in

15 વર્ષથી નોકરી કરી રહેલા મયંકે સાહેબને રાજીનામું આપ્યું, સાહેબે કારણ જાણ્યું તો સાહેબ… ભાગ-2

હોસ્પિટલ મયંકની મમ્મી જાણે મયંક ની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું હતું કે તેનામાં બોલવાની તાકાત ન હતી પરંતુ મયંક જેવો તેની બાજુમાં ગયો કે માતા પાસે જાણે જેટલી તાકાત હતી તે તાકાત ભેગી કરીને તેના મમ્મી બેઠા થયા અને મયંક ને ભેટી પડ્યા.

મયંકને ભેંટી ને તરત જ તેના મમ્મી એ અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલમાં પણ ત્યાં હાજર રહેલા સ્ટાફ ની પણ આંખ ભીની થઈ ગઈ.

સાહેબ દ્રશ્ય જ એવું હતું કે કોઈપણ લોકો આ દ્રશ્યને જોવે તો તેની આંખમાંથી પોતાના આંસુને રોકી શકે નહીં.

મયંક બોલ્યો માતાનો પ્રેમ સમજવા માટે તો એક નહીં અનેક જિંદગી મળે તો એ પણ ઓછી જ પડે.

મયંક ની સાથે આવેલા તેના ડિરેક્ટર સાહેબની પણ આંખ ભીની થઈ ગઈ. ગળું સ્વચ્છ કરીને તેઓ બોલ્યા તુ જે ઓફિસમાં વાત કરી રહ્યો હતો તે સાંભળીને મને લાગ્યું કે તું તારી માતા માટે આટલું વિચારે છે તો તું કેટલો મહાન છે પરંતુ અહીં આવીને મને એ અહેસાસ થઈ ગયો કે તું માત્ર મહાન જ નહીં પરંતુ નસીબદાર પણ ખૂબ જ છે.

વધુમાં તેણે ઉમેર્યું કે મને પણ ખબર હતી મારી મા થોડા દિવસોની મહેમાન છે હું તો કંપનીનો માલિક હોવા છતાં પણ તારા જેટલી હિંમત ન કરી શક્યો અને જો કદાચ મેં હિંમત કરી હોત તો કદાચ મારી માતા પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત.

અચ્છા એ તો નસીબ નસીબ ની વાત છે હું અહીંથી રજા લઉં છું અને હા તું રજા ની ચિંતા જરા પણ કરતો નહીં. બધી વિધિ અને ક્રીયાકાંડ કરીને સમય મળે ત્યારે ઓફીસ જોઇન્ટ કરી દેજે બીજું કંઇ પણ કામકાજ હોય તો મને ગમે ત્યારે કહેજે.

મયંક ના આંસુ હજી રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા તેમ છતાં તેણે તેના સાહેબને કહ્યું મારી માતાએ મારા ખભા ઉપર જીવ છોડ્યો છે. આથી તે સંપૂર્ણપણે તૃપ્ત થઈ હશે કોઈપણ ક્રિયાકાંડ કે બેસણાની જરા પણ જરૂર નથી જે લોકોની લાગણી મારી માતા સાથે હતી તે બધા લોકો હોસ્પિટલે મળી ગયા છે હવે ફોટા પાસે હાથ જોડીને કશો ફાયદો નથી.

હોસ્પિટલની ડ્યુટી મારી આજે અહીં પૂરી થઈ ગઈ છે. રજાની જરૂર તો પોતાનાઓ જ્યારે જીવતા હોય ત્યારે જ હોય છે પાછળથી રજા પાડવાનો કોઈ મતલબ નથી હું સોમવારથી જ પાછો નોકરી પર જોઈન્ટ થઇ જઇશ.

ડિરેક્ટર સાહેબ મયંક ના ખભે હાથ મૂકીને ખૂબ જ ગર્વ થી ખાલી એટલું જ બોલ્યા કે શો મસ્ટ ગો ઓન.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.