આજે એક માની મમતા ભગવાનને જાણે ચુનોતી આપી રહી હતી.

દીકરાને વધુ પડતી ઇજા ના થઇ એટલે એક બાજુ તેના મનમાં રાહતનો શ્વાસ પણ ચાલી રહ્યો હતો. એવામાં જ અચાનક તેના મગજમાં આખી ઘટના જાણે કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગી.

ગેટની બહાર ગઈ કાલે જ ઈંટો નો ઢગલો પડયો હતો. ગઈકાલે જ એ ઢગલો ઉપાડવામાં આવ્યો હતો. જો એ ઢગલો ત્યાં ને ત્યાં હોત અને તેનો દીકરો ઈંટો ના ઢગલા પર પડ્યો હોત તો? જો ગઈકાલે માણસો ઈંટો લેવા ન આવ્યા હોત તો તે ત્યાં જ પડી હોત, પોતાનામાં તો કોઈ શક્તિ હતી જ નહીં કારણકે ગણતરીના દિવસો પહેલાં જ તેનું ઓપરેશન થયું હતું અને એક પાણીની ડોલ ઊંચકીને ક્યાંય જવું હોય તો તે પણ મુશ્કેલ હતું. પરંતુ આજે સવારે તેનો દીકરો પડ્યો ત્યારે દીકરા ને બે હાથેથી ઉચકીને હોસ્પિટલ સુધી દોડીને ગઈ દીકરા નું વજન પણ ૨૦થી ૨૨ કિલો તો હશે જ. એક પછી એક બધા વિચારો તેના મનમાં જાણે દોડવા લાગ્યા. દીકરાને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે પહેલાં જ સામે રહેલી ઘડિયાળ પર ધ્યાન ગયું હતું, ઘડિયાળ માં ત્રણ વાગી રહ્યા હતા ડોક્ટર તો કાયમ બે વાગ્યા સુધી જ હોસ્પિટલમાં રહે છે. આજે ડોક્ટર પણ મોડે સુધી હોસ્પિટલમાં હાજર હતા, એટલે જ દીકરાનો સમયસર ઈલાજ થઈ શક્યો જાણે ડોક્ટર ને કોઈએ રોકીને રાખ્યા હોય?

આખા રસ્તા દરમ્યાન પોતે ભગવાન ને ફરિયાદ કરતી રહી કે તે મારા દીકરા સાથે શું કામ આવું કર્યું પરંતુ એક પછી એક આ બધા વિચારો આવ્યા ત્યારે તેના વિચાર જડમૂળથી બદલાઈ ગયા, તરત જ મંદિરના રૂમમાં જઈને એક દીવો કરીને ભગવાન પાસે તેનું શીશ નમાવી દીધું. આખી રમત અને તે પોતે સમજી ગઈ હોય એટલે મનોમન જ પ્રભુ સમક્ષ માફી માંગી.

એવામાં જ દીકરાએ ટીવીની ચેનલ બદલવા માટે આગળ કરી તો તેમાં પ્રવચન આવી રહ્યું હતું, પ્રવચન માં કોઈ કહી રહ્યું હતું કે ભગવાન કહે છે હું તમારી આવનારી મુસીબતોને રોકી નથી શકતો, પરંતુ તમને એટલી શક્તિ તો જરૂર આપી શકું છું કે તમે એ મુસીબતોને આસાનીથી પાર કરી શકો. તમારો રસ્તો સહેલાઇથી પાર કરી શકો એ માટેની શક્તિ હું તમને આપું છું. બસ તમે ધર્મના રસ્તા પર ચાલતા રહો.

આજે તે માતા નો વિશ્વાસ ભગવાન પર પહેલાં કરતાં પણ અધિક વધી ગયો હતો. આખો દિવસ કામમાં વ્યસ્ત રહેનારી ભગવાન પાછળ સમય તો નથી કાઢી શકતી પરંતુ કામ ચાલુ હોય ત્યારે પણ તે ભગવાનનું સ્મરણ કરતી રહેતી. ફરી પાછું મંદિરમાં જઈને બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel