15 વર્ષથી નોકરી કરી રહેલા મયંકે સાહેબને રાજીનામું આપ્યું, સાહેબે કારણ જાણ્યું તો સાહેબ… ભાગ-1

ઉનાળાની સવાર હતી. મયંક આજે દરરોજ કરતા વહેલો ઓફિસે આવી ગયો હતો. ઓફીસ નું એસી ચાલુ કરીને પોતાના ટેબલ પર જઈને બેસી ગયો.

પોતાના ટેબલ પર બેઠા બેઠા તે કંઈ ઊંડો વિચાર કરી રહ્યો હતો. ઓફિસના ચાલુ થવામાં હજુ થોડી વાર હતી પરંતુ હાઉસકીપિંગ નો સ્ટાફ દરરોજ વહેલી સવારે આવી જ જતો અને ઓફિસ ની સાફ સફાઈ કરવા લાગી જતો.

એક પછી એક બધી ઓફિસ ની સફાઈ થઈ રહી હતી હાઉસકીપિંગ સ્ટાફને મયંક બેઠો હતો તે ઓફિસ ની સફાઈ પણ ચાલુ કરી, દરરોજની જેમ મયંક ને ગુડ મોર્નિંગ કહ્યું પરંતુ સામેથી કઈ જવાબ ન મળ્યો એટલે હાઉસકીપિંગ માં સાફ કરી રહેલ તે માણસ પણ મૂંઝાઈ ગયો કે આજે મયંક સાહેબ કંઈ ચિંતામાં છે કે શું. દરરોજ હાઉસકીપિંગ નો સ્ટાફ તેની ઓફિસ સાફ કરવા આવે એટલે ગુડ મોર્નિંગ વિશ કરે તો મયંક ચહેરા પર સ્માઇલ કરીને સામે ગુડ મોર્નિંગ વિશ અચૂક કરે.

આજે મયંક ના ચહેરા પર પણ ચિંતા દેખાઈ રહી હતી. શું ચિંતા હોય એ તો ખબર નહીં પરંતુ ચહેરો વાંચી લીધો એટલે હાઉસકીપિંગ ના સ્ટાફ માંથી આવેલ પેલો માણસ પણ ત્યાંથી જતો રહ્યો.

મયંક એ પોતાની ઓફિસમાં ગઈકાલ રાત્રીના જ તેનો રીઝાઈન લેટર તૈયાર કરીને રાખ્યો હતો. પરંતુ સાહેબ ને આપવો કે નહીં તેની અસમંજસ તેના મગજમાંથી ઘટતી હતી નહીં.

અંતે મન મક્કમ કરીને રીઝાઈન લેટર ની પ્રિન્ટ કાઢીને સાહેબના ઓફિસમાં ગયો સમય થયો ન હતો સાહેબ ને હજુ આવવાની વાર હતી તેમ છતાં તેની ઓફીસના પેપરવેઈટ ની નીચે પોતાનો રીઝાઈન લેટર રાખી દીધો અને તરત જ તે પોતાની ઓફિસમાં ગયો તેનો મોબાઈલ ફોન લીધો.

પોતાની ઓફિસમાંથી તરત જ તે પાર્કિંગમાં ગયો. પાર્કિંગ માં જઈને પોતાનું બાઈક કાઢ્યું અને ત્યાંથી તરત જ સીધો હોસ્પિટલ પહોંચી ગયો.

હોસ્પિટલમાં તેના મમ્મી ને દાખલ કરવામાં આવ્યા હતા,હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ઓફિસનો સમય થવા આવ્યો હતો આજે તે ખૂબ વહેલો ઓફિસે પહોંચી ગયો હતો એટલે તેના સાહેબ ને ફોન કર્યો અને કહ્યું સાહેબ આજે હું ઓફિસે નહિ આવી શકું.

કોઈપણ સાહેબને આદત હોય જ એ જ રીતે મયંક ના સાહેબે પણ સામે જવાબ આપતા કહ્યું મયંક હમણાં તારી રજા બહુ પડે છે. અને હું જોઉં છું કેટલાય દિવસથી તારું કામ માં ધ્યાન નથી હોતું. આવું તો લાંબો સમય સુધી કેમ ચાલશે?

મયંકે જવાબમાં ખાલી એટલું જ કીધું સરે હું તમારા પર છોડી દઉં છું તમે તમારી રીતે એકદમ સાચા છો પરંતુ તમે જે પણ કંઈ નિર્ણય લેશો તે તમારો આખરી નિર્ણય મને માન્ય રહેશે.આટલું કહીને સાહેબ કંઈ જવાબ આપે તે પહેલાં જ મયંકે ફોન કાપી નાખ્યો.

હોસ્પિટલમાં પહોંચી ને માતા પાસે જ બેઠો હતો. સાહેબનો ફોન ચાલુ હતો ત્યારે પત્ની પણ આવી એટલે ફોન પુરા થયા પછી પત્નીએ પૂછ્યું કોણ હતું કે જવાબમાં કહ્યું મારા સાહેબ હતા.

પછી પત્નીની સામું જોઈને મયંક બોલ્યો આ તું તો જોવે છે ને રોજ રોજ મમ્મીની તબિયત વધારે બગડતી જાય છે. ડોક્ટરોએ પણ હવે તો હાથ ઊંચા કરી દીધા છે પરંતુ મારાથી તો હાથ ઊંચા ન થાય ને. મારે તો મારી જવાબદારી સમજવી પડે ને.

મયંક ને તેની પત્ની વાત કરે છે એ વાત તેના મમ્મી સાંભળી જાય છે પથારી ઉપર લાચાર રીતે સૂતેલા હતા મયંક સામું જુએ છે ઈશારો કરીને પોતાની સામે બોલાવે છે અને ધીમે ધીમે કહે છે બેટા તું તારે ઓફિસે જા અહીં બીજું કોઈ કામ નથી.

તેના જીભ પર તો આ જ શબ્દ હતા પરંતુ મયંક તેની મમ્મીની આંખો વાંચી ગયો કારણ કે આંખો કહી રહી હતી કે બેટા તું અહીં જ બેસ ને મને સારું લાગે છે.

મયંકે તેની મમ્મીને કહ્યું મમ્મી હું અહીં જ છું તમે ઓફિસની ચિંતા જરા પણ ન કરો. આટલું કહીને મયંક તેની મમ્મીના માથે હાથ ફેરવવા લાગ્યો. મમ્મી બાળપણમાં તે મારા માથે ખૂબ હાથ ફેરવ્યા છે. મને તાવ આવ્યો હોય અથવા પછી નીંદર પણ ન આવતી હોય તો મને આજે પણ યાદ છે તું મારા માથા પર હાથ ફેરવતી એટલે મને ખૂબ સારું લાગતું. હવે મારો વારો આવ્યો છે તો મમ્મી હું તમને આમ કઈ રીતે છોડીને જઈ શકું?

આટલું કહ્યું ત્યાં મયંક ના ફોનમાંથી રીંગ વાગે છે. ખીસ્સામાંથી ફોન કાઢ્યો તો જોયું કે સાહેબનો ફરીથી ફોન આવ્યો છે ઓફિસનો સમય ચાલુ થઈ ગયો હતો એટલે મયંકે વિચારી લીધું કે મેં જે રાજીનામું સાહેબના ઓફિસમાં રાખ્યું હતું તે સાહેબે વાંચી લીધું લાગે છે.

ફોન ઉપાડી ને મયંકે કહ્યું હા સાહેબ બોલો, મયંક તારો રીઝાઈન લેટર મેં જોયો પરંતુ જે માણસ 15 વર્ષથી અહીં નોકરી કરતો હોય તેને કાઢવાની મારામાં હિંમત ન ચાલી એટલે તારું રાજીનામું એ આપણા ડિરેક્ટર સાહેબના ટેબલ ઉપર મૂકેલું છે,સાહેબ હમણાં જ આવ્યા અને તેણે મને બોલાવ્યો અને કહ્યું કે મયંક સાથે મળવા માંગે છે તો જો તારી પાસે થોડો સમય હોય તો ખાલી મળવા આવી શકીશ?

મયંકે જવાબ આપ્યો કે સાહેબ હું અહીંથી નીકળવાનો પ્રયત્ન કરું છું. આ બધી વાત પત્ની સાંભળી રહી હતી એટલે પત્નીએ કહ્યું તમારે જવું હોય તો જઈ આવો હું અહીં જ છું.

એટલે મયંકે ફોનમાં કહ્યું સાહેબ થોડીવારમાં હું આવું છું. હોસ્પિટલેથી ફરી પાછો તે ઓફિસે ગયો.

મયંકને ડિરેક્ટર સાહેબે અંદર બોલાવ્યો આવ મયંક કેમ અચાનક રાજીનામું આપી દીધું તને કંઈ તકલીફ પડી કે શું? આપણા કોઈ મેનેજમેન્ટ તરફથી અથવા કોઈ સ્ટાફ તરફથી કંઈ તકલીફ છે?

(વધુ બીજા ભાગમાં… બીજો ભાગ વાંચવા માટે અહિં ક્લિક કરો)

error: Content is Protected!