15 વર્ષથી નોકરી કરી રહેલા મયંકે સાહેબને રાજીનામું આપ્યું, સાહેબે કારણ જાણ્યું તો સાહેબ… ભાગ-2

(આગળથી શરુ, જો પહેલો ભાગ ન વાંચ્યો હોય તો અહિં ક્લિક કરો)

તેના સાહેબે વધુમાં ઉમેર્યુ તને ખબર છે હું સામાન્ય રીતે કોઈપણ નું રાજીનામું આવે તો સ્વીકારી લઉં છું. પરંતુ તારા કેસમાં એવું નથી તું અહીં 15 વર્ષથી વફાદારીથી અને નિષ્ઠાથી કામ કરી રહ્યો છે.આ બાબતને ધ્યાનમાં લેતા મારી પણ ફરજ બને છે કે રાજીનામું સ્વીકારતા પહેલા તારી લાગણી અને તારી તકલીફ સમજવાની જાણવાની કોશિશ કરું.

મયંક ડિરેક્ટર સાહેબને જવાબ આપ્યો સાહેબ પહેલા તો હું તમારો ખુબ આભાર માનું છું કારણકે તમે આ કંપનીના ડિરેક્ટર સાહેબ હોવા છતાં તમે મારી સાથે આટલી વિનમ્રતાથી વાત કરી રહ્યા છો.

મયંકે વધુમાં ઉમેર્યુ હું બિલકુલ સમજુ છું કે કંપનીએ ૧૫ વર્ષમાં જે મને માન સન્માન આપ્યું છે સ્વમાન આપ્યું છે, તેના બદલામાં મારી પણ ફરજ છે.

પરંતુ સાહેબ આજે મારી માતા હોસ્પિટલમાં છેલ્લા દિવસો ગણી રહી છે. ડોક્ટરે પણ આશા છોડી દીધી છે કેટલા દિવસ ચાલશે એ ખબર નથી ખાલી એટલી ખબર છે કે એ બસ હવે થોડા દિવસોની મહેમાન છે.

આ પ્રકારના સંજોગોમાં એક દિવસની રજા માંગી માંગીને હવે હું માનસિક રીતે અને નૈતિક રીતે બંને રીતે થાકી ગયો છું. છેલ્લા કેટલાક દિવસથી ન તો હું ઘરની ફરજ બજાવી શક્યો છું કે ન તો ઓફિસની.

મયંકે ઉમેર્યું પિતાજી છે નહીં નાના પરિવારના જે ફાયદા છે તેની સામે આ એક મોટો વિક પોઇન્ટ પણ છે અત્યારે હોસ્પિટલ ની જવાબદારી બધી જ એકલા મારા માથે છે.

હવે સાહેબ તમે જ જણાવો કે હું મારી માતા ની છેલ્લી ઇચ્છાઓ છેલ્લી અપેક્ષાઓથી ભરેલી આંખ સામે બહાના કાઢીને ઓફિસની ફરજ કઈ રીતે બચાવી શકું.

માફ કરી દો સાહેબ મને પરંતુ હું એટલો બધો લાગણી વિનાનો નથી થઈ શકતો નોકરી તો આ નહીં તો હું બીજી શોધી લઈશ પરંતુ અમારી માતાનો પ્રેમ નો બદલો આપવા તો હું સક્ષમ જ નથી.

માનું ઋણ તો ક્યારેય ચૂકવી શકાય એવું નથી અને કોઈ પણ માણસ ક્યારેય ચૂકવી શકતા નથી પરંતુ તેની છેલ્લી કડીઓમાં જો થોડો તેને સમય હું આપી શકું તો હું મારી જાતને ખૂબ ધન્ય માનીશ.

નહિતર પછી આખી જિંદગી હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું,મયંક આ બધું બોલી રહ્યો હતો ત્યારે તેના ડિરેક્ટર સાહેબ એકદમ શાંતિથી આ વાત સાંભળી રહ્યા હતા ત્યાં જ હોસ્પિટલથી પત્ની નો ફોન આવ્યો કે મમ્મીની તબિયત જરા વધારે ખરાબ થઈ છે તમે જલ્દી આવો એ તમને બહુ યાદ કરે છે.

ડિરેક્ટર સાહેબે કહ્યું ચાલ તું ફટાફટ મારી સાથે ચાલ કઈ હોસ્પિટલમાં છે, ડિરેક્ટર સાહેબ ની ગાડી માં તરત જ મયંક સાહેબ પોતે એમ નીકળ્યા અને હોસ્પિટલે પહોંચ્યા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel